November 3, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક લેન્ડિંગ કરતી વખતે અચાનક ટકરાયા બે હેલિકોપ્ટર, ભારતીયનું મોત!

Spread the love

કાઠમંડુઃ ઓગસ્ટ મહિનામાં આવેલા વિનાશક પૂરમાંથી હજુ નેપાળ બેઠું થયું નથી, ત્યાં એક પછી એક આફત મંડરાયા કરે છે. પૂર, ભૂકંપ પછી તાજેતરમાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી, જે વીડિયો વાયરલ થયા પછી લોકો દંગ રહી ગયા હતા. એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક લેન્ડિંગ વખતે બે હેલિકોપ્ટર ટકરાયા હતા, જેનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

નેપાળના સોલુખુંબુ ખાતે બે હેલિકોપ્ટર ટકારાયા હતા, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. નેપાળના નાગરિક ઉડ્ડયન ઓથોરિટીના જણાવ્યાનુસાર ફિસ્ટેલ અને ડાયનેસ્ટી એરના હેલિકોપ્ટર ફેરિચી હેલિપેડ પર લેન્ડિંગ વખતે અંદરોઅંદર ટકરાયા હતા. ઓથોરિટીએ જણાવ્યું હતું કે ફેરિચે હેલિપેડ ખાતે ઉતરાણ વખતે બે હેલિકોપ્ટરના પંખા પરસ્પર ટકારાયા હતા, જ્યારે અકસ્માતગ્રસ્ત વિદેશી પણ છે, જેમના મૃતદેહ પ્રભુ હેલિકોપ્ટરથી લુક્લા લઈ જવામાં આવ્યા હતા.

સોલુખુંબુ જિલ્લા પોલીસ કાર્યાલયના જણાવ્યાનુસાર ડીએસપી નવીનરાજ બુઢાથોકી અનુસાર ખુમ્બુ પાસાંગલ્હામુ હેલિપેડ ખાતે લેન્ડિંગ વખતે બંને હેલિકોપ્ટરના પંખા અંદરોઅંદર ટકારાયા હતા, જેમાં એકનું મોત થયું છે. મૃતકની ઓળખ વસંત કુમાર બલારા માંડુના રહેવાસી તરીકે કરી છે. એ જ રીતે અન્ય ઘાયલ પ્રવાસી ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડનો નાગરિક છે. શૈલેશ કિશન પટેલ (53 વર્ષ) તરીકે કરી છે, જ્યારે ફિસ્ટેલ એરના પાઈલટને સામાન્ય ઈજા પહોંચી છે. અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર સવારે નેપાળના માઉન્ટ એવરેસ્ટ સેક્ટરમાં ફેરિચે હેલિપેડ પર ઊતરતી વખતે બે હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘાયલ થયા હતા, જેમાં એક ભારતીય અને બીજો એક વિદેશી (ન્યૂઝીલેન્ડ)નો નાગરિકનો સમાવેશ થાય છે.  આ અગાઉ એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક રહેવાસી વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી

હજુ બે દિવસ પહેલા ફ્લોરિડામાં આ જ પ્રકારનો વિચિત્ર અકસ્માત થયો હતો. સોમવારે દક્ષિણ ફ્લોરિડાના એક રહેવાસી વિસ્તારમાં બિઝનેસ જેટ ક્રેશ થયું હતું, જેમાં નવ લોકોના મોત થયા હતા. આ અગાઉ 2024માં પ્લેન ક્રેશમાં અઢાર લોકોના મોત થયા હતા, પરંતુ પાઈલટનો બચાવ થયો હતો. એક અહેવાલ પ્રમાણે છેલ્લા 30 વર્ષમાં નેપાળમાં પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશ થવાના કિસ્સામાં વધારો થયો છે, જેમાં 60થી વધુ લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!