September 28, 2026
ટેકનોલોજીલાઈફ સ્ટાઈલ

રાત્રે ફોનમાં DND નહીં, આ સેટિંગ ઓન કરો! ઊંઘ બગડશે નહીં અને બેટરી પણ બચશે

Spread the love

આજના સમયમાં સ્માર્ટફોન આપણી લાઈફસ્ટાઈલનું એક અભિન્ન અંગ બની ગયો છે. મોટા ભાગના લોકો રાત્રે સૂતી વખતે પણ ફોનને ઓશિકા પાસે કે બેડસાઇડ ટેબલ પર રાખતા હોય છે. રાત્રે વારંવાર વાગતી રિંગટોન કે સતત આવતા સોશિયલ મીડિયા નોટિફિકેશન ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ સમસ્યાથી બચવા માટે ઘણા યુઝર્સ ફોનમાં Do Not Disturb (DND) મોડ એક્ટિવેટ કરતા હોય છે.

જોકે, ટેક નિષ્ણાતોના મતે જો તમારે રાત્રે શાંત અને ગાઢ ઊંઘ મેળવવી હોય તેમજ ફોનથી સંપૂર્ણ અંતર જાળવવું હોય, તો ડીએનડી કરતાં પણ એરપ્લેન મોડ (Airplane Mode) વધુ અસરકારક સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ આખરે કઈ રીતે એરપ્લેન મોડ તમને એક બેટલ ક્વોલિટીની અને ડિસ્ટર્બન્સ વિનાની ઉંઘ આપવામાં મદદરૂપ સાબિત થાય છે.

ડીએનડી અને Airplane Mode વચ્ચે શું છે મોટો તફાવત?
ડુ નોટ ડિસ્ટર્બ (ડીએનડી) આ ફીચર મુખ્યત્વે આવતા કોલ, મેસેજ અને એલર્ટ્સને સાઇલેન્ટ કરે છે. તેમાં યુઝર કસ્ટમ સેટિંગ્સ કરી શકે છે કે કયા ખાસ કોન્ટેક્ટ્સ કે એપ્સના નોટિફિકેશન આવવા દેવા. પરંતુ ડીએનડી મોડમાં ફોન મોબાઈલ નેટવર્ક કે ઈન્ટરનેટથી અલગ થતો નથી. જો કોઈ વ્યક્તિ વારંવાર (Repeated Calls) કોલ કરે, તો રિંગ વાગી શકે છે.

એરોપ્લેન મોડ ઓન કરતાં જ ફોનનું સેલ્યુલર નેટવર્ક સંપૂર્ણ બંધ થઈ જાય છે. ફોન ટાવર સાથે કનેક્ટ રહેતો નથી, જેથી કોઈપણ પ્રકારના કોલ, SMS કે સેલ્યુલર ડેટા એલર્ટ્સ સંપૂર્ણપણે અટકી જાય છે. જરૂર પડ્યે Wi-Fi અને Bluetooth પણ બંધ કરીને 100 ટકા ડિજિટલ બ્રેક લઈ શકાય છે.

વાત કરીએ એરપ્લેન મોડના 3 સૌથી મોટા ફાયદાની તો નબળા નેટવર્કવાળા વિસ્તારમાં સ્માર્ટફોન આખી રાત નેટવર્ક સિગ્નલ શોધવામાં વધુ પાવર વાપરે છે, જેનાથી બેટરી ઝડપથી ડ્રેઇન થાય છે. એરપ્લેન મોડ ઓન રાખવાથી નેટવર્ક સર્ચિંગ બંધ થઈ જાય છે અને સવાર સુધી બેટરી સેવ પણ થાય છે.

ઊંઘ ન આવતી હોય ત્યારે અડધી રાત્રે રીલ્સ કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાની લતથી છૂટકારો મેળવવા માટે એરપ્લેન મોડ ઉત્તમ સાધન છે. નેટવર્ક બંધ હોવાથી વારંવાર સ્ક્રીન ચેક કરવાનું મન થતું નથી. ઘણા લોકોને એવી ગેરસમજ હોય છે કે એરપ્લેન મોડ ઓન કરવાથી મોર્નિંગ અલાર્મ બંધ થઈ જશે. પરંતુ અલાર્મ સિસ્ટમ લોકલ ક્લોક પર કામ કરે છે, જેથી નેટવર્ક બંધ હોવા છતાં નિર્ધારિત સમયે જ અલાર્મ વાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!