October 16, 2026
ટોપ ન્યુઝ

સ્પર્ધાથી ડરતા નથી, કાયદો બધા માટે સરખો: મસ્કને રિલાયન્સે આપ્યો જડબાતોડ જવાબ

Spread the love

જિયોના 10 વર્ષના સફળ સફરનો હવાલો આપી રિલાયન્સે કહ્યું – “અમે વિદેશી રોકાણનું સ્વાગત કરીએ છીએ, પણ નીતિ-નિયમોનું પાલન સૌએ કરવું પડશે”

દેશની સૌથી મોટી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની કંપની અને ભારતીય માર્કેટમાં ચાલી રહેલી વાત અંગે પોતાની સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું છે કે દેશમાં થનારા વિદેશી રોકાણ અને નવા વિચારોને પ્રોત્સાહન આપવામાં હંમેશા માને છે. એટલું જ નહીં, દેશના કાયદા સૌના માટે એક સરખા નથી અને સરકાર પણ દરેક અરજી બાબતોને પણ એક સમાન પ્રક્રિયા મારફત જુએ છે.

કોમ્પિટિશનથી કોઈ ડરતું નથી
રિલાયન્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેને કોઈ સ્પર્ધાથી ડરતું નથી અને કંપની માને છે કે અસલી પરીક્ષા તો ત્યારે થાય છે કે તમે ગ્રાહકોની કયા પ્રકારની સેવા આપો છો અને સારી સેવા આપો છો કે નહીં. આ વાત સમજવા માટે કંપનીએ યાદ અપાવ્યું કે જ્યારે 2016માં જિયોએ ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી કરી હતી, ત્યારે લાગ્યું હતું કે તેની પાસે એક પણ ગ્રાહક નહોતા, પરંતુ આજે ફક્ત 10 વર્ષમાં જિયો પાસે 10 કરોડ ગ્રાહકથી વધુ લોકોનો વિશ્વાસ જીત્યા છે અને દેશના સૌથી સસ્તા ડેટા અને બેસ્ટ ડિજિટલ સુવિધા પૂરી પાડે છે.

સ્ટારલિંક અને સેટેલાઈટ ઈન્ટરનેટ મુદ્દે સ્પષ્ટતા
કંપનીએ જણાવ્યું છે કે સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રમાં સ્ટારલિંક સહિત અનેક કંપનીની એન્ટ્રીનું સ્વાગત કરે છે. જોકે, રિલાયન્સે સ્પષ્ટતા કરી છે કે જિયો સહિત દરેક કંપની દેશના ગ્રાહકોની સેવા કરવી પડશે, જ્યારે સરકારના નીતિ નિયમોનું પણ પાલન કરવું પડશે. કંપનીએ કહ્યું છે કે હજુ જિયોની પણ સેટલાઈટ સર્વિસને પણ હજુ સુધી સરકારે મંજૂરી આપી નથી એની હજુ રાહ જોવામાં આવે છે.

કંપનીઓએ પણ પારદર્શન બનવું પડશે
રિલાયન્સે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ટ્રેડ કરનારા તમામ વિદેશી હોય કે સ્થાનિક કંનપીઓએ પણ દેશના કાયદાનું સન્માન કરવું પડશે, જેમ સરકાર માટે તમામ લોકો માટે એક સરખા નિયમો હોય છે, જ્યારે દેશમાં એન્ટ્રી કરનારી કંપનીઓએ પણ પારદર્શક તરીકે કામ કરવું જરુરી છે.

મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર અંબાણી
અહીં એ જણાવવાનું કે ગયા સપ્તાહ દરમિયાન સ્ટારલિંકના માલિક ઈલોન મસ્કે ભારત સરકાર અને અંબાણી પર કટાક્ષ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર અંબાણી જ દેશના સર્વેસર્વા છે, જેને લઈ ઉદ્યોગપતિઓની સાથે સરકારે પણ મસ્કને આકરી પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો
‘પ્રાઈમ મિનિસ્ટર અંબાણી’: ઈલોન મસ્કે હદ પાર કરીને ભારતમાં મચાવ્યો ‘હંગામો’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!