May 2, 2026
નેશનલ

એક-બે નહીં 1,000 કાર ચોરી કનારી ગેંગનો પર્દાફાશ, જાણો મામલો?

Spread the love


દેશમાં ચોરી-લૂંટફાટના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જે પરંતુ રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ચોરીનો કિસ્સો જાણવા મળ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ઈન્ટરનેશનલ ગેંગનો પર્દાફાશ કર્યો, જે વાહન ચોરી કરનારી ગેંગનો અલભ્ય કિસ્સો બન્યો છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ કારની ચોરીની કરીને વેચવાનો કિસ્સો જાણવા મળ્યો છે. સિન્ડિકેટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સાથે સરકારી સિસ્ટમની ખામીનો જોરદાર દુરુપયોગ કર્યો હતો, જે કોર્પોરેટ સ્ટાઈલમાં ચોરી કરનારી સિન્ડિકેટ હતી.

ચોરી કરવાની શરુઆત પાંચમી ઓગસ્ટ 2025માં પીતમપુરાથી એક ક્રેટા કારની ચોરી કરી હતી, જ્યારે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ટરસ્ટેટ સેલે કારચોરીનું પગેરું શોધ્યું હતું, જ્યારે તેનું નેટવર્ક દિલ્હી, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સુધી ફેલાયું હતું. પોલીસે માસ્ટરમાઈન્ડ સહિત 10 જણની ધરપકડ કરી છે. પોલીસે માસ્ટરમાઈન્ડ લકીની ધરપકડ કરીને સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
આ ગેંગની કાર્યપદ્ધતિ એકદમ અનોખી હતી. સૌથી પહેલાં, ઓટો લિફ્ટર્સ લક્ઝરી ગાડીઓ ચોરી કરતા હતા. આ પછી ‘ચેસિસ નંબર’ના નિષ્ણાત પ્રદીપ સિંહ જેવા લોકો ગાડીની ઓળખ બદલી નાખતા હતા. અસલી રમત આ પછી શરૂ થતી હતી. અરવિંદ શર્મા નામનો આરોપી નકલી દસ્તાવેજો અને બેંકની નકલી એનઓસી તૈયાર કરતો હતો.

આશ્ચર્યની વાત એ છે કે આ ગેંગની પહોંચ સરકારી સિસ્ટમ સુધી હતી. હિમાચલ પ્રદેશનો એક સરકારી કર્મચારી, સુભાષચંદ્ર, આ ગેંગનો મહત્વનો ભાગ હતો. તેણે VAHAN પોર્ટલનો ખોટો ઉપયોગ કરીને નકલી ઓટીપી અને લોગઈનના માધ્યમથી 350થી વધુ ગાડીઓના રજિસ્ટ્રેશન અસલીની જેમ કરી દીધા હતા, આ કારણે સામાન્ય ખરીદનારને ક્યારેય શંકા જ નહોતી થતી કે તે ચોરીની ગાડી ખરીદી રહ્યો છે.

પોલીસે આ છાપામારીમાં ફોર્ચ્યુનર, ઈનોવા, થાર, સ્કોર્પિયો અને ક્રેટા જેવી 31 મોંઘી કિંમતની કાર જપ્ત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ચોરી કરનારા આરોપીઓએ આ કારનો ઉપયોગ ડ્રગ્સની હેરફેર માટે કર્યો હતો. પોલીસને જનતાને ખાસ અપીલ કરી છે કે કસ્ટમર જ્યારે જૂની કાર ખરીદતા હોય ત્યારે જૂના દસ્તાવેજો પર વિશ્વાસ કરે નહીં. ઉપરાંત, ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર પણ બારીકાઈથી તપાસ કરવાનું પણ જરુરી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!