ભારતમાં સોનાના દાગીના-હીરાની નિકાસમાં થયો ઘટાડો, કારણ શું?
વૈશ્વિક તણાવ અને સપ્લાય ચેનની સમસ્યાઓ વચ્ચે હીરા અને સોનાના દાગીનાની માગ ઘટી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે એપ્રિલ મહિનામાં ભારતમાં રત્ન અને આભૂષણની નિકાસમાં નવ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે એપ્રિલમાં દેશની રત્ન અને ઝવેરાતની નિકાસ ઘટીને 222 કરોડ અમેરિકન ડોલર (20,825 કરોડ રુપિયા) થઈ છે, એમ જીજેઈપીસીએ જણાવ્યું છે.
ગયા વર્ષે એપ્રલિ મહિનામાં દેશમાં કૂલ નિકાસ 244.85 કરોડ અમેરિકન ડોલર યાને 20,952 કરોડ રુપિયા થઈ હતી. નિકાસમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં જારી સંકટ છે, જેને કારણે દુનિયાભરની સપ્લાય ચેન પર અસર પડી છે. જીજેઈપીસીએ કહ્યું કે વૈશ્વિક સ્તરે વધતા તણાવને કારણે અમેરિકામાં થનારી નિકાસ પર અસર થઈ છે, કારણ કે ટેરિફ પોલિસી હજુ સ્પષ્ટ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે એપ્રિલ મહિનામાં પોલિશ કરેલા હીરાની નિકાસમાં પણ 19 ટકા ઘટાડો થયો છે.
પોલિશ કરેલ લેબમાં બનાવેલા હીરાની નિકાસ 15 ટકા ઘટીને 9.32 કરોડ અમેરિકન ડોલર રહી છે, જ્યારે ગયા વર્ષે 11 કરોડ ડોલર હતી. ઉપરાંત, સોનાના દાગીનાની નિકાસ પણ 21 ટકા ઘટીને 84.15 કરોડ ડોલર હતી, જે ગયા વર્ષે એપ્રિલમાં 107.56 કરોડ ડોલર હતી.
. પશ્ચિમ એશિયાનું સંકટ: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવને કારણે સપ્લાય ચેન ખોરવાઈ છે અને અમેરિકા જેવા મોટા દેશોમાં ટેરિફ પોલિસી અસ્પષ્ટ હોવાથી નિકાસને ફટકો પડ્યો છે.
. હીરા ઉદ્યોગ પર અસર: પોલિશ કરેલા કુદરતી હીરાની નિકાસમાં 19% નો ઘટાડો નોંધાયો છે, જ્યારે લેબ-ગ્રોન (LGD) હીરાની નિકાસ પણ 15% ઘટીને 9.32 કરોડ ડોલર રહી છે.
. સોનાના દાગીના: સોનાના દાગીનાની નિકાસમાં પણ 21% નો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે ગયા વર્ષના $107.56 કરોડ સામે આ વર્ષે $84.15 કરોડ થઈ છે.
