October 19, 2026
મનોરંજન

લગ્નના મહિનાઓ બાદ જ રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડાને લઈને કર્યો એવો ખુલાસો કે…

Spread the love

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલીવૂડના જાણીતા કલાકારોમાંથી એક એવા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને જિંદગીમાં સુંદર તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. લગ્ન બાદ આ પાવરફૂલ કપલ પહેલીવાર કરણ જોહરના લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો ‘કૉફી વિથ કરણ સીઝન 9’માં સાથે જોવા મળશે. કોફી વિથ કરણના એપિસોડમાં રશ્મિકા અને વિજય દેવરકોંડાએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

વિજય દેવરકોંડા અગાઉ કરણના શોની સાતમી સિઝનમાં ફિલ્મ ‘લાઈગર’ની કો-એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે હાજર રહ્યો હતો. જ્યારે હવે લગ્ન બાદ તે કોફી વિથ કરણની નવમી સીઝનમાં રશ્મિકા સાથે તેમની આ જોડી પહેલીવાર આ કાઉચ પર સાથે જોવા મળશે. શોનો નવો પ્રોમો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને પોતાના લગ્ન અને લવ સ્ટોરીને લઈને અનેક મજેદાર ખુલાસા કરતા જોવા મળે છે.

પ્રોમોમાં હોસ્ટ કરણ જોહર બંનેને પૂછે છે કે તમારા બંનેમાંથી લગ્ન માટે કોણે પ્રપોઝ કર્યું હતું? આ સવાલના જવાબમાં વિજય કહે છે કે, રશ્મિકા એવી હતી કે ચલો હવે લગ્ન કરી લઈએ. વિજયે હસતાં હસતાં ઉમેર્યું કે, જ્યારે તેણે 100 વખત પૂછી લીધું ત્યારે મેં કહ્યું કે સારું ચલો હવે કરી લઈએ. કરણ આશ્ચર્યથી પૂછે છે કે શું સાચે જ તમે 100 વાર પૂછ્યું હતું? ત્યારે રશ્મિકા સ્વીકારતા કહે છે કે, હા, મેં આખું એક વર્ષ સુધી વિજયને આ સવાલ પૂછ્યો હતો.

https://www.instagram.com/reel/DeoCo6HopdK/?utm_source=ig_web_copy_link&cplk=NTc4MTIwNjQ2YQ==

શોમાં રશ્મિકાને તેના મનપસંદ કો-એક્ટર વિશે પૂછવામાં આવ્યું હતું. રણબીર કપૂર અને અલ્લુ અર્જુનમાંથી તેણે અલ્લુ અર્જુનને પોતાના ફેવરિટ કો-સ્ટાર તરીકે પસંદ કર્યા હતા. કરણે જ્યારે વિજયને પૂછ્યું કે, રશ્મિકા સિવાય તમારી ઓનસ્ક્રીન જોડી કોની સાથે સૌથી વધુ જામે છે? ત્યારે વિજય બોલે તે પહેલાં જ રશ્મિકા વચ્ચે બોલી ઊઠે છે કે, બીજા કોઈ સાથે નહીં! પત્નીના આ પઝેસિવ અંદાજ પર વિજય રમૂજ કરતાં કહે છે કે, લગ્નનો પહેલો નિયમ એ જ છે કે પત્નીની હામાં હા કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિકા અને વિજયે 26મી ફેબ્રુઆરી, 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. તેમના વેડિંગ લૂક્સ ઇન્ટરનેટ પર ખૂબ વાઈરલ થયા હતા. બંનેના સંબંધોની શરૂઆત વર્ષ 2017માં બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. વર્ષો સુધી ડેટિંગ કરવા છતાં બંનેએ પોતાના સંબંધોને ક્યારેય જાહેરમાં સ્વીકાર્યા નહોતા અને પ્રાઈવેટ રાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!