April 22, 2026
મુંબઈ

Viral Video: મુંબઈમાં ટ્રાફિકમાં ફસાયેલી મહિલાએ મંત્રીને કહ્યું, ગેટ આઉટ….

Spread the love


મહિલા અનામત રેલીમાં સર્જાયેલા ટ્રાફિક જામને કારણે ગુસ્સે ભરાયેલી મહિલાએ મંત્રી ગિરિશ મહાજન અને પોલીસનો ઉધડો લીધો; વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ


દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મહિલા અનામતને લઈ કાઢવામાં આવેલી રેલીને કારણે જોરદાર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામને કારણે જાહેર જનતા પરેશાન થઈ ગઈ હતી, જેમાં વાહનચાલકોનો સમાવેશ થયો હતો. જોકે, આ ટ્રાફિક જામથી પરેશાન એક મહિલાએ જોરદાર આ રેલીને લઈને જોરદાર હંગામો કર્યો હતો. ટ્રાફિક જામ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ જ નહીં, પરંતુ સીધા કેબિનેટ મંત્રી ગિરિશ મહાજનને પણ આડે હાથ લઈ નાખ્યા હતા.

ભયંકર ટ્રાફિક જામથી પરેશાન મહિલાએ પોલીસનો ઉધડો લીધો હતો, જ્યારે ગિરિશ મહાજન પાસે ધસી જઈને તેમને પણ કહ્યું હતું કે ઈન્ટરવ્યૂ પણ બાજુમાં જઈને કરો. વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ મહિલાની પ્રશંસા કરી હતી, જ્યારે અમુક લોકોએ ટીકા પણ કરી હતી. એક યૂઝરે તો મહિલાની હિંમતની જોરદાર તારીફ કરી હતી.

વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે મહિલા અનામતના સમર્થનમાં અને વિપક્ષના વિરોધના ભાગરુપે કાઢવામાં આવેલી રેલીને કારણે જોરદાર ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું. એની વચ્ચે એક મહિલા ગુસ્સામાં આવીને મંત્રી સામે અંગ્રેજોમાં જોરજોરથી બોલી હતી. મહિલાએ કહ્યું હતું કે ટ્રાફિક રોકીને નહીં, પણ મેદાનમાં જઈને વાત કરો. અહીંથી હાલ જ જતા રહ્યો. ગેટ આઉટ, ગેટ આઉટ કહીને જોરથી પણ બોલી હતી. તેને કહ્યું તમને આ વાત સમજાતી કેમ નથી. સેંકડો લોકો ફસાઈ ગયા છે. અહીંથી ચાલ્યા જાઓ. એના પછી મંત્રી આગળ પણ ગયા હતા. પોલીસે પણ મહિલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ કોઈની વાત સાંભળતી નહોતી અને જોરજોરથી કહી રહી હતી અહીંથી જતા રહો.


કહેવાય છે મહિલા વીડિયોમાં પોતાની દીકરીને લેવા જઈ રહી હતી, પરંતુ ટ્રાફિક જામને કારણે ફસાઈ ગઈ હતી. પોલીસે મહિલાને શાંત કરીને દૂર લઈ જવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા જોરજોરથી બૂમાબૂમ કરી હતી. મારી સાથે કોઈ વાત કરશો નહીં ફક્ત પહેલા ટ્રાફિક હટાવો. મહિલાએ પોલીસની પણ બોલતી બંધ કરી દીધી હતી, જ્યારે રેલીમાં સામેલ મહિલાઓની પણ એ મહિલાએ ઝાટકણી કાઢી હતી.

આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશપ્રમુખ હર્ષવર્ધન સપકાળે પણ એની જોરદાર ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરતા લખ્યું હતું કે મહિલાઓની સશક્તિકરણના નામે રાજકારણ રમવામાં આવી રહ્યા છે. અનામતના નામે મહિલાઓને ગુમરાહ કરવામાં આવે છે અને એ પણ ફક્ત રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ જ ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!