માત્ર 10મું પાસ મહિલાઓને દર મહિને મળશે રૂપિયા 7000 સુધીની ફિક્સ આવક! જાણો કઈ રીતે?
ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા સરકારની વિશેષ પહેલ; જાણો લાયકાત અને અરજી કરવાની સરળ પ્રક્રિયા
દેશની સૌથી મોટી અને વિશ્વસનીય સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના હેતુથી એક વિશેષ પહેલ ચલાવી રહી છે, જેનું નામ ‘LIC બીમા સખી યોજના’ છે. આ સરકારી યોજના હેઠળ મહિલાઓને પ્રોફેશનલ વીમા એજન્ટ બનવાની તાલીમની સાથે શરૂઆતના વર્ષોમાં દર મહિને રૂપિયા 7000 સુધીનું ફિક્સ માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોની મહિલાઓ માટે આ યોજના આજીવિકાનો શ્રેષ્ઠ સ્ત્રોત સાબિત થઈ રહી છે. ચાલો જોઈએ આમાં કઈ રીતે અને ક્યાં એપ્લાય કરી શકાય છે-
લાયકાત અને વયમર્યાદા: માત્ર 10મું પાસ મહિલાઓ લઈ શકે છે લાભ
શૈક્ષણિક લાયકાત: યોજનામાં જોડાવા માટે કોઈપણ માન્ય બોર્ડમાંથી માત્ર 10મું ધોરણ પાસ હોવું પૂરતું છે. ઉચ્ચ ડિગ્રી ન ધરાવતી મહિલાઓ પણ સરળતાથી જોડાઈ શકે છે.
વયમર્યાદા: અરજદાર મહિલાની ઉંમર 18થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
પ્રાથમિકતા: ગ્રામીણ વિસ્તારોમાં વીમા અંગે જાગૃતિ વધારવાના ભાગરૂપે સ્થાનિક મહિલાઓને વિશેષ પ્રાથમિકતા અપાય છે.
માસિક સ્ટાઈપેન્ડનું માળખું: ૩ વર્ષ સુધી ફિક્સ આવક
આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પોલિસી વેચાણ પર મળતા કમિશન ઉપરાંત પ્રથમ ૩ વર્ષ સુધી ફિક્સ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે:
. પ્રથમ વર્ષ: જોડાયા બાદ પ્રથમ વર્ષે દર મહિને રૂપિયા 7000નું ફિક્સ સ્ટાઈપેન્ડ ચૂકવાય છે.
. બીજું વર્ષ: બીજા વર્ષ દરમિયાન માસિક રૂપિયા 6000નું સ્ટાઈપેન્ડ મળે છે.
. ત્રીજું વર્ષ: ત્રીજા વર્ષે દર મહિને રૂપિયા 5000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
યોજના સાથે જોડાયેલી મુખ્ય શરતો
કામ કરવાની સ્વતંત્રતા: મહિલાઓ પોતાની અનુકૂળતા મુજબ પાર્ટ-ટાઇમ કે ફૂલ-ટાઇમ કામ કરી શકે છે.
કર્મચારીઓના સગાં અયોગ્ય: LICમાં હાલમાં કાર્યરત નિયમિત કર્મચારીઓ કે વર્તમાન એજન્ટોના નજીકના સંબંધીઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકશે નહીં.
લેપ્સ રેશિયો નિયમ: એજન્ટ તરીકે કામ કરતી વખતે પ્રથમ વર્ષમાં વેચેલી કુલ પોલિસીઓમાંથી ઓછામાં ઓછી ૬૫% પોલિસીઓ નિયમિત ચાલુ રહેવી ફરજિયાત છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
. સત્તાવાર પોર્ટલ: LICની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ‘Careers’ અથવા ‘Bima Sakhi’ સેક્શનમાં જવું.
. ફોર્મ ભરો: ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મમાં નામ, સરનામું, જન્મતારીખ અને સંપર્ક વિગતો દાખલ કરો.
. દસ્તાવેજો અપલોડ કરો:
. 10મા ધોરણની માર્કશીટ
. ઉંમરનો પુરાવો (આધાર કાર્ડ/જન્મ પ્રમાણપત્ર)
. સરનામાનો પુરાવો
. પાસપોર્ટ સાઇઝ ફોટો
ઓફલાઇન પણ કરી શકો છો અરજી
જો તમે કોઈ કારણ અનુસાર ઓનલાઈન અરજી નથી કરી શકતાં તો આ માટે તમારે અરજી કરવા માચે એલઆઈસી બ્રાન્ચ ઓફિસની મુલાકાત લેવી પડશે. આ માટે નજીકની LIC બ્રાન્ચ ઑફિસમાં જઈને ‘ડેવલપમેન્ટ ઓફિસર’ (DO)નો સીધો સંપર્ક કરીને પણ અરજી ફોર્મ સબમિટ કરી શકાય છે.
નોંધ: સ્ટાઈપેન્ડ ઉપરાંત જે મહિલાઓ વીમા પોલિસી વેચાણનો ટાર્ગેટ પૂર્ણ કરે છે તેમને નિયમ મુજબ વધારાનું આકર્ષક કમિશન પણ મળે છે. ૩ વર્ષનો કાર્યકાળ અને પ્રોફેશનલ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ મહિલાઓ કાયમી LIC એજન્ટ તરીકે પૂર્ણ સ્વતંત્રતા સાથે કારકિર્દી બનાવી શકે.
