June 16, 2026
ટોપ ન્યુઝનેશનલ

અલ નીનો સક્રિય: ભારતમાં સર્જાશે દુકાળ જેવી સ્થિતિ? ખેડૂતો માટે ચિંતાજનક આગાહી

Spread the love


જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ઓછો વરસાદ પડવાની ભીતિ, ગુજરાત સહિત આ રાજ્યોમાં પાકને ભારે નુકસાનની આશંકા

અલ નીનો હવે સક્રિય થઈ ગયો છે અને એની સીધી અસર દુનિયામાં પડવાની છે. ભારત પણ એનાથી બચી શકવાનું નથી અને હવે એને રોકવાનો પણ કોઈની પાસે નથી. ફકત સાવધાની રાખવાનું આવશ્યક છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અલ નીનોની શું અસર થશે તો સૌથી પહેલા ખેતીવાડી પર માઠી બેસશે. પાકપાણીમાં ઘટાડો થવાને કારણે અન્નનું સંકટ થઈ શકે. બીજી બાજુ એમ પણ કહેવાય છે, જ્યાં વરસાદ પડશે તો ખેદાન મેદાન કરી શકે, જ્યારે જ્યાં પડશે નહીં ત્યાં ટીપું પણ પડશે નહીં.
ભારતમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ખેડૂતોને સૌથી વધુ પાણીની જરુરિયાત પડે છે, પરંતુ આ વખતે ઓછા વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતી છે, જેમાં સૌથી વધુ મધ્ય ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમી ભારતને લઈને ચિંતા છે, જેમાં સૌથી વધુ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના અમુક હિસ્સાનો સમાવેશ થાય છે.

આ વખતે ભારતમાં દુકાળની હાલત સર્જાઈ શકે છે, પરંતુ એને દેશવ્યાપી દુકાળ થવાનું પણ કહેવાશે નહીં. સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકાર અને હવામાન વિભાગ પણ ત્યારે દુકાળ જાહેર કરે છે, જ્યારે વરસાદનો ઘટાડો, પાકપાણીમાં ઘટાડો, જળાશયોમાં પણ પાણીનો ઘટાડો અને ભૂગર્ભજળ ઘટે ત્યારે સરકાર માટે એ સ્થિતિ ઊભી થાય છે. હાલમાં ચિંતામાં વધારો થયો છે, કારણ કે ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગનું માનવું છે કે જૂનથી સપ્ટેમ્બર 2026ના દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન માટે આગાહી જારી કરી છે. હવામાન વિભાગ તરફથી જણાવ્યું છે કે મોન્સૂન આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના અમુક વિસ્તારોમાં આગળ વધ્યું છે, પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદ નહીં પહોંચતા ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ભારતીય ચોમાસુ દરિયામાંથી ભેજ ખેંચી લઈને જમીન પર વરસાદ લાવે છે. અલ નીનો આ ભેજ અને હવાના પ્રવાહને બદલી નાખે છે અને એને કારણે વાદળો ઓછા બને છે. વરસાદમાં પણ અવરોધ ઊભો થઈ શકે છે, જ્યારે અમુક જગ્યાએ લાંબા ડ્રાય સ્પેલનું નિર્માણ થાય છે.
અમેરિકાની સત્તાવાર એજન્સીએ જણાવ્યું છે કે એઓએએના ક્લાયમેટ પ્રેડિક્શન સેન્ટરે 11 જૂન 2026ના અલ નીનો સંબંધિત એડવાઈઝરી જારી કરી છે જેના અનુસાર અલ નીનોની સ્થિતિમાં હાજર છે. અલ નીનોના પ્રભાવવાળા દરિયાઈ વિસ્તારની સપાટીનું તાપમાન સામાન્યથી લગભગ 0.7 ડિગ્રીથી વધુ આવ્યું છે. જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો બનવાની સંભાવના 80 ટકાથી વધુ છે. જો ભારતમાં વરસાદ ઓછો થયો તો પાક ઓછો થશે, જેમાં ઘાસચારો, ભૂગર્ભ પાણીમાં ઘટાડો થશે, જ્યારે મકાઈ, સોયાબીન, મગફળી વગેરેમાં ઘટાડો થશે.

આ રીતે કહી શકાય કે ભારતના મોટા ભાગમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે. આ આશંકા મુખ્યત્વે અલ-નીનોને કારણે છે. પ્રશાંત મહાસાગરનું ગરમ થવું ચોમાસાને નબળું પાડી શકે છે. વિશ્વ હવામાન સંસ્થા, અમેરિકન એજન્સી અને ભારતીય હવામાન વિભાગ સાથે જોડાયેલા સંકેતો દર્શાવે છે કે 2026નું ચોમાસું પડકારજનક હોઈ શકે છે. તેમ છતાં ચિત્ર સંપૂર્ણપણે નક્કી નથી. ચોમાસું દર મહિને બદલાય છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ થઈ શકે છે, તેથી ડરવા કરતાં વધુ જરૂરી છે તૈયારી. સમયસર ચેતવણી, પાણીની બચત અને પાકનું આયોજન જ સૌથી મોટો બચાવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!