May 22, 2026
મુંબઈ

મુંબઈના બાંદ્રામાં 600 કરોડ 5,200 ચોરસ મીટરના પ્લોટ પર બુલડોઝર ફરવાથી શું થશે ફાયદો?

Spread the love


અતિક્રમણ, ગેરકાયદે બાંધકામોની પાંખો દિવસે દિવસે એટલી વકરી રહી છે કે સરકાર પણ એનાથી આંખ આડા કાન કરી શકતું નથી, પરંતુ વધતી સમસ્યા સરકાર માટે હવે ઉકેલ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. જાહેર સ્થળો યા સરકારી જમીન પર અતિક્રમણ કર્યા પછી સુપ્રીમ કોર્ટે પણ અનેક વખત સરકારને લોકોના ઘર-પરિવાર વિખરાય જાય એના કરતા અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે, પરંતુ સરકારની સાથે જનતા પણ જાણી ગઈ છે ગેરકાયદે કામ કર્યા પછી સહકાર નહીં મળે તો હિંસા પણ હથિયાર છે એવું જ પુનરાવર્તન દરેક રાજ્યમાં બને છે. મહારાષ્ટ્રમાં મુંબઈના બાંન્દ્રા વિસ્તારમાં રેલવેએ અતિક્રમણો પર બુલડોઝર ફેરવવાનું શરુ કર્યું છે,

બાંદ્રા પૂર્વ ગરીબનગર વિસ્તારમાં પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવેલા અતિક્રમણ હટાવો અભિયાન વખતે બુધવારે તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું, જ્યારે સાંજના સમયગાળા દરમિયાન મસ્જિદના હટાવવામાં આવી હતી એના પછી સ્થાનિક લોકો ગુસ્સામાં આવી ગયા હતા, ત્યાર પછી હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું. પોલીસ પર પથ્થરમારા અને વાસણો ફેંકવાનું શરુ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી પોલીસને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેલવેના આરપીએફ 250 જવાન, જીઆરપી, મુંબઈ પોલીસના 500 જવાનનો કાફલો પહોંચ્યો હતો, જ્યારે રેલવેના પણ લગભગ 250 કર્મચારી હાજર રહ્યા હતા, જેમાં હિંસક માહોલમાં ત્રણ પોલીસના જવાન પણ ઘાયલ થયા હતા. આ પરિસ્થિતિને કારણે દસેક લોકોની અટક પણ કરવામાં આવી હતી, જ્યારે વારંવાર લાઠીચાર્જ કરવાની પણ પોલીસને નોબત આવી હતી.

અત્યાર સુધીમાં 80 ટકા સુધી કામગીરી કરવામાં ાવી છે, જ્યારે 500થી વધુ ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા છે. જ્યારે 300થી વધુ ઘર અને અન્ય સ્ટ્રક્ચરને હટાવી દેવામાં આવ્યા છે. અભિયાન દરમિયાન મશીનની સંખ્યા પણ વધારી છે. કાર્યવાહી વખતે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થયો છે. ગેરકાયદે અતિક્રમણોને હટાવવામાં આવ્યા પછી એડિશનલ સ્ટેબલિંગ લાઈન, ઈન્ટિગ્રેટેડ રેલવે કોમ્પલેક્સ અને અન્ય વિકાસલક્ષી કાર્યો પણ ઝડપી બનાવાશે.

600 કરોડ રુપિયાના 5,200 ચોરસ મીટરના વિસ્તાર પરના બુલડોઝર ફેરવવાથી રેલવેની જમીનનો વિકાસ કરી શકાશે, જેમાં હાર્બર લાઈન અને પશ્ચિમ રેલવે માટે અલાયદી ટ્રેન વ્યવસ્થા માટે જગ્યા પણ મળી શકશે. અતિક્રમણો હટાવવા માટે સરકાર-રેલવેની પાસે અનેક પ્રોજેક્ટ છે, પરંતુ સમસ્યા લોકોના રહેઠાણ પછી રોજગારીની છે. સ્થાયી થયા પછી જે વસાહતો રોજગારી પ્રાપ્ત કરવા માટે જે દાદાગીરી, સીધી લૂંટ ચલાવવામાં આવે છે એ બાબતની કોઈ જાણતું નથી. જો આજે બાંદ્રામાં અતિક્રમણો હટાવવામાં નહીં આવે તો આવતીકાલે ત્યાંથી પસાર થનારા લોકોની સંખ્યા ઓછી થઈ જશે. રેલવે પણ દાવો કરે છે કે અહીંયાથી વધુ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો થશે, જેનો સીધો ફાયદો મુંબઈગરાઓને થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!