April 16, 2026
અજબ ગજબ

Wildlife: એક દિવસના ગેંડાના બચ્ચાનો ક્યૂટ વીડિયો વાયરલ

Spread the love


નવજાત ગેંડાની માસૂમિયત જોઈ સોશિયલ મીડિયા પર લોકો આફરીન પોકારી ગયા

સોશિયલ મીડિયા પર એક વાઈલ્ડ લાઈફ સંબંધિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દિવસના ગેંડાના બચ્ચાની ઝલક જોવા મળે છે. આ વીડિયો વન વિભાગના પરવીન કાસ્વા નામના અધિકારી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ પણ કર્યો છે. ઈન્ટરનેટ પર વીડિયો જોઈને લોકોએ ગેંડાના બચ્ચા અંગે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું.

વીડિયો શેર કરતા અધિકારીએ લખ્યું છે કે તમે ક્યારેય એક દિવસના ગેંડાના બચ્ચાને જોયું હશે નહીં. જુઓ અમારા નેશનલ પાર્કમાં દરેક ગેંડાનું મોનિટર કરવામાં આવે છે. વીડિયો પોસ્ટ કર્યા પછી નવજાત ગેંડાના બચ્ચાની માસુમિયત જોવા મળે છે, જે શાંત દુનિયાને જોતું જોવા મળ્યું હતું. વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે.


સોશિયલ મીડિયા પર યૂઝરે પણ લખ્યું હતું કે દુલર્ભ દૃશ્ય તો અન્ય એક યૂઝરે લખ્યું હતું કે હૃદયસ્પર્શી નજારો. અનેક લોકોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. બીજાએ લખ્યું હતું કે આ પ્રકારની મજબૂત મોનિટરિંગ કરવાથી વન્ય જીવોના સાચી રીતે રક્ષણ થઈ શકે છે તો અમુક લોકોએ સુરક્ષા મુદ્દે પણ સવાલ ઊઠાવ્યા હતા. એક યૂઝરે લખ્યું હતું કે આટલા નાના બચ્ચાની સામે જવાનું સુરક્ષિત છે, કારણ કે માતા પણ પોતાના બચ્ચાની સુરક્ષા માટે હુમલો પણ કરી શકે છે, પરંતુ એના અંગે અધિકારીએ પણ જવાબ આપ્યો હતો કે બચ્ચાની નજીક જવાનું બિલકુલ સુરક્ષિત છે. આ શૂટિંગ પણ હાથી પર બેસીને પેટ્રોલિંગ વખતે શૂટ કરવામાં આવ્યું હતું.

ગેંડા સામાન્ય રીતે સ્વભાવમાં શાંત માનવામાં આવે છે, પરંતુ જોખમ ઊભું થતા આક્રમક બની શકે છે. ખાસ કરીને બચ્ચાની આસપાસ હોય તો સુરક્ષાત્મક વ્યવહાર પોતાની જાતને વધુ સુરક્ષિત માને છે. વાયરલ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં વન્યજીવોની સુરક્ષાને લઈ ચર્ચાનું કારણ પણ બન્યો છે. અહીં એ જણાવવાનું કે ભારતમાં એક શિંગડાવાળા ગેંડાનું સફળતાપૂર્વક સંરક્ષણ કરવામાં આવ્યું છે. આ જ કારણથી દુનિયાના 80 ટકા એક શિંગડાવાળા ગેંડા ભારતમાં જોવા મળે છે, તેમાંય આસામ વન વિભાગે શિકાર અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!