ભારતમાં અબજપતિઓનો ધમાકો: 5 વર્ષમાં સંખ્યા 4 ગણી વધી, 576 લોકોની આવક ₹100 કરોડથી વધુ!
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં અબજપતિઓની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. સરકારે કહ્યું કે નાણાકીય વર્ષમાં ઈન્કમ ટેક્સ ફાઈલથી જાણવા મળ્યું છે કે 576 લોકો પોતાની કૂલ આવક 100 કરોડ રુપિયા અથવા એનાથી વધુ ગણાવી હતી, ત્યારે હવે વિગતવાર જાણીએ કેટલા લોકો અબજોપતિઓની યાદીમાં સ્થાન જમાવ્યું છે.
સરકારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં અબજોપતિની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. 27 જુલાઈના સરકારે કહ્યું કે દેશમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગથી જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ 2026માં 576 લોકોએ 100 કરોડ રુપિયા અથવા એનાથી વધુ ગ્રોસ ટોટલ ઈન્કમ ગણાવી હતી. ઈન્કમ ટેક્સ એક્ટ 1961 અને આઈટીએ 2025 અબજપતિ હોવાનો નિર્દેશ કરે છે.
સરકારે જણાવ્યું હતું કે એસેસમેન્ટ યર 2026 માટે 100 કરોડ અથવા તેનાથી વધુ ગ્રોસ ટોટલ ઈન્કમ બતાવનારાની સંખ્યા 576 હતી, જે 2022માં 142 હતા. એના સિવાય એસેસમેન્ટ યર 2023માં 100 કરોડ અથવા એનાથી વધુ સંખ્યા 300થી વધુ હતી, જ્યારે 2024માં સંખ્યા ઘટીને 284 હતી, પરંતુ 2025માં સંખ્યા વધીને 415 પહોંચી હતી.
સરકારી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વધતી વેલ્થ કન્સ્ટ્રેશન અને ઈનકમમાં અસમાનતા, ઈન્વેસ્ટમેન્ટ, રોજગારી ઊભી કરવાની સાથે આર્થિક વિકાસ પર પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં લેબર માર્કેટ પ્રી-કોવિડમાં વધારો થયો છે. પંદર વર્ષ અને એનાથી વધુ ઉંમરના લોકોમાં બેકારી દર 2022માં 3.6 ટકાથી ઘટીને 3.1 ટકા રહ્યો છે.
હાઉસહોલ્ડ કન્ઝ્મ્પશન એક્સપેન્ડિચર સર્વે 2023-24 અનુસાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગિની કોએફિશિયન્ટ ક્રમશ 0.237 અને 0.284 છે, જે 2022-23માં 0.266 અને 0.814થી ઓછો હતો, જેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ગ્રામીણ અને શહેરોનું અંતર ઘટી રહ્યું છે.
નીતિ આયોગ દ્વારા જારી મલ્ટિડાઈમેન્શનલ પ્રોવર્ટી ઈન્ડેક્સઃ એ પ્રોગ્રેસ રિવ્યુ 2023 અનુસાર 2015-16 અને 2019-21 વચ્ચે મલ્ટિડાઈમેન્શનલ ગરીબીમાં વસ્તીનો કૂલ હિસ્સો 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા રહ્યો છે, જેનાથી જાણવા મળ્યું છે કે આ સમયગાળામાં લગભગ 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા
