ચોમાસામાં અસ્થમાના દર્દીઓ માટે બેસ્ટ હેલ્થ ટિપ્સ: આટલું કરશો તો રાહત
ચોમાસામાં ગરમીમાંથી રાહત તો મળી જાય છે, પરંતુ ભેજ અને ઠંડકને કારણે ઘણી બીમારીનું પ્રમાણ વધે છે. ખાસ કરીને અસ્થમાના દર્દીઓ માટે આ મોસમ નવી બીમારી લઈને આવે છે. આ મોસમમાં ભેજ, ફંગસ અને વાયરલ સંક્રમણને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી કરે છે. આ સંજોગોમાં અસ્થમાના દર્દીઓને ખાસ સાવધાની રાખવાનું જરુરી રહે છે. જાણીતા ડોક્ટરની સલાહ ખાસ કરીને ફાયદો કરાવી શકે છે.
ચોમાસાની સિઝનમાં ખાસ કરીને શક્ય હોય તો ઘરે જ રહેવાનું રાખો. વરસાદ અને ચક્રવાત યા તોફાનમાં બીમારીમાં વધારો થઈ શકે છે, તેથી બહાર નીકળવાનું ટાળો. જો ઠંડી હવા અથવા તમારા ચહેરા પર આવતી હોય તો ઢાંકવાનું રાખો, જેનાથી મુશ્કેલી થશે નહીં.
બહાર જવાનું થાય તો માસ્ક પહેરવાનું ખાસ રાખો. બહારના વિસ્તારમાં ખાસ ધૂળ સહિત અન્ય કિટાણુઓ પણ સીધા સંપર્કમાં આવે તો મુશ્કેલી નોતરી શકે છે. ચોમાસામાં ડસ્ટ સહિત અન્ય વાઈરસના સંસર્ગમાં આવવાથી અસ્થમા વકરી શકે છે.
ઘરમાં ફુગ અથવા એલર્જી ઊભી કરનારી વસ્તુઓથી ખાસ બચો. ખાવાપીવામાં પણ ધ્યાન રાખો. ઘરની સાફસફાઈ પણ કરવાનું રાખો. દીવાલ, દરવાજો, ઘરના બારી-બારણાને પણ ચેક કરતા રહો. તેના પર રહેનારી ડસ્ટ અને ફંગસને પણ ખાસ સાફ કરવાનું રાખો, જે તમારા સંપર્કમાં તરત આવી શકે છે.
ડીહ્યુમિડિફાયરનો ઉપયોગ કરવાનું રાખો, જે ઘરમાં રહેનારા ભેજ અને પ્રદૂષિત વસ્તુઓને દૂર કરી શકે છે. ઘરમાં છોડ-પાન પણ વાવશો નહીં, જ્યારે ઘરમાં ઠંડી વસ્તુઓ ખાવાનું પણ ટાળો. કોલડિન્કસ અને આઈસક્રીમ ખાવાનું પણ ટાળો. ચોમાસાના દિવસોમાં ખાસ કરીને હેલ્દી ખાવાપીવાનું રાખો. બીમારીથી બચવા માટે ખાસ કરીને સંતુલિત અને પૌષ્ટિક ખાવાનું રાખવું જોઈએ, જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
. બહાર જવાનું ટાળો: વરસાદ, વાવાઝોડું કે ઠંડા પવનમાં બહાર નીકળવાનું ટાળો. જો બહાર જવું અનિવાર્ય હોય, તો ચહેરો ઢાંકીને અથવા માસ્ક પહેરીને જ નીકળો જેથી ડસ્ટ અને વાયરસથી બચી શકાય.
. ઘરની અંદરની સ્વચ્છતા: ઘરમાં ભેજ (Moisture) અને ફુગ (Fungus) ન વળે તેનું ધ્યાન રાખો. દીવાલો, બારી અને બારણાં નિયમિત સાફ કરો.
