June 4, 2026
ગુજરાત

માર્કેટમાંથી કેરીનો રસ ખરીદતા પહેલા આટલું જાણી લેજો!

Spread the love

ફળોના રાજા અને તમારું મનપસંદ ફળ કેરીને લોકો હવે તો બારેમાસ ખાય છે, પરંતુ એના વપરાશમાં પણ ગોરખધંધા કરવામાં આવે છે. ગુજરાતના મહેસાણામાં એક જ્યુસ બનાવનારી કંપની પર ખાદ્ય સુરક્ષા સંબંધિત એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. આ કેસમાં ફૂડ એન્ડ મેડિકલ ડિપાર્ટમેન્ટની ટીમે ફેક્ટરીમાં છાપો માર્યો હતો, જ્યાં બે ટનથી વધુ કેરીની ગુણો જપ્ત કરવામાં આવી હતી, જેમાં કીડા પડી ગયા હતા.

ફૂડ એન્ડ મેડિકલ ડિપાર્ટમેન્ટે એક ફેક્ટરી પર છાપો માર્યો ત્યારે 2,000 કિલોથી વધુ કેરી જપ્ત કરી હતી, જેમાં સફેદ કલરના જોવા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યા પછી ટીમ દ્વારા તાત્કાલિક સામાન જપ્ત કર્યો હતો. રહી વાત કંપનીની તો બગડેલી કેરીથી જ્યુસ બનાવતી હતી, પરંતુ હવે સવાલ એવા ઊઠ્યા છે કે જો માર્કેટમાંથી આ પ્રકારના જ્યુસ ખરીદવામાં આવે તો ચો્ક્કસ લોકોનું આરોગ્ય જોખમમાં મૂકાઈ શકે છે.

અધિકારીના જણાવ્યા મુજબ આ કાર્યવાહી નુગર ગામ નજીકના મહાદેવ ઈન્ડસ્ટ્રિયલ પાર્કના ગોદામ પર કરી હતી. અહીંયા મોટી સંખ્યામાં કેરીની ખરીદી અને વેચાણ કરવામાં આવ્યું હતું. અહીં માર્કેટમાં પુરવઠા માટે મોટા પાયે પલ્પ અને જ્યુસ તૈયાર કરવામાં આવે છે. વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે ટીમ દ્વારા ગોદામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.


તપાસ કરનારી અધિકારીએ કહ્યું કે તપાસ વખતે મોટી સંખ્યામાં બગડેલી કેરી જોવા મળી હતી, જેમાં અમુક કેરીમાં તો કીડા પડી ગયા હતા. અધિકારીઓએ કહ્યું કે સામાન્ય રીતે લોકો આ પ્રકારની કેરી તો ખાતા હોતા નથી. લોકોએ સવાલ પણ કર્યો હતો કે બગડેલી કેરીમાંથી લોકો માટે જ્યુસ બનાવવામાં આવતો હોય તો એ તો સામાન્ય જનતાના આરોગ્ય માટે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ જ કારણ ટીમ દ્વારા તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી, જ્યારે ખાદ્ય સુરક્ષા ધોરણો અંગે ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે કેરી આધારિત જ્યુસ યા પલ્પની માંગ વધુ હોય છે. નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા અનુસાર દેશભરમાં લગભગ એક કરોડ સ્ટ્રીટ વેન્ડર્સ ખોરાક, પીણાં અને અન્ય ઉત્પાદનો વેચે છે, જે જાહેર આરોગ્યની સુરક્ષા માટે કડક ગુણવત્તા તપાસના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!