July 12, 2026
મની મેનેજમેન્ટ

દર મહિને કરો આટલું રોકાણ અને મેળવો ₹ 2 કરોડનું મોટું ફંડ, જાણો ગણિત

Spread the love

મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી અને પીપીએફના કોમ્બિનેશનથી તમારી વૃદ્ધાવસ્થાને બનાવો આર્થિક રીતે સુરક્ષિત

દર મહિને ફક્ત પાંચ હજાર રુપિયા મ્યુચ્યુઅલ ફંડ (SIP) અને 12,500 રુપિયા પીપીએફ (PPF)માં જમા કરવામાં આવે તો તમને બે કરોડ રુપિયાનું ફંડ બનાવી સકો છો. તમારે ફક્ત પંદર વર્ષ સુધી આ રોકાણ કરવાનું રહે છે. એના પછી મળેલી રકમને તમે આગામી 10 વર્ષ સુધી ફરી રોકાણ કરો તો તમારી વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે વધુ મજબૂત રહી શકો છો એવું કઈ રીતે બને એની વિગતવાર ચર્ચા કરીએ.

દરેક લોકોને જીવનમાં એક ઈચ્છા તો હોય છે કે જવાનીમાં જેટલી મહેનત થાય એટલી કરી લેવાની પણ વૃદ્ધાવસ્થામાં તો બચાવેલા પૈસાથી જીવન જીવી શકાય છે અને એના માટે મજબૂત પ્લાનિંગ કરવાનું હોય છે. એના માટે મ્યુચ્યુઅલ ફંડ અને પીપીએફમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો, જે તમને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવી શકે છે એના માટે તમારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં 12,500 રુપિયા અને મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમમાં 5,000 રુપિયાનું સિસ્ટેમેટિક પ્લાન (એસઆઈપી) શરુ કરવાનું રહેશે અને આ બંને વિકલ્પનો યોગ્ય ઉપયોગ કરી શકો છો, જે તમારી વૃદ્ધાવસ્થાને વધુ સુરક્ષિત બનાવશે.

પીપીએફ ફંડ હંમેશા લાંબા સમયગાળાના રોકાણકારો માટે પહેલી પંસદ હોય છે. એક નાણાકીય વર્ષમાં તમે આ સ્કીમ અન્વયે મહત્તમ 1.5 લાખ રુપિયા જમા કરાવી શકો છો. ટેક્સની રીતે પણ આ આકર્ષક સ્કીમ છે, કારણ કે ઈઈઈ (એક્ઝેમ્પ્ટ-એગ્ઝેમ્પ્ટ-એગ્ઝેમ્પ્ટ) શ્રેણીમાં આવે છે અને એનો સીધો અર્થ એ છે કે રોકાણ કરેલ ફંડ, વ્યાજ અને મેચ્યોરિટી વખતે મળતી રકમ પણ ટેક્સના દાયરાની બહાર છે.

જાણીતા નિષ્ણાત કહે છે કે 15 વર્ષમાં પૂરી રકમ મેચ્યોર થાય છે અને કેલક્યુલેશન અનુસાર જો તમે દર મહિને 12,500 રુપિયાનું રોકાણ કરો છો તો પંદર વર્ષમાં કૂલ રોકાણ 22,50,000 રુપિયા થશે, જ્યારે આ જમા રકમ પર કૂલ 18,18,209 રુપિયાનું વ્યાજ થશે, તેથી પંદર વર્ષ પૂરા થયા પછી તમને કૂલ 40,68,209 રુપિયાની ટેક્સ ફ્રી રકમ મળશે.
એ જ રીતે પીપીએફની સાથે તમે મ્ચુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમમાં રોકાણ કરવાનું રહેશે. આ સ્કીમમાં તમે દર મહિને પાંચ હજાર રુપિયાની એસઆઈપી સતત પંદર વર્ષ સુધી કરશો તો તમારું કૂલ રોકાણ 9,00,000 થશે અને જો લાંબા સમયગાળા માટે 12 ટકાનું વાર્ષિક રિટર્નનું અનુમાન લગાવો તો પંદર વર્ષ પછી આ રકમ વધીને 23,79,657 રુપિયા મળી શકે.

જોકે, મ્યુચ્યુઅલ ફંડથી મળનારી રકમ મુદ્દે ટેક્સના નિયમો પણ સમજવા જરુરી છે. ઈક્વિટી ફંડ્સથી મળનાર રકમ પર તમને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (એલટીસીજી) ટેક્સ ચૂકવવો પડે છે. નિયમો અનુસાર એક વર્ષમાં 1.25 લાખ રુપિયાથી વધુ ભંડોળ પર 12.5 ટકા ટેક્સ લાગે છે અને આ સંજોગમાં જો તમને 23.79 લાખ રુપિયાનું ફંડ મળે તો 2.97 લાખ રુપિયાનો ટેક્સ ભરવાનો રહે છે. ટેક્સ કપાત પછી હાથમાં ફક્ત 20.79 લાખ મળે છે.

પીપીએફથી મળેલા 40.68 લાખ (ટેક્સ કપાત પછી) અને મ્યુચ્યુઅલ ફંડ 20,79 લાખ થાય છે. બંને મળ્યા પછી કૂલ રકમ 61.47 લાખ થાય છે. આ પંદર વર્ષનું પરિણામ છે પણ હવે પૂરી રકમ તમે ફરી મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમમાં રોકાણ કરો. વર્ષે 12 ટકા હિસાબથી અંદાજિત રિટર્નના હિસાબથી આગામી 10 વર્ષ અને અમુક મહિનામાં તે રકમ વધીને 2 કરોડ રુપિયાના જાદુઈ આંકડાને પાર કરી લેશે. એટલે તમારા ખિસ્સામાંથી જાદુઈ આંકડો બે કરોડને પાર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!