July 1, 2026
ટોપ ન્યુઝ

કોચિંગ ક્લાસના રુ. 58000 કરોડના બિઝનેસ પર ‘લટકતી તલવાર’:, બદલાશે પરીક્ષાની પેટર્ન!

Spread the love

દેશમાં 7 કરોડ વિદ્યાર્થીઓ પર ભણતરનું માનસિક દબાણ ઘટશે; કેન્દ્ર સરકાર કોચિંગ કલ્ચરને રેગ્યુલેટ કરવા લાવી શકે છે નવો રાષ્ટ્રીય કાયદો
inida today
દસ અથવા બારમા ધોરણ પછી નહીં, પરંતુ હવે પહેલા ધોરણથી કોચિંગ કલ્ચર ડેવલપ થઈ ગયું છે. એમાંય યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષાનું પ્રમાણ વધી રહ્યું છે, જેના સિવાય બેન્કિંગ, રેલવે, ડિફેન્સ સહિતના તમામ સેક્ટરનો પણ સમાવેશ થયો છે, જેને કારણે કોચિંગ કલ્ચર વિસ્તરી રહ્યું છે, જ્યારે લોકો કોચિંગ વિના ભણતરની પણ કલ્પના કરી શકતા નથી. એનું દબાણ વિદ્યાર્થીઓ પર આવી રહ્યું છે, જ્યારે એના ખર્ચાને કારણે માતાપિતાની મુશ્કેલીઓ વધી છે. વિદ્યાર્થીઓ પર અભ્યાસના ભારણને કારણે આત્મહત્યાના કિસ્સા પણ વધ્યા છે, જેને લઈ કેન્દ્ર સરકાર ચિંતિત છે.
વધતા કોચિંગ કલ્ચર, વિદ્યાર્થીઓ પર વધી રહેલા માનસિક દબાણ અને આત્મહત્યાના કિસ્સાને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકાર આ સેક્ટરને રેગ્યુલેટ કરવાની તૈયારીમાં છે અને એના માટે સરકાર એક રાષ્ટ્રીય કાયદો લઈને આવી શકે છે એની સાથે સખત પગલા પણ ભરી શકે છે, જેનાથી વિદ્યાર્થીઓની કોચિંગ કલ્ચર પરની નિર્ભરતા ઘટી શકે. એવું સરકાર શું કરી શકે એના અંગે વિગતે વાત કરીએ.

કોચિંગ સેન્ટરની નિર્ભરતા ઘટાડવાથી ઉકેલ નહીં આવે
દેશમાં કોચિંગ સેન્ટરની ભૂમિકાને લઈ જૂન, 2025માં હાયર સેકન્ડરી સેક્રેટરી વિનીત જોશીના નેતૃત્વમાં એક નવ સભ્યની પેનલ બનાવી હતી અને આ પેનલ પણ ટૂંકમાં શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપશે, પરંતુ આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા પહેલા મીડિયામાં રજૂ થયેલા એક પેનલનું માનવું છે કે કોચિંગ સેન્ટરની નિર્ભરતાની સમસ્યા ફક્ત સંસ્થાઓ પરની તપાસ અથવા ભ્રામક એડ પર દંડ ફટકારીને ઉકેલ આવશે નહીં.

એન્ટરન્સ ટેસ્ટની ડિઝાઈન બદલવાની તૈયારી
પેનલના જણાવ્યાનુસાર કોચિંગ સેન્ટરના કમર્શિયલ સિસ્ટમની સાથે એન્ટરન્સ ટેસ્ટની ડિઝાઈન, બોર્ડના માર્ક્સ પર ઓછી નિર્ભરતા, ડમી સ્કૂલિંગ અને પરીક્ષાની ઓછી તૈયારી શરુ કરવા જેવી બાબતો પણ જવાબદાર છે. આ સંજોગોમાં પેનલે સૂચવ્યું છે કે પ્રતિયોગી પરીક્ષાની પદ્ધતિ બદલવામાં આવે, જેને કારણે કોચિંગની સફળતા હાસલ કરવાનું મુશ્કેલ રહેશે. સ્કૂલત આધારિત શીખવાની પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે અને પેનલનું માનવું છે કે કોચિંગ કલ્ચરમાં ખાસ કરીને માનસિક દબાણ ઘટે અને આર્થિક ભારણ ઘટાડવામાં આવે.

નીટ અને જીપીએસસીની ફી દોઢ લાખથી વધુ
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કોચિંગ સેન્ટરને રેગ્યુલેટ કરવા માટે રાષ્ટ્રીય કાયદો બનાવવા અને JEE, NEET-UG & CUET-UGમાં પ્રાઈવેટ કોચિંગની ભૂમિકા ઘટાડવા માટે એન્ટરન્સ એક્ઝામની પ્રક્રિયા પણ ફરી ડિઝાઈન કરવા વિચારી રહી છે. દેશમાં કોચિંગનો કારોબાર 58,000 કરોડને પાર થઈ ગયો છે, જ્યારે ટોચની જેઈઈ અને નીટ કોચિંગની ફી લગભગ 1.5-3 લાખની સપાટીએ પહોંચી છે. યુપીએસસી કોચિંગની ફી પણ લગભગ એકથી બે લાખ રુપિયા થઈ છે.

દેશમાં દર ચારમાંથી એક વિદ્યાર્થી લે છે કોચિંગ
નેશનલ સેમ્પલ સર્વે અનુસાર દેશમાં દર ચારમાંથી એક એટલે 27 ટકા વિદ્યાર્થી કોઈના કોઈ રીતે ખાનગી કોચિંગ લે છે. જો સંખ્યાની રીતે જોવામાં આવે તો ભારતમાં કોચિંગ લેનારા વિદ્યાર્થીની સંખ્યા સાત કરોડથી વધુ છે. ગ્રામીણ વિસ્તારોમાં 25.5 ટકા છે, જ્યારે શહેરમાં 30.7 ટકા છે.
માધ્યમિક સ્કૂલમાં નવથી બારમા ધોરણમાં 37.8 ટકા અને 10થી 12મા ધોરણમાં 37 ટકા લોકો કોચિંગ માટે જાય છે. 58,000 કરોડનું માર્કેટ કદ આગામી બે વર્ષમાં વધીને 1,33,995 કરોડને પહોંચી શકે છે. મેડિકલની સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓ વર્ષે 70,000થી બે લાખ રુપિયાનો ખર્ચ કરે છે, તેથી સરકાર આ સેક્ટરની મનમાની પર લગામ તાણવા એક્ટિવ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!