June 7, 2026
ટેકનોલોજીટોપ ન્યુઝ

પૃથ્વી તરફ આવી રહ્યું છે મહાવિનાશક સૌર તોફાન: નાસા એલર્ટ, આકાશમાં સર્જાશે અદ્ભુત નજારો!

Spread the love

સાવધાન! સૂર્યમાંથી નીકળ્યું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન, ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાશે

અંતરિક્ષમાં આજે સૌથી મોટી હિલચાલ જોવા મળશે. સૂર્યમાંથી સૌથી ઝડપી અને શક્તિશાળી તોફાન નીકળ્યું છે અને સૌર તોફાન ડાયરેક્ટ પૃથ્વી તરફ વળ્યું છે. આ તોફાન આજે કોઈ પણ સમય ટકરાશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ સૂર્યનો વર્ષનો સૌથી મોટો ઝડપી વિસ્ફોટ છે. આ ધમાકાની અસર અંતરિક્ષમાં ચુંબકીય ગેસનો એક વિશાળ ફુગ્ગો ઉત્પન થયો છે અને એને લઈ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પણ એલર્ટ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પૃથ્વી માટે જી3 શ્રેણીને મજબૂત ભૌગોલિક ચુંબકીય તોફાનની ચેતવણી જારી કરી છે. આ ધડાકાની સૌથી મોટી અસર આસામાનમાં જોવા મળશે. વૈજ્ઞાનિકોના અનુસાર આ તોફાનને કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તાર સહિત યુરોપ અને ઓસ્ટ્રેલિયાના આસમાનના રંગ-બેરંગી આકાશમાં અરોરા જોવા મળી શકે છે.

આ ઘટના સૂર્યના એક ખાસ ભાગમાં એક્ટિવ રિજન 4461માં શરુ થઈ છે. છઠ્ઠી જૂન, 2026ના સવારે એક ભાગમાં જોરદાર ધડાકો થયો હતો. વિજ્ઞાનની ભાષામાં એને એમ 1.8 શ્રેણીને સોલર ફ્લેયર કહે છે, જે મિડિયમ શ્રેણીનો સૌર વિસ્ફોટ છે. આ ધડાકાની સાથે સૂર્યમાંથી એક ઘટ્ટ અને ભારે ચુંબકીય ફિલામેન્ટ બહાર નીકળ્યું અને તમે આ ફિલમામેન્ટને વીજળીથી બનેલા એક તરતા પુલના માફક સમજી શકો છો. એની અંદર ઠંડી અને ઘટ્ટ ચુંબકીય ગેસ ભરેલો હોય છે.

આ ફિલામેન્ટ અત્યારે લગભગ 1,400 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આગળ વધી રહ્યું છે, જે સીધું પૃથ્વી તરફ આવી રહ્યું છે, જે જેટલો ભારે અને ઝડપી હશે અને એની અસર વધુ થશે, જે પૃથ્વીની નજીક પહોંચ્યા પછી મેગ્નેટોસ્ફિયર સાથે ટક્કર કરશે. અંતરિક્ષના વૈજ્ઞાનિકો અનુસાર આ તોફાનની અસલી અસર એક ખાસ ચુંબકીય દિશા પર નિર્ભર કરે છે.

આ અઠવાડિયે સૂર્ય સતત સક્રિય રહ્યો છે. અગાઉ 3 જૂનના રોજ, બીજા પ્રદેશ, સક્રિય પ્રદેશ 4455 માંથી થોડા નબળા તોફાનો નીકળ્યા હતા. હવે, ભય એ છે કે આ નવું સુપરફાસ્ટ તોફાન તેના માર્ગમાં આવતા જૂના તોફાનોને પાછળ છોડી દેશે. વૈજ્ઞાનિક રીતે, આને “કેનિબલ CME” કહેવામાં આવે છે, જ્યાં એક મજબૂત તોફાન તેની આગળ ધીમા તોફાનને ગળી જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે તે વધુ શક્તિથી ત્રાટકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!