મધર ઈન્ડિયાઃ 3,000 રુપિયાના ઈનામ માટે સાડી પહેરીને અને ખુલ્લા પગે દોડી મેરેથોન, જીત્યા પછી શું કહ્યું?
પરિવારનો સહારો બનેલી રમાબાઈએ 3,000 રૂપિયાનું ઈનામ જીતવા હાથમાં ચપ્પલ પકડીને મેરેથોન પૂરી કરી

જિંદગી દિવસે દિવસે આમ આદમીની પરીક્ષા લઈ રહ્યો છે. નેપાળ પૂર દુર્ઘટનાએ દુનિયાને થપાટ મારી છે, પણ વાત કરીએ એવી જ એક પરીક્ષાની કે એક ઈનામ માટે મેરેથોન દોડમાં એક મહિલા ખુલ્લા પગે અને સાડી પહેરીને દોડી અને 3,000 રુપિયાનું ઈનામ પણ જીતી પણ એનાથી મોટી વાત એ હતી કે એ ઈનામ એના પરિવાર માટે કરોડ રુપિયાની લોટરી બરાબર હતી, કારણ શું ચાલો વિગતે જાણીએ.
સાડી પહેરીની ખુલ્લા પગે દોડી પડ્યાં
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં અંબાજોગાઈ ખાતે યોજવામાં આવેલી મેરેથોન સ્પર્ધામાં 47 વર્ષના રમાબાઈ રણવીરે ભાગ લીધો હતો. નાનું એટલે 3,000 રુપિયાના ઈનામ માટે રમાબાઈએ ભાગ લીધો. સ્પર્ધા શરુ થઈ ત્યારે રમાબાઈ સાડી પહેરીને દોડવા માટે ભાગ લીધો હતો. એટલું જ નહીં, પગમાં પહેરેલા ચપ્પલ લપસવા લાગ્યા પણ પછી શું ચપ્પલ જ હાથમાં લીધા અને ગામડાના રસ્તા કેવા હોય. એક પળનો પણ વિલંબ કર્યા વિના બસ સાડી પહેરી હોવા છતાં ચપ્પલ હાથમાં પકડીને દોડી પડ્યા અને પાછું વળીને જોયું નથી.
પ્રગતિ માટે માબાપ પાછું વળીને જોશે નહીં
સ્પર્ધા જીત્યા પછી રમાબાઈ ભાવુક થઈ ગયા હતા. ઈનામ જીત્યા પછી તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે 3,000 રુપિયાનું ઈનામ શું કરશે તો એનો જવાબ હતો આ ઈનામનું મૂલ્ય મારા વિશેષ છે. મારી દીકરીઓના સ્કૂલના ખર્ચ અને ફી માટે મોટી મિરાત છે. જોકે, રમાબાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકો દંગ રહી ગયા હતા. એક માતા પોતાના બાળકોને સારું ભણાવવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે એના અંગે પ્રતિક્રિયા આપી હતી.
દીકરીઓના ભણવા માટે મદદની જાહેરાત
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પછી મહારાષ્ટ્ર સરકાર પણ એક્શનમાં આવી હતી. સામાજિક ન્યાય ખાતાના પ્રધાને બંને દીકરીઓના ઉચ્ચ શિક્ષણનો તમામ ખર્ચ સરકારી યોજના હેઠળ આપવાની જાહેરાત કરી હતી. ખુશખુશાલ થયેલા રમાબાઈએ સરકારનો પણ આભાર માન્યો હતો. સૌથી મોટી વાત એ હતી કે આર્થિક તંગી હોવા છતાં રમાબાઈ દીકરીઓને ભણાવવા માટે કોઈ કચાશ રાખવા માગતા નહોતા.
પતિના નિધન પછી જવાબદારી આવી પડી
રમાબાઈના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો રમાબાઈના પતિનું મુંબઈમાં થયેલા અકસ્માતમાં નિધન થયું હતું. પરિવારમાં ફક્ત પોતે મોભી હોય જવાબદારી ઉપાડીને પરિવારના ગુજરાન ચલાવવાની સાથે દીકરીઓને ક્યારેય ભણવામાં અટકાવી નથી. અંબાજોગાઈ સ્થિત એક એકેડેમીમાં રસોઈ કરીને પરિવારનું ગુજરાન કરે છે.
