જસપ્રીત બુમરાહે બનાવ્યો નવો વિક્રમઃ ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ મેઇડન ઓવર નાખીને રચ્યો ઈતિહાસ
અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં રમાયેલી બીજી ટવેન્ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે નવો ઈતિહાસ રચ્યો છે. ટોસ જીતીને કેપ્ટન શ્રેયસ અય્યરે બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો, જેમાં પહેલી ઓવર બુમરાહને આપી હતી. સ્ટાર બોલર બુમરાહની ઓવરમાં કેપ્ટન ઈબ્રાહિમ જાદરાન સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પહેલી ઓવરમાં બુમરાહે એક પણ રન આપ્યો નહોતો, જે ટવેન્ટી-20 ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતીય સ્ટાર પેસર જસપ્રીત બુમરાહે ટવેન્ટી-20માં મેડન ઓવર નાખીને બોલિંગ કરી હતી, જે 13મી વખત અદભુત રેકોર્ડ બનાવ્યો છે, જેને ઝિમ્બાબ્વેના બોલર રિચર્ડ ન્યાગારાવાને પાછળ મૂકી દીધો છે. જોકે, એ ટીમ પૂર્ણ સભ્યપદવાળી ટીમની વાત છે, જે એસોસિયેટ ટીમની છે. દિલ્હીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. પહેલા બોલિંગમાં ભારતીય બોલરોએ અફઘાનિસ્તાનને 159/8 સુધી મર્યાદિત રાખ્યું હતું, ત્યારબાદ સંજુ સેમસન અને અભિષેક શર્માની વિસ્ફોટક શરૂઆતના આધારે ભારતે માત્ર 14.5 ઓવરમાં 163/3 બનાવી લક્ષ્ય હાંસલ કર્યું છે. મેચના સૌથી મોટા હીરો સંજુ સેમસન રહ્યા છે, જેમણે માત્ર 22 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જ્યારે બોલિંગમાં નીતિશ કુમાર રેડ્ડીએ 3 વિકેટ ઝપટીને અફઘાનિસ્તાનને મોટો સ્કોર બનાવતા અટકાવ્યું હતું
ટવેન્ટી-20 મેચમાં સૌથી વધુ મેઈડઅન ઓવરમાં જસપ્રીત બુમરાહ (ભારત)ના નામે 13 વખત નાખી છે, ત્યાર પછી ઝિમ્બાબ્વેના રિચર્ડ ન્ગારાવા (12), ભારતના ભુવનેશ્વર કુમાર (10), ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુજરબાની (નવ), મુસ્તફિજુર રહમાન (બાંગ્લાદેશ), જોશ હેઝલુવડ (ઓસ્ટ્રેલિયા) અને ટીમ સાઉધી (ન્યૂઝીલેન્ડ)ના નામે રેકોર્ડ છે. જસપ્રીત બુમરાહે અફઘાનિસ્તાન સામે પહેલી ઓવર મેઈડન ઓવર નાખીને રેકોર્ડ બનાવ્યો હતો.
ટેસ્ટ અને વન-ડેમાં કોના નામે છે રેકોર્ડ
જસપ્રીત બુમરાહના નામે ટવેન્ટી-20 રેકોર્ડ છે. ટેસ્ટમાં શ્રીલંકાના પૂર્વ ગ્રેટ બોલર મુથૈયા મુરલીધરનના નામે સૌથી વધુ મેઈડન ઓવર નાખવાનો રેકોર્ડ ધરાવે છે. મુરલીધરને ટેસ્ટમાં 1,794 મેઈડન ઓવર નાખી છે, જ્યારે 700થી વધુ વિકેટ ઝડપવાનો મહારેકોર્ડ છે. વનડેની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ શોન પોલકના નામે છે, જેને 309 મેઈડન ઓવર નાખી છે.
. બુમરાહના નામે ટવેન્ટી-20માં (13) સૌથી વધુ મેઈડન ઓવર નાખી છે
. મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટમાં (1,794) રેકોર્ડ છે
. દક્ષિણ આફ્રિકાના શોન પોલકના નામે વનડેમાં (309) રેકોર્ડ છે
