રાજધાની ભૂલી જશો! 180 km/h ની સ્પીડે દોડશે વંદે ભારત સ્લીપર, જાણો ક્યારે શરૂ થશે

ભારતીય રેલવે હવે વંદે ભારત એક્સપ્રેસ પછી લાંબા અંતરની રાતની મુસાફરીને વધુ આધુનિક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. 2019માં દેશની પહેલી વંદે ભારત ચેરકાર ટ્રેન શરુ કર્યાના લગભગ નવ વર્ષ પછી આધુનિક વર્ઝનમાં સ્લીપર ટ્રેન લોન્ચ કરી, પરંતુ હવે એને વધુ આધુનિક રુપ આપવા માગે છે. રેલવેની યોજના લગભગ 260 વંદે ભારત સ્લીપર ટ્રેનસેટ તૈયાર કરવાની યોજના છે, જેમાં આધુનિક સુવિધા સાથે સ્પીડ અને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવા પર ફોક્સ કરવામાં આવશે.
સૌથી પહેલા સ્લીપર વંદે ભારત ક્યારે શરુ થઈ
દેશમાં સૌથી પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન આ વર્ષે ગુવાહાટી-હાવડા વચ્ચે શરુ કરવામાં આવી હતી, જ્યારે બીજી ટ્રેનનો ટ્રાયલ પણ ચાલુ છે, જે ટૂંક સમયમાં શરુ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. મળતા અહેવાલ અનુસાર બેંગ્લુરુ-મુંબઈ રેલવે રુટ પર દોડાવી શકાય છે, પરંતુ વિધિવત્ જાહેરાત કરવાનું બાકી છે, એમ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.
દેશમાં 260 સ્લીપર ટ્રેન તૈયાર કરવાની યોજના
ભારતમાં વંદે ભારત સ્લીપર પ્રોજેક્ટ અન્વયે શરુઆતમાં 10 ટ્રેનસેટ બીઈએમએલ તૈયાર કરી રહી છે, જેમાં 16 કોચ હશે. એના સિવાય ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) ચેન્નઈમાં વધુ 50 ટ્રેનસેટ બનાવવામાં આવશે, જેમાં 24 કોચ હશે, જ્યારે લાંબા અંતર માટે ઉપયોગ કરવામાં આવશે. 24 કોચની ટ્રેનમાં પેન્ટ્રી કારનો પણ સમાવેશ કરવામાં આવશે. એના સિવાય રેલવેએ 200 વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટમાં બે કન્સોર્ટિયમ આપ્યા છે, જેમાં Kinet 120 ટ્રેન, જ્યારે Bhel JV 80 ટ્રેનસેટ તૈયાર કરશે.
માર્ચ, 2027 સુધીમાં રેક તૈયાર કરવામાં આવશે
Kinet રેલવે સોલ્યુશન્સ એક ઈન્ડો રશિયન સંયુક્ત સાહસ એકમ છે, જે આરવીએનએલ અને રશિયાની ટ્રાન્સમેશહોલ્ડિંગ (ટીએમએચ)ને સાથે મળીને બનાવ્યું છે. મહારાષ્ટ્રના લાતુર સ્થિત મરાઠવાડા રેલવે કોચ ફેક્ટરીમાં 120 સ્લીપર ટ્રેનસેટ બનાવવામાં આવશે. દરેક ટ્રેનસેટમાં 16 કોચ હશે. આરવીએનએલના અધિકારીના દાવા મુજબ આ ટ્રેન પ્રોટોટાઈપ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જે માર્ચ 2027માં તૈયાર કરવામાં આવશે.
ટ્રેનની સ્પીડ કલાકના 180 કિલોમીટર માટે સક્ષમ
રાજધાની કરતા પણ વધુ સારી સુવિધા પૂરી પાડવામાં આવશે. ટ્રેનની સ્પીડ પણ કલાકના 180 કિલોમીટરની હશે, જ્યારે એવરેજ સ્પીડ કલાકના 160 કિલોમીટરની ઝડપ માટે તૈયાર કરવામાં આવશે. આમ છતાં જે ટ્રેક પર જરુરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ટ્રેક, સિગ્નલિંગ સહિત અન્ય) તૈયાર હશે. વર્તમાન પ્રોટોટાઈપ કોચમાં 11 એસી-થી ટાયર, 4 એસી-ટૂ ટાયર અને એક એસી ફ્સ્ટ ક્લાસ કોચ હશે. ટ્રેનમાં પ્રવાસીઓની સુવિધા માટે બર્થ સુધી પહોંચવાની બેસ્ટ ડિઝાઈન, નાઈટ લાઈટિંગ, ડિસ્પ્લે પેનલ અને ઈન્ટિગ્રેટેડ એનાઉન્સમેન્ટ સિસ્ટમ આપેલી છે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને મોડ્યુલર પેન્ટ્રીની પણ સુવિધા પૂરી પાડી છે.
