June 5, 2026
ટોપ ન્યુઝમની મેનેજમેન્ટ

આરબીઆઈએ કેનેરા બેંક પર લગાવ્યો ₹ 41.8 લાખનો મોટો દંડ, જાણો શું છે કારણ

Spread the love

કેવાયસી (KYC) અને નિષ્ક્રિય ખાતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રિઝર્વ બેંકે કરી કડક કાર્યવાહી; ગ્રાહકો પર શું અસર થશે?

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ જાહેર ક્ષેત્રની કેનેરા બેંકને 41.8 લાખ રુપિયાનો દંડ લગાવ્યો છે. કેન્દ્રીય બેંકએ આ કાર્યવાહી કેવાયસી (નો યોર કસ્ટમર) અને નિષ્ક્રિય ખાતા (ઈનઓપરેટિવ એકાઉન્ટ્સ) સંબંધિત નિયમોનું પાલન નહીં કરવાને કારણે કરી છે. આરબીઆઈએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે આ દંડ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે લગાવ્યો છે.

આરબીઆઈએ માર્ચ, 2025 સુધી નાણાકીય સ્થિતિના આધારે કેનેરા બેંકનું નિરીક્ષણ (આઈએસઈ 2025) કર્યું હતું, ત્યારે બેંકે અમુક ગ્રાહકોનો કેવાયસીનો રેકોર્ડ નિર્ધારિત સમયગાળામાં કેન્દ્રીય કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (સીકેવાયસીઆર)માં અપલોડ કર્યો નહોતો. કેવાયસી પ્રક્રિયા બેન્કિંગ વ્યવસ્થાનો એક મહત્ત્વનો ભાગ છે, જેના મારફત ગ્રાહકોની ઓળખ અને નાણાકીય ગતિવિધિઓની દેખરેખ કરવામાં આવે છે, જેમાં બેદરકારીને આરબીઆઈ ગંભીરતાથી નોંધ લે છે.

નિરીક્ષણમાં આરબીઆઈએ જણાવ્યું છે કે બેંકે અમુક ખાતાને નિષ્ક્રિય જાહેર કર્યા હતા, જ્યારે એ ખાતામાં પણ ગ્રાહકો તરફથી કરેલી લેણદેણ પણ એક વર્ષથી ઓછા સમયમાં કરી હતી. આરબીઆઈના દિશાનિર્દેશોને અનુરુપ નહોતા. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની ભૂલો ગ્રાહકોને મુશ્કેલીમાં લાવી શકે અને બેન્કિંગ સેવા પર પણ અસર કરી શકે છે.

આરબીઆઈએ એની સાથે પુરાણ એસોસિયેટ્સ પ્રાઈવેટ લિમિટેડને પણ 3.1 લાખ રુપિયાનો દંડ લગાવ્યો છે. કંપની પર એસેટે્સ ક્લાસિફિકેશન સંબંધિત આરબીઆઈના નિયમોનું પાલન નહીં કરવાનો આરોપ મૂક્યો છે.

કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ દંડ ફક્ત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કર્યો છે. જેનો અર્થ એ નથી કે સંબંધિત સંસ્થાઓ અને એના ગ્રાહકોની વચ્ચે કોઈ પણ પ્રકારની લેણદેણ અથવા સમજૂતી-કરાર મુદ્દે સવાલ ઊઠાવ્યો છે. આરબીઆઈએ જણાવ્યું છે કે એનો ઉદ્દેશ બેંકો અને નાણાકીય સંસ્થાના નિયમોનું પાલન કરવાનો છે, જેથી બેંકિંગ સિસ્ટમ વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!