November 3, 2026
મનોરંજન

આશા ભોસલેની એક ભલામણે બદલી નાખ્યું પદ્મિની કોલ્હાપુરેનું નસીબ? જાણો દેવ આનંદ સાથેનો કિસ્સો

Spread the love

બાળ ગાયિકાથી બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી બનવા સુધીની પદ્મિની કોલ્હાપુરેની અજાણી અને રસપ્રદ સફર

બહેન સાથે ફિલ્મોમાં કોરસ ગીત ગાવાની શરુઆત કરી અને પછી હિન્દી સિનેમામાં જાણીતી અભિનેત્રી તરીકે નામ કમાવ્યું. દિગ્ગજ ગાયિકા આશા ભોસલેની એક ભલામણે પદ્મિની કોલ્હાપુર માટે બોલીવુડના દરવાજા ખોલી નાખ્યા હતા. પહેલી નવેમ્બરના જન્મદિવસ નિમિત્તે ખાસ વાત કરીએ. પદ્મિનીની ફિલ્મોની શરુઆત દેવ આનંદની ફિલ્મથી શરુ થઈ હતી અને એમની કારકિર્દી અને પંદર વર્ષની ઉંમરમાં પણ અનેક એવોર્ડ પોતાના નામે કર્યાં હતા. હિન્દી સિનેમામાં એવા અનેક કલાકાર છે, જેમણે બાળપણથી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું અને નામ પણ કમાવ્યું હતું, જેમાં પદ્મિની કોલ્હાપુરનું નામ પણ સુપેરે લેવામાં આવે છે.

પદ્મિની કોલ્હાપુરે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે શરુ કરી હતી, ત્યાર પછી ફિલ્મોમાં કામ કર્યું હતું. પદ્મિની કોલ્હાપુરે સત્યમ શિવમ સુંદરમ, ઈન્સાફ કા તરાજુ અને પ્રેમ રોગ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને આજે પણ લોકો યાદ કરે છે. તેમની પહેલી ફિલ્મ મળવા માટે પણ એક કિસ્સો જાણીતો છે, જેમાં દિગ્ગજ ગાયિકા આશા ભોસલેની મહત્ત્વની ભૂમિકા છે.

પદ્મિની કોલ્હાપુરનો જન્મ પહેલી નવેમ્બર 1965માં મુંબઈમાં થયો હતા અને પિતા પંડિત પંઢરીનાથ કોલ્હાપુરે શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા હતા, જ્યારે માતા અનુપમા એરલાઈનમાં કામ કરતા હતા. કોલ્હાપુરનો પરિવાર સંગીત અને કલા સાથે જોડાયેલો હતો, જેમાં અનેક ફિલ્મોમાં પણ સંગીત સાથે કનેક્શન પણ જોવા મળ્યું હતું. બહેન શિવાંગી કોલ્હાપુરે પણ સંગીતમાં પ્રવીણ હતા. શિવાંગીના લગ્ન અભિનેતા શક્તિ કપૂર સાથે થયા હતા, જ્યારે દીકરી શ્રદ્ધા કપૂર પણ આજે અભિનેત્રી છે. પદ્મિની કોલ્હાપુરનો સંબંધ પણ કપૂર પરિવાર સાથે વર્ષો જૂનો રહ્યો હતો.

પદ્મિનીને નાનપણથી જ ગીતો ગાવાનો અને ડાન્સ કરવાનો શોખ હતો. તેમણે માત્ર સાત વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તે પોતાની બહેન શિવાંગી સાથે ફિલ્મોના ગીતોમાં કોરસ ગ ગાતી હતી. ‘યાદોં કી બારાત’, ‘કિતાબ’ અને ‘દુશ્મન દોસ્ત’ જેવી ફિલ્મોના ગીતોમાં તેમનો અવાજ સામેલ રહ્યો છે. આ દરમિયાન તેમની મુલાકાત દિગ્ગજ ગાયિકા આશા ભોસલે સાથે થઈ, જે સંબંધમાં તેમના ફોઈ થતાં હતાં. પદ્મિનીના પિતા પંઢરીનાથ, આશા ભોસલે અને લતા મંગેશકરના ફર્સ્ટ કઝિન હતા. પદ્મિની તેમને પ્રેમથી ‘આશા આત્યા’ કહેતી હતી.

પદ્મિનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આશા ભોસલેએ જ તેમની મુલાકાત અભિનેતા દેવ આનંદ સાથે કરાવી હતી. આશા ભોસલેએ દેવ આનંદને કહ્યું હતું કે જો તેમની પાસે પદ્મિની માટે કોઈ કામ હોય તો તેમને તક આપે. આ મુલાકાત પછી દેવ આનંદે તેમને પોતાની ફિલ્મ ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’માં કામ આપ્યું. આ રીતે પદ્મિનીને તેમની પહેલી ફિલ્મ મળી. તે સમયે તે ખૂબ નાની હતી અને તેમને એ વાતનો અંદાજ પણ નહોતો કે આગળ ચાલીને તે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી બનશે.

ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકેની શરૂઆત
આ પછી પદ્મિનીએ ‘ઝિંદગી’, ‘ડ્રીમ ગર્લ’ અને ‘સત્યમ શિવમ સુંદરમ’ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં તેમણે નાની રૂપાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મથી તેમને ઘણી ઓળખ મળી. રાજ કપૂરે પાછળથી તેમને ફિલ્મ ‘પ્રેમ રોગ’માં મુખ્ય ભૂમિકા પણ આપી. આ ફિલ્મમાં તેમની સાથે કપૂર નજરે આવ્યા હતા. ફિલ્મમાં પદ્મિનીએ મનોરમા નામની એક વિધવા મહિલાનું પાત્ર ભજવ્યું હતું, જેને સમાજના ભેદભાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!