ભારતમાં દોડાવવામાં આવશે હવે સ્વદેશી બુલેટ ટ્રેન, જાણો ખાસિયતો
એપ્રિલ 2027 સુધીમાં પાટા પર ઉતરશે મેડ ઇન ઇન્ડિયા બુલેટ ટ્રેન

ભારતમાં ગુજરાતમાં સૌથી પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે હવે રેલવે મંત્રાલયે કહ્યું છે કે દેશમાં સ્વદેશી બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. અત્યારે ગુજરાતમાં સુરત-બિલિમોરા વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની સરકારે તૈયારી કરી છે, જ્યારે એના પછી મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, જેની સ્પીડ કલાકના 250થી 350 કિલોમીટરની હશે, પરંતુ આ બુલેટ ટ્રેન વચ્ચે રેલવે મંત્રાલયે મોટો દાવો કરતા કહ્યું છે કે દેશમાં સ્વદેશી બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે એની સ્પીડ હશે કલાકના 280 કિલોમીટરની છે.
આગામી એપ્રિલ, 2027 સુધીમાં દેશમાં સ્વદેશી બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે એની સ્પીડ કલાકના 280 કિલોમીટરની હશે. એટલે 280 કિલોમીટરનું અંતર કલાકમાં કાપી જશે. રેલવે મંત્રીએ બેંગલુરુમાં બીઈએમએલના આદિત્ય પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જેની સાથે ભારતની પહેલી બુલેટ ટ્રેન બી-28 નિર્માણ કાર્ય શરુ કર્યું છે. આ પ્લાન્ટ કલાકના 280 કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવાની ક્ષમતા ધરાવે છે, જેના માટે હાલમાં બે હાઈ સ્પીડ ટ્રેનસેટ તૈયાર કરવામાં આવશે, જે પહેલી ટ્રેનસેટ માર્ચ 2027 સુધીમાં તૈયાર કરવામાં આવશે.
આ ટ્રેનની ખાસિયત અંગે કહીએ તો ટ્રેન ફુલ એસી ચેર કાર હશે. એના સિવાય ટ્રેનની ચેર પણ 360 ડિગ્રી ઘૂમવા અને ઝૂકનારી હશે. એની સાથે ટ્રેનમાં ઓનબોર્ડ ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ આપવામાં આવશે. આ ટ્રેન હાઈ સ્પીડ ટેકનોલોજી જાપાન સહિત ચીન જેવા દેશોની નિર્ભરતા ઘટાડશે અને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સૌથી મોટી સિદ્ધિ સાબિત થશે.
રેલવે મંત્રાલયના અહેવાલ અનુસાર બુલેટ ટ્રેનને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ), ચેન્નઈ અને બીઈએમએલની સાથે ડિઝાઈન કરવામાં આવશે. ઓક્ટોબર, 2024માં બીઈએમએલને બે હાઈ સ્પીડ ટ્રેનસેટ ડિઝાઈન અને નિર્માણ કરવાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. એને બનાવવા માટે લગભગ 866.86 કરોડનો ખર્ચ થવાનું અનુમાન છે. આ ટ્રેનને ઓગસ્ટ 2027 સુધી ચાલુ કરવામાં આવશે.
શરુઆતમાં આ ટ્રેનને સુરત અને બિલિમોરા વચ્ચેના 97 કિલોમીટર લાંબા રુટ પર દોડાવવાની યોજના છે, જે મૂળ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો મુખ્ય કોરિડોર છે. 2027માં પહેલા ત્રિમાસિકગાળામાં માર્ચ-એપ્રિલ વચ્ચે આ ટ્રેનને લોન્ચ કરવામાં આવશે એા પછી ટ્રાયલ શરુ કરવામાં આવશે. ભારતની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેનની સ્પીડ કલાકના 280 કિલોમીટરની હશે.
