મિડલ ક્લાસનું સપનું ચકનાચૂરઃ અમેરિકાની સ્પિરિટ એરલાઈન્સ બંધ, દુનિયા પર સંકટ?
Sunday Special: ૩૪ વર્ષ જૂની એરલાઈન્સે ઓપરેશન બંધ કરવાની જાહેરાતથી લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં
ઈરાન સામે ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત મળીને હુમલા કરીને તહસનહસ કરી નાખ્યું છે. યુદ્ધ રોકાવવાનું નામ લેતું નથી, જેનાથી અસરગ્રસ્ત રાષ્ટ્રોને મુશ્કેલી વધી રહી છે, પરંતુ અમેરિકા પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકટમાં મૂકાઈ રહ્યું છે. અમેરિકાની અલ્ટ્રા-લો કોસ્ટ એરલાઈન્સ સ્પિરિટ એરલાઈનએ 34 વર્ષ પછી પોતાના ઓપરેશનને તાત્કાલિક ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ પોતાની તમામ ફ્લાઈટ્સ રદ કરવાની સાથે કસ્ટમર સર્વિસ પણ બંધ કરી છે. પ્રવાસીઓને રિફંડ આપવામાં આવશે, પરંતુ વૈકલ્પિક યાત્રાની કોઈ વ્યવસ્થા નહીં કરાય એમ જણાવ્યું છે. અમેરિકાની સૌથી પહેલી એરલાઈનનો ભોગ લેવાયો છે, પરંતુ ભારતમાં પણ એવિયેશન ઈન્ડસ્ટ્રીએ અગાઉથી મદદ માટે ભલામણ કરી છે, જે અમેરિકા ભારત જ નહીં, સમગ્ર દુનિયાની ઈન્ડસ્ટ્રી પર જોખમ વધ્યું છે.
17,000 કર્મચારી પર અસર
સ્પિરિટ એરલાઈન્સે ટ્રમ્પ સરકારને પણ સરકારી સહાયતાની મદદની માગણી કરી હતી. વધતા ઇંધણના ભાવ અને યુદ્ધની અસરથી કંપનીએ પહેલાથી નાણાકીય સંકટમાં આવવાની સાથે દેવાદાર બની હોવાનું જણાવ્યું છે. સરકારને મદદ કરવાની જાહેરાત પછી કંપનીના 17,000 કર્મચારીની નોકરી પર અસર પડી શકે છે, પણ આ કંપનીની જાહેરાતથી સૌથી મોટા સંકેત મળ્યા છે કે એવિયેશન સેક્ટર ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે એ સ્પષ્ટ છે.
500 મિલિયન ડોલરની મદદનો પ્રસ્તાવ ફોક
કંપનીએ જાહેરાત ક્યું છે કે શનિવારથી પોતાના તમામ કામકાજ બંધ કરવામાં આવ્યા છે. નાણાકીય ભંડોળની અછત, ફ્યુઅલ કોસ્ટમાં વધારાની સાથે સરકાર સાથે મંત્રણા નિષ્ફળ ગયા પછી કંપનીએ પોતાની તમામ ફ્લાઈટ્સ રદ કરી હતી. દેવાદાર બનવામાંથી કંપનીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી પ્રશાસન અને લોન આપનારા (Bondholders) વચ્ચે કંપનીને બચાવવા સંમત થયા હતા. સરકારે સ્પિરિટ એરલાઈનને બચાવવા માટે 500 મિલિયન ડોલરની લોન આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ શરત એ હતી કે સરકાર એરલાઈનમાં મોટો હિસ્સો લેશે.
રોજના 60,000 પ્રવાસી પર અસર
કંપનીની જાહેરાતની સૌથી મોટી અસર યાત્રીઓ પર પડી છે. મે મહિનામાં કંપનીએ લગભગ 9,000 ફ્લાઈટ્સ શેડ્યૂલ હતી, જેમાં લગભગ 18 લાખ સીટ બુક કરી હતી. કંપનીમાં રોજના 60,000 પ્રવાસી પર અસર થઈ રહી છે. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે એ બીજી કોઈ કંપનીમાં રિબુકિંગ કરવામાં મદદ કરશે નહીં પણ રિફંડ આપશે, પરંતુ કંપનીની જાહેરાતને કારણે હવે જે લોકો મુસાફરીમાં છે તેમને અચાનક ફ્લાઈટ રદ થવાથી લાસ્ટ મિનિટમાં ટિકિટ મોંઘી ખરીદવી પડશે.
ઈરાન યુદ્ધની આગ અમેરિકા પહોંચી
સ્પિરિટ એરલાઈન્સ બંધ થવાની અમેરિકન એરલાઈન્સ માટે ઈતિહાસની સૌથી મોટી ઘટના છે. છેલ્લા 34 વર્ષમાં આ એરલાઈન્સે નો-ફ્રિલ્સ (બિનજરુરી સુવિધાઓ) મોડલને ઘરે ઘરે પહોંચાડી હતી અને મિડલ ક્લાસ પણ સસ્તામાં હવાઈ સફર કરી શકે એ વાતને પુરવાર કરી હતી. હાલમાં અમેરિકન સરકારે એરલાઈનને બચાવવા માટે હાથ ઊંચા કરી નાખ્યા છે, પરંતુ ઈરાન-યુદ્ધની આગે દુનિયાને આગમાં હોમ્યું છે, પરંતુ અમેરિકાને પણ.
