September 16, 2026
મનોરંજન

અયોધ્યામાં અમિતાભ બચ્ચન 15 કરોડની જમીન પર બનાવશે ભવ્ય ધર્મશાળા, કોની યાદમાં થશે નિર્માણ?

Spread the love

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પછી અયોધ્યાની જમીનના ભાવમાં વધારો થયો છે, જેમાં નામી-અનામી લોકો પણ રોકાણ કરવા લાગ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન પણ રોકાણ કરી ચૂક્યા છે. હવે બિગ બીએ જાહેરાત કરી છે કે પિતાજીની યાદમાં મેમોરેયલ ધર્મશાળા બનાવશે. પંદર કરોડના ખર્ચે જમીન પણ ખરીદી લીધી છે, હવે પ્રસ્તાવિત જમીન પર મંજૂરી મળે એની રાહ જોઈ રહ્યા છે.
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનું અયોધ્યાનું કનેક્શન પહેલાથી જગજાહેર છે, જ્યારે દિવંગત પિતા અને જાણીતા કવિ ડોક્ટર હરિવંશન રાય બચ્ચનની સ્મૃતિમાં એક મેમોરિયલ ધર્મશાળા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. એના માટે અયોધ્યા વિકાસ પ્રાધિકરણ એટલે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી મંજૂરી માટે પણ અરજી કરી છે, જેની હવે રાહ જોઈ રહ્યા છે. પ્રસ્તાવિત ધર્મશાળામાં 20થી વધુ રુમ હશે, જ્યારે એનો ઉપયોગ અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવશે.

પ્રસ્તાવિત જમીન સરયુ પ્રોજેક્ટનો એક ભાગ
મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં લગભગ પંદર કરોડ રુપિયામાં જમીન ખરીદી કરી છે. આ જમીન દશરથ રોડ પર આવેલી છે, જે ધ સરયુ પ્રોજેક્ટ સ્થિત છે. હવે આ જમીન પર પિતા હરિવંશ રાય બચ્ચનની યાદમાં ધર્મશાળા બનાવવામાં આવશે. અહીંની બિલ્ડિંગમાં 20થી વધુ રુમ બનાવવાની યોજના છે, જેથી ધાર્મિકનગરીમાં આવનારા ઉતારુઓને રહેવાની વ્યવસ્થા મળી રહેશે.

ઓક્ટોબરમાં નિર્માણ પ્રક્રિયા શરુ કરી શકાય
ધરમશાળા બનાવવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ પ્રસ્તાવિત નકશાને લઈ જાહેર નોટિસ પણ જારી કરી છે, જેમાં પંદર દિવસમાં પોતાના વાંધાને નોંધાવવાનું જણાવ્યું છે. આ પ્રક્રિયા પૂરી કરવામાં આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું કે હાલના તબક્કે ધર્મશાળાના નક્શામાં પ્રસ્તાવ હાલમાં જાહેર વાંધા અર્થે જાહેર કરવામાં આવ્યા છે. ઔપચારિક પ્રક્રિયા પૂરી કર્યા પછી એને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી મળ્યા પછી ઓક્ટોબરમાં નિર્માણ કાર્ય શરુ કરવાની અપેક્ષા છે.

હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન કોણ હતા
અમિતાભ બચ્ચનના પિતા ડોક્ટર હરિવંશ રાય બચ્ચન હિન્દી સાહિત્યના મુખ્ય કવિ અને અનુવાદકમાં સામેલ હતા. સાહિત્ય જગતમાં તેમની ઓળખ ખાસ કરીને જાણીતી કૃતિ મધુશાલા છે, જેનું પ્રકાશન 1935માં થયું હતું. સાહિત્ય જગતમાં યોગદાન બદલ તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હરિવંશ રાય બચ્ચને અંગ્રેજી સાહિત્યની અનેક મહત્ત્વપૂર્ણ કૃતિનું પણ અનુવાદ કર્યું હતું, જેમાં વિલિયમ શેક્સપિયરના નાટકોનો પણ સમાવેશ થાય છે.
માતા તેજી બચ્ચન પણ સામાજિક કાર્યો અને રંગમંચ સાથે જોડાયેલા હતા એના પછી થિયેટરમાં પણ કામ કર્યું હતું ત્યાર પછી ફિલ્મ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં પણ ડાયરેક્ટર તરીકે કામ જવાબદારી સંભાળી હતી. બિગ બી બચ્ચનની વાત કરીએ તો ફિલ્મ સહિત ટીવી ક્ષેત્રે મોટું યોગદાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!