અમેરિકામાં વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવું થશે મુશ્કેલ! ટ્રમ્પ સરકાર ‘પ્રીમિયમ પ્રોસેસિંગ’ના નિયમો બદલવાની તૈયારીમાં
H-1B વિઝા, વર્ક પરમિટ અને ગ્રીન કાર્ડ માટે એક્સ્ટ્રા ફી આપવા છતાં સમય વધુ લાગી શકે છે; ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર થશે સીધી અસર
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પ્રીમિયમ પ્રોસેસિંગની ટાઈમલાઈનમાં પણ ફેરફાર કરવા વિચારી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી વિદેશી કામદારોની સાથે વિદ્યાર્થીઓ અને એ કંપનીઓ પર પણ પડશે, જે ઈમિગ્રેશન વિભાગ મારફત પોતાના કેસ ઝડપથી ઉકેલવા માટે એક્સ્ટ્રા ફી આપે છે. નવા નિયમ લાગુ કરવામાં આવ્યો તો ફરી એક્સ્ટ્રા ફી લઈને અથવા ઝડપી એચવન બી વિઝા પણ મળવાનું મુશ્કેલ થશે. એટલું જ નહીં ના તો ગ્રીન કાર્ડ અને વર્ક પરમીટ મળશે.
અમેરિકામાં પ્રસ્તાવિત નિયમ પૈકી અત્યારે ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (ઓએમબી)ને સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે પ્રસ્તાવમાં વર્તમાન પ્રીમિયમ પ્રોસેસિંગના સમયમાં પણ વધારો થઈ શકે છે. જોકે, અત્યારે જે જોગવાઈઓની વાત કરી એને જાહેર કરવામાં આવી નથી, જ્યારે પ્રસ્તાવિત પ્રસ્તાવમાં પણ ફેરફારો થઈ શકે છે. કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા પછી એને ફેડરલ રિવ્યૂમાં પસાર કરવાનો રહે છે, જ્યારે એના પર કમેન્ટ માટે ફેડરલ રજિસ્ટરમાં પબ્લિશ કરવામાં આવશે એના પછી સરકારે લાગુ કર્યા પૂર્વે નિયમોને ફાઈનલ રુપ આપશે.
ભારતીય વિદ્યાર્થીઓ પર શું થશે અસર
અત્યારે પ્રીમિયમ પ્રોસેસિંગની સુવિધા અનેક એમ્પ્લાઈમેન્ટ અને ઈમિગ્રેશન સંબંધી ફાઈલિંગ કરવામાં આવે છે. એના માટે ખાસ કરીને ફોર્મ I-140; H-1B, L-1, O-1 જેવા વિઝા માટે ફોર્મ I-129, એમ્પ્લોઈમેન્ટ ઓથરાઈઝેશન ડોક્યુમેન્ટ (ઈએડી) માટે ફોર્મ I-765 અને નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસ વધારવા અથવા બદલવા માટે I-539નો સમાવેશ થાય છે.
પ્રીમિયમ પ્રોસેસિંગ એટલે
. યુએસસીઆઈસીએ અમુક ઈમિગ્રેશન કેસને ઝડપથી ઉકેલવા માટે એક્સ્ટ્રા ફી લે છે, જેને ખાસ તો પ્રીમિયમ પ્રોસિસિંગ ફી કહેવાય છે.
. આ સર્વિસનો મુખ્ય ઉદ્દેશ તો અમુક સંજોગોમાં લોકોને વધુ ફી લઈને ઝડપથી વિઝા, ગ્રીન કાર્ડ અથવા વર્ક પરમિટ આપવામાં આવે છે.
. અલગ અલગ ઈમિગ્રેશન કેટેગરીના આધારે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી 1,780 ડોલરથી લઈને 2965 ડોલર સુધી લેવામાં આવે છે.
. વર્તમાન સિસ્ટમ અન્વયે અરજદાર દ્વારા માગવામાં આવેલી પ્રીમિયમ પ્રોસેસિંગનો સમય 15, 30 અથવા 45 દિવસ સુધીનો હોય છે.
