ભારતીય ‘હીરો’ સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની પાઈલટ કોણ, શું હતો પ્લાન?

ફ્લાયદુબઈના પાઈલટ સ્મિત મચ્છરનું નામ દુનિયામાં ગૂંજી રહ્યું છે. ભારત સરકારથી લઈને દુનિયાભરની સરકારોની નજર હીરો બનનારા સ્મિત મચ્છર ઝડપથી સાજા થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે ત્યારે ધીમે ધીમે રિકવર થનારા સ્મિત મચ્છરે ઈઝરાયલના પીએમ સાથે વાત કરી હતી અને 30 સપ્ટેમ્બરના કોકપિટમાં વીતાવેલી પડકારજનક પળો અંગે જણાવ્યું કે ઓમાની કોપાઈલટે તેના પર કુહાડીથી હુમલો કર્યો હતો. પહેલા એમ હતું કે વિમાનમાં કંઈક ટેક્નિકલ ફેઈલ્યોર આવી રહ્યું છે, પરંતુ પછી ખબર પડી હતી કે તેના પર જ હુમલો કરી રહ્યો છે.
સ્મિતને ઈઝરાયલનું આમંત્રણ
કેપ્ટન સ્મિત મચ્છર આ બનાવમાં ગંભીર ઘાયલ થયા હતા તેમ છતાં બહાદૂરી બતાવીને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા છે, જેથી સાથે કો-પાઈલટ અને પ્રવાસીઓને અંદર આવી શક્યા હતા, જેમાં 170 પ્રવાસીના જીવ બચાવ્યા હતા. ઈઝરાયલના પ્રવાસીઓનો જીવ બચાવવાને કારણે ઈઝરાયલ પણ સ્મિતનું આજીવન ઋણી બન્યું છે. વડા પ્રધાન નેતન્યાહુએ વખાણ કરતા કહ્યું હતું કે સ્મિત ભારત, ઈઝરાયલ અને આખી દુનિયાનો હીરો છે, જ્યારે ઈઝરાયલના સ્વતંત્રતા દિવસના સમારોહમાં મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપ્યું હતું.
છેલ્લી ઘડીએ દરવાજો ખોલ્યો
હાલમાં ગંભીર રીતે ઘાયલ સ્મિત મચ્છર અબુ ધાબીની હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ભારત સરકારની સાથે ઈઝરાયલ પણ તેમની હેલ્થની અપડેટ પણ લઈ રહ્યા છે તેમ જ વાતચીત કરી રહ્યા છે. મચ્છરે ઓમાની કોપાઈલટ અંગે કહ્યું હતું કે આ એક સામાન્ય ફ્લાઈટ હતી, જે નમાઝ પઢી રહ્યો હતો ત્યારે હું સામે જોઈ રહ્યો હતો અને એની થોડી મિનિટમાં મારા માથાના ભાગમાં જોરદાર ઘા મારવામાં આવ્યો હતો અને મને લાગ્યું કે વિમાનમાં કંઈક ખામી થઈ છે, પણ એ મને એક પછી એક હુમલો કરી રહ્યો છે. એવું લાગ્યા પછી અચાનક વિમાન નીચે જઈ રહ્યું હોવાનું જણાયું અને બધુ ધૂંધળું થવા લાગ્યા એના પછીની થોડી જ સેક્ન્ડમાં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને સફળ રહ્યો હતો. છેલ્લી પળોમાં આખરે પ્રવાસીઓએ અને સાથી પાઈલટે આવીને પરિસ્થિતિ સંભાળી લીધી.
સ્મિત મચ્છર મૂળનો ક્યાંનો છે?
સ્મિતનો પરિવાર મૂળ સાવરકુંડલાના વઢવાણનો છે. ગુજરાતી મૂળના નાગરિક કેપ્ટન સ્મિત મચ્છર ફ્લાયદુબઈમાં ચાર વર્ષથી કામ કરે છે, જ્યારે અગાઉ સ્પાઈસજેટમાં 10 વર્ષથી કામ કર્યું હતું. 13 વર્ષથી કમર્શિયલ ફ્લાઈટની ઉડાનનો અનુભવ ધરાવે છે, જ્યારે તેમની પાસે લગભગ 9,750 કલાકથી પણ વધુ સમયની ઉડાનનો અનુભવ છે. સ્મિતનો જન્મ ઘાટકોપમાં થયો છે, જ્યારે ઉછેર પણ મુંબઈમાં થયો છે. સ્મિતનો પરિવાર તિલકનગરમાં રહે છે, જ્યારે પરિવારમાં પિતા ભૂપેન્દ્ર મચ્છર બિઝનેસમેન અને માતા ગીતાબહેન મચ્છર છે. પત્ની સોનલ અને સ્મિતને બે બાળકો છે, જેમાં એક દીકરી જીવ અને દીકરો ક્રિશ છે.
કોણ છે ઓમાની હમામ અલ હમામી?
વિદેશી મીડિયાના અહેવાલ અનુસાર સ્મિત મચ્છર પર હુમલો કરનારો ઓમાનનો કોપાઈલટ છે. 29 વર્ષના કોપાઈલટનું નામ અલ હમામી છે, જ્યારે તેનો જન્મ યુએઈમાં થયો છે. પિતા ઓમાનના છે, જ્યારે માતા સિરિયાની છે. બ્રિટનના બંકિગહામશાયર ન્યૂ યુનિવર્સિટીમાંથી એવિયેશન મેનેજમેન્ટમાં અભ્યાસ કર્યો છે. રિપોર્ટ અનુસાર ઓમાન એર અને રોયલ એર મારોકમાં પણ કામ કર્યું છે. જોકે, કટ્ટરપંથી વિચારધારા અને સુરક્ષા સંબંધિત બાબતોને લઈ તેને ઓમાન એર ટ્રેનિંમાંથી હટાવી નાખવામાં આવ્યો હતો, ત્યાર પછી છેલ્લા આઠ મહિનાથી ફ્લાયદુબઈમાં નોકરી મેળવી છે.
ઓમાની કોપાઈલટની શું હતી ઈચ્છા?
દુબઈ તેલ અવીવ ફ્લાઈટની ક્રેશ કરવાની ઓમાની કોપાઈલટની મૂળ ઈચ્છા હતી કે આત્મઘાતી હુમલો કરવાની એ હજુ પણ સ્પષ્ટ થયું નથી, પરંતુ દાવા કરવામાં આવે છે કે પ્લેનને હાઈજેક નહીં ક્રેશ કરવાની યોજના હતી. યમનના એક અખબારના દાવા અનુસાર જો હાઈજેકિંગની કોશિશ સફળ રહી હોત તો વિસ્તારમાં શક્તિનું સંતુલન બદલાઈ શક્યું હોત. અમેરિકા અને ઈઝરાયલે બિન-મુસ્લિમ લોકોને નિશાન બનાવી શકે છે અને આવા હુમલામાં મુસ્લિમોને ફાયદો ગણાવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ એ વાત પર પણ ધ્યાન આપી રહી છે કે એક્યુએપી (અલ કાયદાની યમન શાખા)ની સીધી જવાબદારી લેવામાં બચે છે પણ વૈચારિક રીતે સમર્થન આપે છે.
