ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ આ ૩ રાશિ માટે ભારે, જાણો કઈ રાશિએ રાખવી પડશે વિશેષ સાવધાની?
વૈદિક જ્યોતિષમાં શનિ કર્મફળનો દાતા અને ન્યાયનો દેવતા માનવામાં આવે છે. શનિની ચાલ સંભવિત ફેરફાર માટે તમામ રાશી માટે મહત્ત્વનો માનવામાં આવે છે. ઓક્ટોબર 2026માં શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં રહેશે અને આ દરમિયાન ખાસ કરીને ત્રણ રાશિના જાતકોને ધન, કારકિર્દી અને પારિવારિક મામલે વિશેષ સાવધાની રાખવી પડશે, તેથી જાણીએ આ મહિનામાં કઈ રાશિઓને લાભ મલશે અને કોને સતર્કતા રાખવાની જરુરિયાત પડી શકે છે.
ક્યાં સુધી રહેશે શનિની વક્રી સ્થિતિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ 26 જુલાઈ, 2026થી વક્રી અવસ્થામાં હતો અને હવે અગિયારમી ડિસેમ્બર સુધી માર્ગીમાં રહેશે. એટલે લગભગ 138 દિવસ સુધી શનિ વક્રી અવસ્થામાં રહેશે. સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન શનિ વક્રી અવસ્થામાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વક્રી ગતિ એટલે કોઈ પણ ગ્રહ પૃથ્વી પરથી પાછળ અને આગળ વધે છે.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો આરોગ્ય અને મહત્ત્વપૂર્ણ નિર્ણયોને લઈ સતર્ક રહેવાનું જરુરી રહેશે. ઉતાવળમાં કોઈ આર્થિક-નાણાકીય નિર્ણય લેવાનું ટાળજો. પરિવારમાં કોઈ વાતને લઈ વિવાદ થઈ શકે છે, તેથી વાતચીતમાં પણ ધીરજ રાખો. નોકરીના સ્થળે પણ અમુક મુશ્કેલીઓ આવી શકે છે, તેથી સંયમપૂર્વક રહો.
મકર રાશિઃ મકર રાશિના સ્વામી સ્વયં શનિ ગ્રહ છે, તેથી મકર રાશિના જાતકોએ પણ આર્થિક મુદ્દે વધુ સાવધાની રાખવી જોઈએ અને સતર્ક પણ રહે. જૂના દેવા અને રોકાણ સંબંધી બાબતમાં વધુ સતર્કતા રાખો. વધુ પડતા ખર્ચ પર પણ નિયંત્રણ રાખો. નોકરીના સ્થળે મહેનત છતાં પરિણામ મળી શકે નહીં, પણ ધીરજ રાખો.
કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોને સંબંધો અને કારકિર્દી સંબંધમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. અચાનક મળનારા ધનલાભ મુદ્દે પણ ઉતાવળ કરશો નહીં. પરિવારના સભ્યો સાથે ગુસ્સે કે ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. શક્ય એટલા આત્મવિશ્વાસપૂર્વક કામ કરો. નજીકની વ્યક્તિ સાથે પણ નારાજગીના ભોગ બની શકો છો, જે માનસિક આરોગ્ય પર પણ અસર કરી શકે.
શનિની કૃપા માટે શું કરશોઃ શનિની વક્રી ચાલ વખતે ખાસ કરીને શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો, જેનાથી માનસિક શાંતિ મળી શકે છે. શનિવારે હનુમાનજીની ઉપાસના કરવાની સાથે દાન પણ કરી શકો. જરુરિયાતમંદ લોકોને નિસ્વાર્થભાવે સેવા કરી શકો. એના સિવાય હનુમાનજીની પૂજા નિયમિત કરો. આ દિવસ દરમિયાન શનિદેવના બીજા મંત્રનો જાપ અને શનિ સ્ત્રોત પાઠ કરવાનું લાભદાયક છે.
આ પણ વાંચો
Weekly Horoscope: મેષથી મીન સુધીની તમામ રાશિઓનું જાણો આ અઠવાડિયાનું આખું રાશિફળ?
