September 10, 2026
મનોરંજન

AI 80s Trend: 80-90ના દાયકાના વિન્ટેજ લૂકે મચાવી ધમાલ, સેલેબ્સે પણ અપનાવ્યો નવો ટ્રેન્ડ!

Spread the love

સોશિયલ મીડિયા પર એઆઈ (AI) દ્વારા 80-90ના દાયકાના રેટ્રો લૂકમાં ફોટા બનાવવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. કિયારા અડવાણીથી લઈને શ્વેતા તિવારી સુધીના સ્ટાર્સે આ અંદાજ અપનાવ્યો છે, જાણો તેની ખાસિયતો

સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ એટલે એઆઈના નવા ટ્રેન્ડે લોકોમાં જોરદાર ચર્ચા જગાવી છે, જેમાં 80-90ના દાયકાના સ્ટાર કલાકારના માફક તસવીરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ તસવીરોમાં ખાસ તો એંસીના દાયકાની સ્ટાઈલ, ફેશન અને મેક-અપ જોવા મળે છે. રંગબેરંગી યા કાબરચિતરા આઉટફીટને કારણે લોકોને પણ પોતાના ફોટોગ્રાફ જોવાની મોજ પડી ગઈ છે, જેમાં હવે બોલીવુડના કલાકારોની સાથે ટેલિવિઝન અને કન્ટેન્ટ ક્રિએટર્સ સહિતનો સમાવેશ થાય છે.

આ ટ્રેન્ડમાં સૌથી પહેલા જાણીતી અભિનેત્રી ક્યિારા અડવાણીનો સમાવેશ થાય છે. કિયારાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી એઆઈથી તૈયાર કરી છે, જેમાં પતિ સિદ્ધાર્થ સાથે જોવા મળે છે. 1980ના કપલની માફક હાથમાં હાથ નાખીને જોવા મળી છે, જ્યારે બંનેની હેરસ્ટાઈલ પણ ઓલ્ડેજ લાગે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ડબલ ડેનિમ આઉટફીટ અને ડાર્ક એવિયેટર સનગ્લાસમાં જોવા મળે છે. બીજી બાજુ કિયારા અડવાણી પણ પિંક ડ્રેસ અને પફ સ્લીવ્સ અને હૂપ ઈયરિંગ્સમાં જોવા મળી હતી.

કિયારા અડવાણી સિવાય સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ પણ વાયરલ ટ્રેન્ડ અજમાવ્યો હતો. એઆઈથી તૈયાર કરવામાં આવેલી તસવીર પર પણ લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. એઆઈ તસવીરમાં પણ ફેશન જોવા મળી હતી, જેમાં સોનાક્ષી બ્લેક ટોપમાં જોવા મળી હતી, જ્યારે જાહીર પણ બ્લેક શર્ટ અને પિંક જેકેટમાં જોવા મળ્યો હતો. સોનાક્ષી પછી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પણ રેટ્રો ટ્રેન્ડથી દૂર રહી શક્યા નથી. રાઘવની પોસ્ટ પર પણ હજારો લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

આ ઉપરાંત, અભિનેત્રી નિમરત કૌર પણ વાયરલ ટ્રેન્ડમાં પોતાનો અંદાજ પ્રસ્તુત કર્યો હતો, જે એક વિન્ટેજ સ્ટાઈલમાં જોવા મળી હતી. નિમરત ડેનિમ ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે એંસીની ફેશન અનુસાર જૂની ફિલ્મો અને મેગેઝિનના ફોટોશૂટમાં ઝલક જોવા મળી હતી. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પણ એઆઈ ટેન્ડનો હિસ્સો બની હતી, જે કોલેજ ગર્લના લૂકમાં વ્હાઈટ શર્ટ અને જીન્સમાં તસવીર બનાવી હતી. સિંપલ આઉટફીટ અને રેટ્રો સ્ટાઈલે લોકોનું દિલ જીતી લીધું હતું, જ્યારે લોકોને પણ શ્વેતાની સ્ટાઈલ પસંદ આવી હતી. ફિલ્મી કલાકારોની સાથે રાજકારણીોમાં પીયૂષ ગોયલ, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજ્જુ, આસામના મુખ્ય પ્રધાન સહિત અન્ય નેતાઓએ પણ પોતાના ફોટોને એઆઈથી બનાવ્યા હતા.

એંસીના દાયકામાં જવાના ટ્રેન્ડથી શું મળ્યું?
ફિલ્મી અને વિન્ટેજ મેકઓવરઃ લોકો એંસીના દાયકામાં જવાના ટૂલનો ઉપયોગ કરતા શાનદાર હેરસ્ટાઈલ (જેમ કે પફ અને વોલ્યુમવાળા વાળ, ભપકાવાળા કપડા, ક્લાસિક સાડી અને જ્વેલરીની સાથે મહિલાઓ જોવા મળી હતી. ઉપરાંત, ક્લાસિક સ્ટુડિયો, પોટ્રેટ અથવા જૂના આલ્મબ જોવા મળ્યા હતા, જેને લઈ લોકો આજે પણ ભાવનાત્મક રુપથી જોડાયેલા છે. કઈ રીતે થયા તો યૂઝર્સે ફક્ત એક સાધારણ પ્રોમ્પ્ટ અને પોતાના ફોટોને અપલોડ કરવાનો રહે છે અને એઆઈ ઓટોમેટિક વોર્મ લાઈટિંગ, ફિલ્મ ગ્રેન, વિન્ટેજ કેમેરાની ઈફેક્ટને જોડીને તમારા લૂકને ચોક્કસ ચમકાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!