November 2, 2026
ટેકનોલોજી

Google Privacy Policy Update: તમારા પ્રાઈવેટ Gmail અને Photos જોઈને ગૂગલ બતાવશે જાહેરાતો, આ રીતે કરો બંધ!

Spread the love


Google Privacy Policy Update: તમારા પ્રાઈવેટ Gmail અને Photos જોઈને ગૂગલ બતાવશે જાહેરાતો! જાણો આ રીતે કરો બંધગૂગલે પોતાની વૈશ્વિક પ્રાઈવસી પોલીસીમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જે યુઝર્સની પર્સનલ ઈન્ફોર્મેશન અને જાહેરાતો (Ads) સાથે સીધો કનેક્ટેડ છે. અત્યાર સુધી ગૂગલનો સ્પષ્ટ નિયમ હતો કે તે Gmail, Google Photos કે Driveના અંગત ડેટાનો ઉપયોગ યુઝર્સને ટાર્ગેટેડ કે પર્સનલાઈઝ્ડ જાહેરાતો બતાવવા માટે કરતું નથી., પરંતુ નવી અપડેટ થયેલી પોલીસી અનુસાર, જો કોઈ યુઝર પોતાના Gmail કે Photos એકાઉન્ટને ગૂગલની નવી AI સેવાઓ જેવી કે ‘Personal Intelligence’ (સર્ચ અને જેમિની ફીચર્સ) સાથે કનેક્ટ કરે છે, તો ગૂગલ તેના સારાંશ અને તારણોના આધારે સર્ચ પરિણામો અને પર્સનલાઈઝ્ડ જાહેરાતો દર્શાવી શકશે.

પ્રાઈવસી પોલીસીમાં શું બદલાયું?
જૂનો નિયમ વિશે વાત કરીએ તો અગાઉ ગૂગલની નીતિ સ્પષ્ટ શબ્દોમાં જણાવતી હતી કે, “અમે Drive, Gmail અથવા Photos માં રહેલા તમારા કન્ટેન્ટના આધારે પર્સનલાઈઝ્ડ જાહેરાતો બતાવતા નથી. જ્યારે નવા નિયમમાં એક મહત્ત્વની શરત ઉમેરવામાં આવી છે આ શરતમાં એવું લખવામાં આવ્યું છે કે અમે Drive, Gmail અથવા Google Photosના કન્ટેન્ટના આધારે પર્સનલાઈઝ્ડ જાહેરાતો બતાવતા નથી સિવાય કે તમે આ સેવાઓનો ડેટા એવી ગૂગલ સેવાઓ સાથે શેર કરવાનું પસંદ કરો છો જે પર્સનલાઈઝ્ડ જાહેરાતોને સપોર્ટ કરે છે.” આ અપડેટથી ગૂગલે AI ટૂલ્સ અને પર્સનલાઈઝ્ડ સર્ચના બહાને ખાનગી ઈમેલ અને ફોટા આધારિત એડવર્ટાઈઝિંગ મોડલ માટેનો માર્ગ મોકળો કર્યો છે.

‘Personal Intelligence’ કેવી રીતે કામ કરે છે?
ગૂગલના સર્ચ અને AI મોડમાં યુઝર્સને વ્યક્તિગત સુવિધા આપવા માટે ‘Personal Intelligence’ ફીચર આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જો તમે કોઈ હોટેલ બુક કરાવી હોય અને તેનું કન્ફર્મેશન તમારા Gmailમાં આવ્યું હોય, તો ગૂગલ સર્ચ સીધું તમારા ઈનબોક્સમાંથી તે માહિતી વાંચીને તમને તે હોટેલ નજીકના પ્રવાસન સ્થળો કે રેસ્ટોરન્ટ્સની માહિતી અને જાહેરાતો બતાવી શકે છે. જોકે કંપનીનો દાવો છે કે તેઓ સીધેસીધા ઈમેલ વાંચીને જાહેરાતો નહીં આપે, પરંતુ તેમાંથી મળેલા સારાંશ અને અનુમાનોનો ઉપયોગ એડ પર્સનલાઇઝેશન માટે કરવામાં આવશે.

તમારા ખાનગી ડેટાને જાહેરાતોથી દૂર રાખવા શું કરવું?
. જો તમે નથી ઈચ્છતા કે ગૂગલ તમારા Gmail કે Google Photos ના ડેટાનો ઉપયોગ એડ્સ માટે કરે, તો તમે આ બે મહત્વના સેટિંગ્સ બદલી શકો છો:
Connected Content Apps ડિસ્કનેક્ટ કરો:
. તમારા ગૂગલ એકાઉન્ટમાં જાઓ > Data & privacy સેક્શન ઓપન કરો.
. Personalization settings પર ક્લિક કરો અને Connected Content Appsમાં જાઓ.
. ત્યાંથી Gmail, Google Drive અને Google Photos ને સર્ચ / AI સાથેથી ડિસ્કનેક્ટ કરી દો.

My Ad Centerમાં પર્સનલાઈઝેશન બંધ કરો: ગૂગલના My Ad Centerમાં જઈને પર્સનલાઈઝ્ડ એડ્સનો ઓપ્શન ‘Off’ કરી દો. આનાથી સમગ્ર ગૂગલ એકાઉન્ટ પર ટાર્ગેટેડ જાહેરાતો બંધ થઈ જશે.

(નોંધ: જો તમે એપ્સ ડિસ્કનેક્ટ કરો છો, તો પણ અગાઉ સેવ થયેલી સર્ચ હિસ્ટ્રી ગૂગલ એકાઉન્ટમાં રહી શકે છે, જેને My Activityમાં જઈને મેન્યુઅલી ડીલીટ કરવી હિતાવહ છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!