September 3, 2026
વાસ્તુ ટિપ્સ

જન્માષ્ટમીએ મોરપંખનો આ એક ચમત્કારી ઉપાય બદલી દેશે તમારું ભાગ્ય!

Spread the love

jansatta credit
આજે જન્માષ્ટમી. ભગવાન કૃષ્ણની પૂજાની સાથે મોરપંખ સાથે જોડાયેલા અમુક સરળ ઉપાય પણ તમારા માટે શુકનિયાળ સાબિત થઈ શકે છે. ભગવાન કૃષ્ણને મોરપંખ સૌથી વધુ પ્રિય હતું, તેથી પોતાના મસ્તક પર પણ ધારણ કરતા હતા. ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રની દૃ્ષ્ટિએ પણ મોરપંખનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે, જે અનેક દોષમાંથી મુક્તિ અપાવે છે. તો આજના દિવસે મોરપંખ સંબંધિત અમુક ઉપાય ભક્તો માટે શુકનિયાળ સાબિત થઈ શકે છે.

અજમાવો પહેલો ઉપાય
શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે મોરપંખ શુભ પ્રતીક છે, જ્યારે જ્યોતિષ શાસ્ત્રની દૃ્ષ્ટિએ રાહુ દોષ અને કાલસર્પ દોષથી પણ મોરપંખ મુક્તિ અપાવે છે, તેથી આજના દિવસ દરમિયાન તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મોરપંખ લગાવી શકો છો, જેથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નહીં કરે અને તમને શુભ ફળની પણ પ્રાપ્તિ થાય છે. ઘરના મુખ્ય દરવાજા પર મોરપંખ લગાવવાથી ભગવાન કૃષ્ણની કૃપાથી તમારા જીવનમાં પ્રગતિ મળી શકે છે.

વાસ્તુ દોષથી પણ મુક્તિ મળે
જન્માષ્ટમીના સવારના તમે મોરપંખ લઈને ભગવાન શ્રી કૃષ્મના ચરણોમાં મૂકી શકો છો. એના પછી ભગવાન કૃષ્ણની પૂજાપાઠ સવારે અને રાતના વિધિપૂર્વક કરી શકો છો. અડધી રાતના પૂજા પછી મોરપંખને કબાટ અથવા જ્યાં તમે પૈસા રાખો છો, ત્યાં પણ મૂકી શકો છો. ધાર્મિક માન્યતા અનુસાર એમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસા ખૂટતા નથી. ધન-ધાન્યની પણ કમી ઊભી થતી નથી. એની સાથે ઘરમાં રોગ-દોષ પણ દૂર થાય છે અને વાસ્તુ દોષમાંથી પણ મુક્તિ મળે છે.

બાળકોની પણ પ્રગતિ કરી શકે
ત્રીજા ઉપાયની વાત કરીએ તો પરિવારમાં બાળકો હોય તો અને એમની પ્રગતિ ઈચ્છતા હોય કે નજર દોષ કરવા ઈચ્છતા હો તો જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ પૂજન વખતે મોરપંખ ખરીદી શકો છો અને ગંગાજળથી શુદ્ધ કરો. પૂજા પછી બાળકોના સ્ટડી ટેબલ પર પણ રાખો અથવા સૂવાની જગ્યાએ પણ રાખી શકો છો. એનાથી બાળકોમાં પણ સકારાત્મક ઊર્જા મળે છે, જ્યારે કોઈ પણ નકારાત્મક શક્તિ બાળકોને અસર કરતી નથી..

દામ્પત્ય જીવન મધુર પણ બનાવી શકે
દામ્પત્ય જીવનમાં મધુરતા બનાવવા ઈચ્છતા હોય તો જન્માષ્ટમીના દિવસે પણ બેડરુમની પૂર્વ અથવા ઉત્તર દિશામાં બે મોરપંખ મૂકી શકો છો. ધાર્મિક માન્યતા અનુસાર એમ કરવાથી દામ્પત્ય જીવનમાં ખુશીઓ આવે છે અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

(આ લેખમાં રજૂ કરવામાં આવેલી માહિતી ધાર્મિક-જ્યોતિષ માન્યતા અનુસાર છે એના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી, જેને માનવું નહીં માનવું તમારા આધીન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!