September 8, 2026
ટોપ ન્યુઝ

પેરિસ એફિલ ટાવર વિવાદ: સ્વામી નારાયણના સંતોની મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને કેમ હટાવાયા?

Spread the love


BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત વખતે મહિલા કર્મચારીઓની જગ્યાએ પુરુષોને તહેનાત કરાતા વિરોધ, મેનેજમેન્ટે માફી માગી

ફ્રાન્સના પાટનગર પેરિસમાં જાણીતા એફિલ ટાવરને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓના વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એનો વિરોધ પણ હિંદુ ધાર્મિક પ્રતિનિધિમંડળને લઈ થયો હતો. કહેવાય છે કે હિંદુ પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈ મહિલા કર્મચારીઓને કામ પર નહીં રહેવાનું જણાવ્યું હતું અને એમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા અને આ ઘટના પછી મહિલાઓમાં પણ નારાજગી વધી હતી.

આ બનાવ શનિવારે બન્યો હતો, જ્યાં લગભગ 100 લોકોનું હિંદુ પ્રતિનિધિમંડળ એફિલ ટાવર જવાનું હતું અને આ પ્રતિનિધિમંડળ BAPS સાથે સંકળાયેલું છે. એ પેરિસ નજીક બનેલા હિન્દુ મંદિરના ઉદ્ધાટન સંબંધિત કાર્યક્રમ માટે ફ્રાન્સ ગયું હતું. યુનિયન પ્રતિનિધિઓના જણાવ્યાનુસાર પ્રતિનિધિમંડળ ગયા પછી મહિલા કર્મચારીઓએ પોતાનું કામ છોડવાનું કહ્યું હતું અને એની જગ્યાએ પુરુષ કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા, ત્યાર પછી યુનિયને આ કાર્યવાહી અંગે સવાલો ઊઠાવ્યા હતા. કર્મચારીઓમાં આ બાબતને લઈ નારાજગી વધી હતી અને મહિલાઓ સાથે આ પ્રકારના વ્યવહારને ફરી નહીં કરવાનું પણ જણાવ્યું હતું.

આ બનાવ અંગે સોમવારે બેઠક યોજવામાં આવી હતી અને મેનેજમેન્ટે કર્મચારીઓ સાથે પણ વાત કરી હતી એની સાથે એવી પણ માગ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં આ પ્રકારે મહિલા કર્મચારી સાથે જેન્ડરના આધારે કોઈ કામ કરવામાં મનાઈ કરે નહીં. કર્મચારીઓની બેઠકને કારણે એફિલ ટાવર ખોલવામાં પણ વિલંબ તોય હતો, જ્યારે સ્મારક પર પણ સૂચના મૂકવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે એફિલ ટાવર ખોલવામાં વિલંબ થશે. યુનિયનના જણાવ્યાનુસાર મેનેજમેન્ટે આ બાબતને લઈ માફી માગી હતી અને તપાસના પણ આદેશ આપ્યા હતા.


આ બનાવ સંદર્ભે પેરિસના મેયર ઈમેન્યુઅલ ગ્રેગોયરે તપાસનો આદેશ આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ઘટના સંદર્ભે તમામ બાબતમાં તપાસ કરવામાં આવશે, જ્યારે કર્મચારીઓ સાથેના વર્તનને લઈ પણ નારાજગી વ્યક્ત કરી હતી. સીજીટી ટ્રેડ યુનિયને ઘટનાને વખોડી નાખી હતી. યુનિયને આરોપ મૂક્યો હતો કે મહિલા કર્મચારીના જેન્ડરને લઈ કરવામાં આવ્યું હતું. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષે પણ નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશી મહેમાનો માટે મહિલા કર્મચારીને નોકરીમાંથી કાઢવામાં આવે એ યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!