September 10, 2026
ગુજરાતમનોરંજન

ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ! ઇતિહાસમાં પહેલીવાર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે યોજાશે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ

Spread the love


ગુજરાત માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ આકાર લેવા જઈ રહી છે. ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ’નું આયોજન ઇતિહાસમાં પ્રથમ વખત દેશની રાજધાની નવી દિલ્હીની બહાર ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાનિધ્યમાં યોજાવા જઈ રહ્યું છે.

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૨ સપ્ટેમ્બરે આ ગૌરવવંતા રાષ્ટ્રીય સમારોહની અધ્યક્ષતા દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ જગતના નામાંકિત કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ અને ટેકનિશિયનો સહિત વિવિધ કલા-કસબીઓ આ સમારોહમાં સહભાગી થશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવાની સાથે સાથે રાજ્યના અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ તમામ આયોજનો અને તૈયારીઓ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા આ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તમામ જરૂરી વહીવટી અને આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મૂલ્યવાન નેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન પહેલી વખત ગુજરાતમાં યોજાવવાની વિધિવત્ રીતે આયોજન કરવાનું તૈયાર થઈ રહ્યો છે, જે ગુજરાત માટે ફિલ્મ ક્ષેત્રે નવા સુકાન સર કરવા માટે સરળ બની શકશે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.

સ્થાપના ક્યારે કરી હતી?: ભારતમાં રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ ફિલ્મોને બિરદાવવા માટે ભારત સરકાર દ્વારા ૧૯૫૪માં આ એવોર્ડ્સની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ સમારોહ: તેનો પ્રથમ એવોર્ડ સમારોહ ૧૦ ઓક્ટોબર ૧૯૫૪ના રોજ યોજાયો હતો. શરૂઆતમાં તેને State Awards તરીકે ઓળખવામાં આવતો હતો. મુખ્ય હેતુ: દેશની વિવિધ ભાષાઓમાં બનતી શ્રેષ્ઠ ફિલ્મોને પ્રોત્સાહન આપવા અને ભારતીય કલા તથા સંસ્કૃતિને વેગ આપવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!