October 16, 2026
ટોપ ન્યુઝ

લોકશાહીનો દાવો કે સત્તાની લાલસા? વિપક્ષોનું અરાજકતાવાદી નાટક!

Spread the love

ચૂંટણી પંચ અને શિક્ષણ મુદ્દે વિપક્ષના વિરોધ પ્રદર્શનો વચ્ચે સરકાર અને ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને વિપક્ષી દળો પર દેશમાં બાંગ્લાદેશ જેવી અસ્થિરતા ફેલાવવાનો ગંભીર આરોપ

નેપાળ અને બાંગ્લાદેશમાં જે રીતે સત્તા પરિવર્તન થયું એના માફક દેશમાં લોકશાહીના નામે વિપક્ષ સત્તાધારી પાર્ટી પર હાવી થવા જઈ રહ્યું છે. પહેલા શિક્ષણ અને હવે ચૂંટણી પંચ મુદ્દે કોક્રોચ જનતા પાર્ટીની સાથે હવે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પણ સરકારની સામે સતત વિરોધ પ્રદર્શનો ચલાવી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી કોક્રોચ જનતા પાર્ટી અને કોંગ્રેસ, ટીએમસી, ઉદ્ધવ ઠાકરે શિવસેના, શરદ પવાર એનસીપી સહિતના પક્ષો એક થઈને સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ ચલાવી ચૂક્યા છે, જ્યારે હવે સુપ્રીમ કોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે, પરંતુ આ બધાથી વિપરીત ભાજપના સાથી પક્ષોએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે લોકશાહી બચાવવા મુદ્દે નેપાળ-બાંગ્લાદેશ જેવી અંધાધૂંધી ફેલાવવામાં વિપક્ષ સક્રિય છે, જેમાં વિદેશી ભંડોળ મળી રહ્યું છે.

પ્રશાંત ભૂષણે ફોડ પાડ્યો પરિવર્તનનો
આ મુદ્દે રાજનાથ સિંહ અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ, શહઝાદ પૂનાવાલા, સ્મૃતિ ઈરાની સહિત લોકોએ વિપક્ષની ઝાટકમી કાઢી છે. રાહુલ ગાંધી સહિતના વિપક્ષો ચૂંટણીમાં હાર્યા પછી મુદ્દા મળ્યા નથી હવે નવા મુદ્દા ઉખેળે છે, જ્યારે અમિત શાહે તો કોંગ્રેસની ટીકા કરીને કહ્યું હતું કે ગુજરાતમાં 40 વર્ષ સુધી જીત્યું નથી તો એના માટે એસઆઈઆર જવાબદાર છે. બીજી બાજુ સીજેપીની કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી (આપ)માં સક્રિય રહેલા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે સત્તા પરિવર્તનની નોબત આવશે. એના અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરુરે પણ સરકારને ખુરશી ખાલી કરવા અંગે કટાક્ષ કરતી પોસ્ટ મૂકી હતી.

શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર
કોંગ્રેસએ બચાવ કરતા કહ્યું હતું કે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ અને એના નેતાઓ દેશના લોકશાહીના માળખા, ચૂંટણી પંચ અને બંધારણને નબળું બનાવી રહ્યું છે. વિરોધ પ્રદર્શનનો અધિકાર હોવાનો દાવો કરીને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ અને મોંઘવારી મુદ્દે રાજકીય વિરોધ શાંતિપૂર્વક કરવાનો લોકતંત્રનો હિસ્સો છે જેને અરાજકતાનું નામ આપીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગરીબોને વોટ કરતા રોકવામાં આવ્યા
રવિશંકર પ્રસાદે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી અરાજકતાવાદી છે. તેઓ દેશમાં અરાજકતા ફેલાવવા માગે છે. દિલ્હીના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં નિરંતર અરાજકતા ફેલાવી રહ્યા છે. પ્રામાણિકપણે ચૂંટણી જીતી શક્તા નથી, તેથી હવે બૂથ કેપ્ચરિંગ મારફત જીતવા ઈચ્છે છે. રાહુલ ગાંધી ગામમાં દલિતો અને ગરીબોને પણ વોટ કરતા રોકવા ઈચ્છે છે. વર્ષોથી આવી જ રાજનીતિ રહી છે. રાહુલ ગાંધી જનતાના જનાદેશનું અપમાન કરે છે. તેઓ એવી ચૂંટણી રદ કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે, જે જનતાના મતથી જીત્યા છે.

સરકાર પાડવાની યોજનામાં વિપક્ષ
એ જ વાતને સમર્થન આપતા દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે કોંગ્રેસ સહિત સીજેપી દેશના નવજવાનોને અરાજકતાનું મહોરું બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ બાંગ્લાદેશના માફક ભારતમાં સત્તા પરિવર્તન કરાવવા ઈચ્છે છે. વાસ્તવમાં તેઓ સરકાર પાડવાની તજવીજમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!