May 2, 2026
બિઝનેસ

ઐતિહાસિક સપાટીથી ભાવમાં 22 ટકાનો ઘટાડો: અત્યારે સોનું ખરીદવું ફાયદાકારક છે?

Spread the love

સોના માટે કહેવાય છે કે જ્યારે પણ દુનિયામાં યુદ્ધ થાય છે ત્યારે પીળી ધાતુના ભાવ વધી જાય છે, પરંતુ વર્તમાન યુદ્ધના સમયગાળામાં ઊંધી થઈ ગઈ છે. આ યુદ્ધ દરમિયાન સોનાના ભાવની ચમક વધી નહીં, જ્યારે રોકાણકારો પણ ચિંતામાં રહ્યા છે. ગયા વર્ષના અંત અથવા શરુઆતમાં સોનાની ખરીદી કરી હતી તે અત્યારે પસ્તાય છે, કારણ કે ઊંચા મથાળેથી ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. આ સંજોગોમાં રેગ્યુલર રોકાણકારો પણ ચિંતામાં છે કે હવે શું નવું સોનું ખરીદવું કે નહીં.

કોમોડિટી એક્સચેન્જ પર પણ સોનાના 10 ગ્રામના ભાવ 1,51,363 રહ્યા હતા. એક મહિનામાં સોનાના ભાવ 1,50,761 હતા. એક મહિનામાં સોનાના ભાવ 10 ગ્રામમાં માંડ 600 રુપિયાની તેજી જોવા મળી, જે અડધો ટકો પણ નથી. બીજી બાજુ આ વર્ષે જાન્યુઆરીના અંતમાં સોનાની કિંમત ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી. સોનાના ભાવ વધીને 1.94 લાખ રુપિાએ પહોંચ્યા હતા. એટલે ઐતિહાસિક ભાવની ઊંચી સપાટીથી સોનાના ભાવમાં 22 ટકા નીચે છે, જ્યારે નવા રોકાણકારોને કોઈ ફાયદો થયો નથી.

યુદ્ધમાં સોનાના રોકાણમાં ફાયદો મળે એવું તારણ આ વખતે ખોટું પડ્યું છે, જ્યારે એના માટે નિષ્ણતો કહે છે કે અમેરિકન ડોલર મજબૂત રહ્યો છે, તેથી સોનાના ભાવની ચમક ઝાંખી પડી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ પણ વ્યાજદરમાં લાંબા સમય સુધી ઊંચા રાખવાની આશા સાથે 2025માં સોનાના ભાવે 75 ટકા રિટર્ન આપ્યું છે, જેમાં રોકાણકારોએ મોટા પાયે નફો રળી લીધો છે.

ગયા વર્ષે બજારમાં દેવું કરીને પણ રોકાણ કરવાનું પ્રમાણ ઘટ્યું છે. જ્યારે મોંઘવારીને કારણે નાણાકીય સ્થિતિ તંગ છે, જ્યારે વ્યાજદરમાં પણ વધારો થવાની અપેક્ષા હોય ત્યારે સોનાનું પ્રદર્શન સામાન્ય રીતે નબળું રહે છે, કારણ કે માર્કેટમાં રોકડ ઘટી જાય છે. ટૂંકા ગાળાના દબાણ હોવા છતાં દુનિયાભરની કેન્દ્રીય બેંકો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા સોનું ખરીદે છે.

સોનાનું ભવિષ્ય મોંઘવારી અને ફેડરલ રિઝર્વની નાણાકીય પોલિસી પર નિર્ભર છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર જો મોંઘવારી વધી અને વ્યાજદર વધ્યા તો ટૂંકા ગાળા માટે સોનાના ભાવ નેગેટિવ રહી શકે છે. જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કોઈ બદલાવ કરશે નહીં તો આ સંજોગોમાં સોનાના ભાવમાં વધારો થશે નહીં. રોકાણકારો સોનાના નીચા ભાવથી ખરીદી કરી શકે છે, પરંતુ રોકાણ કરી શકો નહીં. છથી 12 મહિનામાં સોનાના ભાવ સકારાત્મક ટોન રહી શકે, જ્યારે વૈશ્વિક પરિબળોને કારણે રોકાણકારોને સારું રિટર્ન મળવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!