જિમ અને ડાયેટ વગર પણ 55 વર્ષે કેમ એકદમ ફિટ છે ઈલોન મસ્ક? જાણી લો ફિટનેસ સિક્રેટ!
૫૫ વર્ષની વયે પણ ઈલોન મસ્ક ફિટ એન્ડ ફાઈન કેવી રીતે રહે છે? જાણો તેમની અનોખી લાઈફસ્ટાઈલ, ખાણીપીણીની આદતો અને ફિટનેસનું રહસ્ય
અમેરિકાના ઉદ્યોગપતિ ઈલોન મસ્કને કોઈ ઓળખ આપવાની જરુરિયાત નથી. દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિ છે, જ્યારે સ્પેસથી લઈને ટેક્નોલોજી ક્ષેત્રે એક પછી એક નવા સાહસોને કારણે ચર્ચામાં રહે છે. ઈલોન મસ્ક આધેડ વયે પહોંચ્યા છે એટલે પંચાવન વર્ષે પણ એકદમ યંગ અને ફીટ જોવા મળે છે, પરંતુ એના માટે તેમનું રુટિન શું છે એ પણ જાણવાની જરુરિયાત છે. વધુ મહેનત કરતા નથી અને પરસેવો પાડવામાં પણ માનતા નથી એટલું જ નહીં, પ્રોપર ડાયેટનું પણ પાલન કરતા નથી, તેથી તમે પણ જાણી લો સાજા સરખા રહેવા માટે શું કરવું જોઈએ.
જિમ જવાનું પસંદ નથી
ઈલોન મસ્ક માટે કહેવાય છે કે જિમ જવાનું પસંદ નથી. કાર્ડિયો કરવાનું પણ પસંદ નથી, પરંતુ પોતાને ફિટ રાખવા માટે ક્યારેક ક્યારેક વેઈટલિફ્ટિંગ કરે છે. ફક્ત જિમ કરવાનું જ પસંદ નથી, પણ ક્યારેક ટ્રેડમિલ પર રનિંગ કરીને ટીવી જોવાનું પસંદ કરે છે. વ્યક્તિગત રીતે મસ્કને ફાઈટિંગ સ્પોર્ટ્સ જોવાનું પસંદ છે, જેમાં કરાટે, જુડો અને બ્રાઝિલિયન જિઉ-જીત્સુની ટ્રેનિંગ પણ લીધી છે.
ખાણીપીણી માટે કોઈ નિયમ નહીં
ઈલોન મસ્કને ખાવાપીવામાં પણ એકદમ સિમ્પલ છે, જ્યારે કોઈ પણ પ્રકારના ડાયેટને ફોલો કરતા નથી. થોડા વર્ષો પહેલા વજન ઘટાડવા માટે ઈન્ટરમિટેટ ફાસ્ટિંગનો આશરો લીધો હતો, પરંતુ એના પછી એ છોડી દીધું હતું. ખાણીપીણીમાં ખાસ શાકભાજી, ફૂટ્સ, ડ્રાયફ્રૂટસ ખાવાનું પસંદ કરે છે. એના સિવાય સલાડ પણ ખૂબ ખાય છે, જ્યારે સૂપ પીવાનું પસંદ કરે છે. ચોંકવનારી વાત એ છે કે ડોનટ્સ નાસ્તામાં વિશેષ ખાય છે. એના સિવાય ઈન્ડિયન બટર ચિકન અને નાન પણ પસંદ છે.
ત્રણ આદત પર વિશેષ આપે છે ધ્યાન
ઈલોન મસ્ક જિમ જતા નથી, પરંતુ એના અમુક સ્ટેપ્સનું પાલન કરે છે. દિવસભર હરતાફરતા રહે છે અને સમય મળે તો ટ્રેડમિલ પર દોડે છે. વોક કરવાનું પણ પસંદ કરે છે. નાસ્તામાં ડોનટ્સ અને બ્લેક કોફી વિશેષ પીએ છે, જ્યારે સલાડ-સૂપ પણ વિશેષ પીએ છે, જે શરીરને વધુ બેલેન્સ રાખે છે. રાતના છ કલાક સૂએ છે, જે એક વાગ્યે સૂઈને છ વાગ્યે જાગી જાય છે. માઈન્ડને એક્ટિવ રાખવા માટે ફક્ત છ કલાકની ઊંઘ પર્યાપ્ત છે, પરંતુ ડોક્ટરનું માનવું છે કે સાતથી આઠ કલાક ઊંઘ લેવાની સલાહ આપે છે. ઈલોન મસ્કનું રુટિન આપણે ફોલો કરી શકીએ નહીં, પરંતુ સ્વસ્થ રહેવા માટે એટ લિસ્ટ લિમિટેડ એક્સરસાઈઝ અને ખાણીપીણીમાં ધ્યાન રાખવું જોઈએ.
