September 29, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

‘અમેરિકન ડ્રીમ’ તૂટી શકેઃ યુએસ H-1B વિઝા બંધ કરવાની તૈયારીમાં

Spread the love

અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા ભારતીય આઈટી વ્યાવસાયિકો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર મળ્યા છે. આંતરરાાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ વનબી વિઝા માટેના નિયમો વધારે કડક બનાવવાની કવાયત હાથ ધરી શકે છે. અમેરિકામાં H-1B વિઝા નિયમો કડક થવાની અથવા વિઝા પ્રથા બંધ થવાની શક્યતા. ટ્રમ્પ પ્રશાસનની કડક કાર્યવાહીથી હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓની કારકિર્દી પર પણ નવું સંકટ નિર્માણ થઈ શકે છે.

આ ઉપરાંત, H-1B વિઝાને પણ કાયમી સમાપ્ત કરવાની પણ શક્યતાઓને નકારી શકાય નહીં. એચવન બી વિઝાના પણ દુરુપયોગ થતો હોવાના અહેવાલ વચ્ચે અમેરિકા તરફથી કડક ચેતવણી પણ આપવામાં આવી છે કે અમેરિકાના વિભાગના એક અહેવાલમાં જણાવ્યું છે કે આગામી 365 દિવસમાં યાને એક વર્ષમાં H-1B વિઝા વ્યવસ્થાનું ક્લેવર સંપૂણપણે બદલાઈ જશે અને છેતરિપંડી કરનાર એલોયસ સામે કડક કાયદાકીય કાયવાહી કરવામાં આવશે.

ઉલેખનીય છે કે, H-1B વિઝાના પ્રોગ્રામ પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીની સીધી અસર ભારતીય નાગરકો પર પડી શકે છે. અમેરિકાની આઈટી કંપનીઓ, ટેક સેકટર અને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા કુલ H-1B વિઝા ધરાવનારા વિદેશી નાગરિકોમાં 70 ટકાથી વધુ હિસ્સેદારી ફક્ત ભારતીય પ્રોફેશનલ્સની છે.
જો અમેરિકા H-1B વિઝા પ્રોગ્રામને સંપૂણપણે બંધ કરે, તો હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ, અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને યાં જવાની તૈયારી કરી રહેલા યુવાનોની કારકિર્દીને મોટો ઝટકો લાગશે. આ સાથે જ, પહેલેથી જ અમેરિકામાં રહેતા ભારતીયો માટ વિઝા રિન્યુઅલ અને ગ્રીન કાડ મેળવવામાં નવી અડચણો ઊભી થઈ શકે છે.

મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકન તપાસકર્તા અધિકારીઓએ પણ સંકતો આપ્યા છે કે વિઝાના નામે થતી હેરાફરી અને શેલ કંપનીઓ દ્વારા કરવામાં આવતા છેતરિપંડીમાં સામેલ લોકો વિરુદ્ધ પણ ફોજદારી ગુના નોંધીને ધરપકડ કરવાની તૈયારી છે. આ ઉપરાંત, વિદેશીઓ માટે કદાચ શ્રમ વિઝા પ્રોગ્રામ યાને લેબર વિઝા પ્રોગ્રામ પણ આગામી એક વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ જાય તો નવાઈ નહીં. અમેરિકાની સરકાર H-1B વિઝા પ્રોગ્રામ સાથે જોડાયેલી છેતરપિંડી, કર્મચારીઓના શોષણ અને માનવ તસ્કરી જેવા ગંભીર આરોપોની તપાસ કરી રહી છે.

અમેરિકા દર વર્ષે 66,000થી વધુ એચવનબી વિઝા ઈશ્યૂ કરે છે. H-1B વિઝા એક નોનઇમિટ વિઝા છે, જેના દ્વારા અમેરિકાની કંપનીઓ આઈટી અને આઈ સેક્ટરમાં વિશેષતા ધરાવનારા વિદેશી કુશળ કમચારીઓને પોતાના ત્યાં નોકરી પર રાખે છ. અમેરકાના કાયદા હેઠળ દરેક નાણાકીય વષમાં 65,000 નવા H-1B વિઝા ઈશ્યૂ કરવામાં આવે છે. આ ઉપરાંત, અમેરકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી પણ પીએચડી કે માસ્ટર ડિગ્રી મેળવનાર વિદેશી સંસ્થાઓ માટે 20,000નો વધારાનો કવોટા પણ નક્કી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!