November 5, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

અમેરિકામાં ટ્રમ્પને ઝટકો: ‘હબીબી’ અને ‘બ્લુ વેવ’ કેમ બની ગયા ગૂગલ પર ટ્રેન્ડ?

Spread the love

રિપબ્લિકન પાર્ટીએ બંને ગૃહોમાં બહુમતી ગુમાવવાના કારણે હવે ટ્રમ્પના એકચક્રી શાસન પર બ્રેક વાગી

અમેરિકામાં 2026 મધ્યવર્તી ચૂંટણીના પરિણામોએ ડોનાલ્ડ ટ્રમ્પની સેનાને જવાબ આપ્યો છે. એકચક્રી શાસન અને નિર્ણયો લેવાને કારણે નીતિ-નિર્ધારકોની સાથે પ્રજા પણ પરેશાન હતી અને એનો જવાબ ચૂંટણીમાં મળ્યો છે. એકચક્રી શાસન કરવાની ટ્રમ્પની મુરાદ પર બ્રેક વાગી છે અને પરિણામમાં રિપબ્લિકનની સામે ડેમોક્રેટ્સની બંને ગૃહોમાં જીત થઈ છે. હાલમાં રાષ્ટ્રપતિ હજુ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ રહેશે, પરંતુ હવે તેઓ પોતાની ઇચ્છા મુજબ દરેક નિર્ણય લઈ શકશે નહીં. પણ એવું કહેવાય છે કે અમેરિકામાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટને મળીને કોંગ્રેસ કહેવામાં આવે છે. અત્યાર સુધી બંને ગૃહોમાં ટ્રમ્પની પાર્ટીની બહુમતી હોવાથી તેમને કાયદા અને નીતિઓ પસાર કરાવવામાં સરળતા રહેતી હતી.

આ તો વાત થઈ ઈલેક્શનની પણ પરિણામ સાથે નવા શબ્દો ગૂગલ પર ટ્રેન્ડ થયા છે. જેમ કે હબીબી, બ્લુવેવ વગેરે શબ્દો ટોપ ટેન સર્ચમાં મોખરે રહ્યા છે, જેની વિગતે વાત કરીએ. છેલ્લા 24 કલાકમાં ગૂગલ ટ્રેન્ડના આંકડા અનુસાર અલાસ્કા સેનેટ રેસ અમેરિકામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો, એના પછી લોકોએ વ્હેન વોસ ધ લાસ્ટ ટાઈમ ટેક્સાસ વોઝ બ્લુ એ પણ ચેક કરવામાં આવ્યું હતું.

ચોથી નવેમ્બરના સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વર્ડમાં અલાસ્કા સેનેટ રેસ, વ્હેન વોસ ધ લાસ્ટ ટાઈમ ટેક્સાસ વોઝ બ્લુ, બ્રેન્ડન ગિલ, બ્લુ વેવ 2026, મિસિસિપી ઈલેક્શન રિઝલ્ટ, હબીબી મિનિંગ, હિનોજોસા, લોરેન બોએબર્ટ અને એઈકે વિરુદ્ધ રિયલ મેડ્રિડનો સમાવેશ થાય છે. બ્રેન્ડન ગિલ અને બ્લુ વેવને પણ 10 લાખથી વધુ લોકોએ સર્ચ કર્યું હતું. મિશિગનમાં અબ્દુલ અલ સૈયદ જીત્યા પછી વાઈસ પ્રેસિડન્ટ જેડી વાન્સે મજાકના અંદાજમાં હબીબી કહ્યું હતું ત્યાર પછી લોકોએ સર્ચ કર્યું હતું.

મૂળ વાત કરીએ અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ બંને ગૃહોમાં બહુમતી ગુમાવી છે. જાન્યુઆરી 2027થી બંને ગૃહોમાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ રહેશે. હવે ટ્રમ્પ કોઈ ખરડો રજૂ કરશે તો ડેમોક્રેટ્સ તેનો વિરોધ કરીને તેને પસાર થતો અટકાવી શકે છે. બીજી તરફ, ડેમોક્રેટ્સ પોતાનો ખરડો પસાર કરાવશે તો ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે તેના પર વીટો લગાવી શકશે. વિટોને નિષ્પ્રભ કરવા માટે કોંગ્રેસનાં બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે. અમેરિકાની સરકારના ખર્ચ અને નાણાંની ફાળવણી માટે કોંગ્રેસની મંજૂરી મહત્ત્વપૂર્ણ હોય છે. તેથી ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી, ઇઝરાયલને આર્થિક સહાય અને સૈન્ય ખર્ચ માટે ટ્રમ્પે હવે ડેમોક્રેટ્સનો સહકાર મેળવવો પડશે.

ડેમોક્રેટ્સ ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી માટે વધારાનું ભંડોળ રોકવાનો પ્રયાસ કરી શકે છે. સાથે જ સરકાર પાસે જવાબ માગી શકે છે અને ટ્રમ્પની યુદ્ધની નીતિ સામે તપાસ પણ શરૂ કરી શકે છે. જોકે, ડેમોક્રેટ્સની જીતથી ટ્રમ્પની તમામ સત્તાઓ છીનવાઈ ગઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે હજુ પણ સૈન્યને આદેશ આપવાની સત્તા રહેશે. ટ્રમ્પ જાન્યુઆરી 2029 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહેશે. તેમની રાષ્ટ્રપતિની ખુરશી યથાવત રહેશે, પરંતુ હવે મોટા નિર્ણયો લેતી વખતે વિરોધનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!