NEET પેપર લીક વિરોધ: આંદોલન બાદ વિદ્યાર્થીઓ પર હુમલા અને ધમકીના વીડિયો વાઇરલ, વધ્યો વિવાદ
NEET પેપર લીક સામેના આંદોલન બાદ વિદ્યાર્થીઓને નિશાન બનાવવા સામે કોંગ્રેસનો વિરોધ; ભાજપ સમર્થકો અને CJP વચ્ચે સોશિયલ મીડિયા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ
નીટ પેપર લીકના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં કરેલા વિદ્યાર્થીઓનું આંદોલન પછી હવે પ્રદર્શનકારીઓ પર હુમલા અને તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ અગાઉ રાઈટવિંગના કાર્યકર્તા સત્યમ પંડિત દ્વારા બે પ્રદર્શનકારીઓની સાથે મારપીટના વીડિયો પણ વાઇરલ થયા છે. હવે અનેક વીડિયો વાઈરલ થયા છે, જેમાં પ્રદર્શનકારીઓની સાથે મારપીટ, ધમકી અને જાહેરમાં માફી મંગાવવામાં આવી રહ્યા છે.
આંદોલનના સમર્થકોએ આ ઘટનાઓને પ્રદર્શન કરવાની સજા ગણાવીને ડરાવવા-ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે ભાજપના સમર્થકો પણ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શનકારીઓને સખત સજા કરાવવાની માગણી કરીને વીડિયો પણ શેર કરી રહ્યા છે.
આંદોલન દરમિયાન અમુક આંદોલન કરનારાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને સુરક્ષાદળોના કર્મચારીઓ વિરુદ્ધ પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, જેના વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયોને વાઈરલ કર્યા પછી લોકો કહે છે કે આંદોલન કરનારા પોતાની મર્યાદાઓ ભૂલ્યા છે. બીજી બાજુ સીજેપી અને તેમના સમર્થકોનું કહેવું છે કે આ વીડિયો આંદોલનનું પ્રતિનિધિત્વ કરતા નથી અને અમુક અસામાજિક તત્વોને હરકતોને લઈ આંદોલનનું આકલન કરવું જોઈએ નહીં.
આંદોલન સમેટી લેવામાં આવ્યા પછી ભાજપના સમર્થકો પણ અનેક સોશિયલ મીડિયા પરના એકાઉન્ટ્સને જાહેર કરીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. અમુક પોસ્ટમાં અપીલ કરવામાં આવી છે કે પ્રદર્શનકારીઓના પડોશીઓ, સહકર્મીઓ અને કોલેજના મિત્રોની પણ ઓળખ કરવામાં આવે.
આ મુદ્દે કોંગ્રેસએ કહ્યું છે કે પેપલ લીક કેસમાં જવાબ માગનારા વિદ્યાર્થીઓને ડરાવવા અને હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ધમકી મળતી હોય તો એવા લોકોએ પણ આગળ આવવું જોઈએ, જ્યારે આ જ મુદ્દે આરએસએસના વિચારકે પણ આકરી ટિપ્પણી કરી હતી.
