October 1, 2026
બિઝનેસ

ગૌતમ અદાણી ફરી બન્યા દેશના નંબર-1 અમીર, મુકેશ અંબાણીને પાછળ છોડી રચ્યો નવો ઇતિહાસ!

Spread the love

ભારતના સૌથી અમીર લોકોની હરણફાળ વધી રહી છે, જેમાં ફોર્બ્સ ઈન્ડિયા રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી ફરી એક વખત નંબર વન બન્યા છે. અદાણી પરિવારની સંપત્તિ એક વર્ષમાં લગભગ 1.98 લાખ કરોડનો વધારો થયો છે, જ્યારે કૂલ સંપત્તિ વધીને 10.81 લાખ કરોડ થઈ છે. બીજી બાજુ પ્રતિસ્પર્ધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બીજા ક્રમે રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે શેરબજારમાં નબળાઈ અને રુપિયાના અવમૂલ્યન વચ્ચે પણ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે. દેશના ટોપ 100 અમીર સેલિબ્રિટીઝની કૂલ સંપત્તિ 1 ટ્રિલિયન ડોલરે પહોંચી છે એ પણ મહત્ત્વની વાત છે.

ફોર્બ્સ 2026ની 100 અમીર ભારતીયની લિસ્ટમમાં ગૌતમ અદાણી અને પરિવાર પહેલા ક્રમે છે. પરિવારની કૂલ સંપત્તિ 112.7 અબજ ડોલરે રહી છે, જ્યારે એક જ વર્ષમમાં અદાણી પરિવારની કૂલ સંપત્તિમાં પણ 20.7 અબજ ડોલરનો વધારો થયો છે. આ સંપત્તિ 2022ના લગભગ 150 અબજ ડોલરના સ્તરે રહી છે. અદાણી ગ્રુપ હજુ પણ વિવિધ સેક્ટરમાં રોકાણ કરવાની યોજના ધરાવી રહ્યું છે, જેમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં લગભગ 100 અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બીજા ક્રમે મૂકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બીજા ક્રમે રહ્યા છે, જેમની કૂલ નેટવર્થ 86.3 અબજ ડોલર છે, જે અગાઉની સમીક્ષા 81.7 અબજ ડોલરથી ઓછી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ દબાણ આવવાની સાથે અંબાણી ટેલિકોમ કંપની પણ જિયો પ્લેટફોર્મનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આ આઈપીઓનું કદ પણ 3.8 અબજ ડોલરનું છે, જે કદાચ સૌથી મોટો પબ્લિક ઈશ્યુ બની શકે છે.

ઓપી જિંદાલ ગ્રુપની સાવિત્રી જિંદાલ 39.8 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે અને ભારતની સૌથી અમીર મહિલાનું સ્થાન ધરાવે છે. એના પછી સ્ટીલ જાયન્ટ લક્ષ્મી મિત્તલનો નંબર આવે છે. તેમની કૂલ સંપત્તિ 74 ટકા વધીને 34.7 અબજ ડોલરે પહોંચી છે. પાંચમા ક્રમે સુનીલ મિત્તલનો પરિવાર આવે છે, જેની કૂલ સંપત્તિ 32.9 અબજ ડોલરની ગણતરી કરવામાં આવી છે. ધનવાન ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ઘટાડો થવા માટે વૈશ્વિક માહોલ પણ જવાબદાર છે, જ્યારે એઆઈની એન્ટ્રી પણ કારણભૂત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!