October 5, 2026
ટોપ ન્યુઝ

ભારતનું સ્વર્ગ ઓક્ટોબરમાં જ તપ્યુંઃ ગરમીએ તોડ્યા 18 વર્ષ જૂના રેકોર્ડ

Spread the love

અલ નીનોનો પ્રકોપ વધી રહ્યો છે, પરંતુ હજુ પણ એના સામે પ્રશાસન કંઈ કરવા સક્ષમ નથી. ધરતી તપી રહી છે, જ્યારે દરિયાનું પાણી પણ એકંદરે ગરમ થઈ રહ્યું છે, ત્યારે હવે દેશના તાપમાનમાં પણ સરેરાશ વધારો થઈ રહ્યો છે. દુનિયાના સ્વર્ગ ગણાતા હિમાલય-કાશ્મીરમાં એવરેજ ટેમ્પરેચરમાં વધારો થવાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

સામાન્ય કરતા અનેક ડિગ્રી ઉપર તાપમાન
ગયા વર્ષે યુરોપમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી, જ્યારે એના પગલે આ વર્ષે કાશ્મીરમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી પડી છે. ઓક્ટોબર મહિનો શરુ થઈ ગયો છે, ત્યારે કાશ્મીર ઘાટીમાં હવામાનમાં પરિવર્તન થાય છે, પણ આ વખતે અસાધારણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. કાશ્મીરના હવામાન વિભાગે અત્યાર સુધીમાં સૌથી વધુ તાપમાન નોંધ્યું છે. અસામાન્ય ગરમીને કારણે તાપમાનનો પારો સામાન્ય કરતા અનેક ડિગ્રી પર નોંધાયો છે.

તાપમાનમાં ફેરફારથી સ્થાનિકો પરેશાન
કાશ્મીરમાં વધતા તાપમાનથી હવામાન વિભાગ પણ ચિંતામાં આવી ગયું છે. શ્રીનગર, કાજીગુંડ, ગુલમર્ગ અને કોકરનાગમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અહીંયા ઓક્ટોબરના જૂના રેકોર્ડ નજીક પહોંચ્યા છે. હવામાનમાં થનારા ફેરફારથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, કારણ કે ઓક્ટોબરમાં સામાન્ય રીતે તાપમાનનો પારો ઉપર નહીં પણ નીચે રહે છે.

શ્રીનગરમાં નોંધાયું સૌથી વધુ તાપમાન
હવામાન વિભાગના અહેવાલ અનુસાર સૌથી વધુ તાપમાન શ્રીનગરમાં 31 ડિગ્રી પાર થયું હતું, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અગાઉ બીજી ઓક્ટોબર 2008ના 31 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ તાપમાન 33 ડિગ્રી 1931માં નોંધાયું હતું. 2008ની તુલનામાં સરેરાશ તાપમાનમાં પણ વધારો થયો છે. શિયાળા પહેલા ઓક્ટોબરમાં ગરમીએ અઢાર વર્ષ જૂના રેકોર્ડ તોડ્યા છે એવું કઈ રીતે થયું એ વિગતે જાણીએ.

કાજીગુંડ અને ગુલમર્ગમાં રેકોર્ડ બ્રેક ટેમ્પરેચર
કાશ્મીરના કાજીગુંડમાં સૌથી વધુ તાપમાન વધીને 31.4 ડિગ્રીને પાર થયું છે, જ્યારે ઓક્ટોબર 1985માં 31.2 ડિગ્રી હતું. એ જ રીતે પર્યટન સ્થળ ગુલમર્ગમાં પણ મહત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું છે, જે અગાઉના 23 ડિગ્રીનો રેકોર્ડ તોડ્યો છે. ઓક્ટોબરમાં સૌથી વધુ તાપમાન 23.4 ડિગ્રીનો છે. ગુલમર્ગનું તાપમાન સામાન્યથી 6.7 ડિગ્રી વધુ રહ્યું હતું, જેનાથી રવિવારે રિસોર્ટ સહિત ઘાટી વિસ્તારમાં ઓક્ટોબરનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો.

ઓક્ટોબરમાં નવા રેકોર્ડ તૂટી શકે છે
કાશ્મીરમાં ઓક્ટોબર દરમિયાન સામાન્યતઃ ઠંડી પરત ફરી રહી છે, પરંતુ આ વખતે ઘાટીમાં અસામાન્ય ગરમી પડી રહી છે. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા વધુ ઉપર જઈ રહ્યો છે, જ્યારે સામાન્ય રીતે તાપમાન નીચે જતું હોય છે. તાપમાનમાં થનારા ફેરફાર અસાધારણ છે, જ્યારે હજુ પણ નવા રેકોર્ડ તૂટી શકે છે. તાપમાન સિવાય આ વર્ષે સફરજનની ચમક ઘટી છે, કારણ કે તાપમાનમાં થનારા ફેરફારથી સફરજનના પાકને અસર થઈ છે. આ વર્ષે લગભગ 300-400 કરોડનું નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!