‘ધ લિટલ બોય’ના કારણે ભારતીય ખેતી અને અર્થતંત્ર પર તોળાતું સંકટ
બદલાતા હવામાનથી વૈજ્ઞાનિકો જ નહીં, દુનિયાભરની સરકારો પરેશાન છે. બારે માસ વરસાદ, ગરમીના માહોલને કારણે સમગ્ર વાતાવરણમાં ગંભીર રીતે ફેરફારો થઈ રહ્યા હોવાનું વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે. ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેવાના પણ અહેવાલ છે અને એના માટે અલ નીનોનું પરિબળ જવાબદાર છે. અલ નીનોને સ્પેનિશમાં ધ લિટલ બોય પણ કહે છે. આ લિટલ બોય એટલે નાનકડા છોકરાથી ભારતીય હવામાન વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું નબળું રહી શકે અને એના માટે જવાબદાર છે અલ નીનો. અલ નીનો પ્રશાંત મહાસાગરમાં નાના ભાગથી ડેવલપ થઈ રહ્યો છે. આ અહેવાલો વચ્ચે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દિલ્હીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર થઈ ગયો હતો.
હવામાન વિભાગના અનુમાન અનુસાર 2026માં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના મોન્સુનમાં સરરેરાશ કરતા ઓછો વરસાદ પડશે, કારણ કે અલ નીનો વિકસિત થઈ રહ્યો છે. ઓછા વરસાદથી પાકપાણી પર અસર થવાની સાથે અનેક વિસ્તારોમાં પાણીની પણ અછત સર્જાઈ શકે છે. દુકાળ પણ પડી શકે છે. એક અંદાજ પ્રમાણે ઓછા વરસાદથી અનાજના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થઈ શકે છે, જે સમગ્ર માનવજાત માટે મોટા સંકટસમાન છે.
ધ લિટલ બોયને ક્રાઈસ્ટ ચાઈલ્ડ પણ કહેવાય છે. અલ નીનો એ પૂર્વી અને મધ્ય પેસિફિક મહાસાગરમાં એક મોસમી ઘટના છે જે પર્યાવરણીય ચક્રને વિક્ષેપિત કરે છે અને વરસાદ લાવતા ચોમાસાના પવનોને નબળા પાડે છે. આના પરિણામે ચોમાસા દરમિયાન ભારતીય ઉપખંડમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. અલ નીનો દર 2 થી 7 વર્ષે થાય છે.
અલ નીનોની ભારત પર શું અસર થશે
. સમાન્ય રીતે દરિયામાં ગરમ હવા ફૂંકાય છે અને પોતાની સાથે પાણીને પણ શોષી લે છે, જેને કારણે સામાન્ય વરસાદ પડે છે. ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડે છે.
. અલ નીનો વિકસિત થવાથી આ ગરમ હવા નબળી પડે છે અને ઠંડી થાય છે, જેને કારણે પાણી ઓછું ઉપાડી શકે છે. જો તેની ચોમાસા પર અસર થાય તો નબળું પાડી શકે અને વરસાદ ઓછો થાય છે.
. ભારત માટે ચોમાસું મહત્ત્વ છે, કારણ કે ચોમાસામાં ભારતમાં 70 ટકા વરસાદ થાય છે, જે ભારતની ખેતીવાડી માટે મહત્ત્વપૂર્ણ છે. અત્યાર સુધીમાં 17 વખત અલ નીનોનો પ્રભાવ રહ્યો છે, જેમાં પાંચથી સાત વખત સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હતો, જ્યારે નવ વખત ભારતમાં લાંબા સમય સુધી 78.2 ટકા વરસાદ નોંધાયો હતો, જે 37 વર્ષમાં સૌથી ઓછો વરસાદ હતો.
. ભારતની ચાર ટ્રિલિયનની ઈકોનોમીમાં ખેતીવાડીનો 18 ટકા હિસ્સો છે, જે ભારતના 150 કરોડ લોકોનું પેટ ભરે છે. અલ નીનોનું નકારાત્મક પરિબળ એ છે કે જે ડેવલપ થયા પછી હજારો કિલોમીટર દૂરથી અલ નીનો નાની જગ્યાએ ડેવલપ થાય છે, જે લાંબા ગાળે ચિંતાનું કારણ બની શકે.
