April 30, 2026
રમત ગમત

Happy Birthday Star: 2027 વન-ડે વર્લ્ડ કપ જીતવાનું સપનું રોહિત શર્માનું સાકાર થશે?

Spread the love


ટીમ ઈન્ડિયાના ધુરંધર ઓપનર બેટ્સમેન રોહિત શર્માને દુનિયા હીટમેન તરીકે ઓળખે છે. ટવેન્ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના હિસ્સો રહેવાની સાથે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપ 2023માં પણ સેકન્ડ નંબરે રહ્યું હતું. રોહિત સર્મા ફક્ત વનડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહ્યો નથી, પરંતુ ભારત માટે વનડે વર્લ્ડ કપ 2027 માટે ચેમ્પિયન બનાવવા માટે ઉત્સુક છે. રોહિતની આગેવાનીમાં જ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ચેમ્પિયન બનાવ્યું હતું.

રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં ભારતને 2023માં વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાની નજીકમાં હતા, પરંતુ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. અમદાવાદના સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારત હાર્યા પછી હવે 2027 વર્લ્ડ કપ જીતાડવાનું સપનું સેવી રહ્યો છે. 40 વર્ષના થયેલા રોહિત શર્મા ભારતવતીથી રમવા તૈયારી કરી રહ્યો છે અને એના માટે પણ તૈયારી કરી રહ્યો છે.

30 એપ્રિલ 1987ના નાગપુરમાં એક સાધારણ પરિવારમાં જન્મેલા રોહિત શર્માનું ભારતીય ક્રિકેટમાં લોકપ્રિય ખેલાડી છે, જે છેલ્લા દક્ષિણ આફ્રિકામાં આયોજિત વનડે વર્લ્ડ કપ 2027માં ભારતને ચેમ્પિયન બનાવવાની ઈચ્છા ધરાવે છે. આ અગાઉ ભારતએ વનડે વર્લ્ડકપ 2011માં ચેમ્પિયન બન્યું હતું, પરંતુ એ એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ, જેમાં રોહિત શર્મા હિસ્સો નહોતો, જ્યારે તે 2007માં ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતો.

સૌથી મહત્ત્વની વાત એ છે કે રોહિત શર્મા 2015, 2019 અને 2023 વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે, પરંતુ ટીમનું પ્રદર્શન વિશ્વ કપની અપેક્ષા પ્રમાણે રહ્યું નહોતું. રોહિત શર્માએ 2019 વર્લ્ડ કપમાં પાંચ સદી સહિત 648 રન બનાવીને બેસ્ટ સ્કોર કર્યો હતો, પરંતુ ટીમ સેમી ફાઈનલથી આગળ પહોંચી શકી નહોતી.
રોહિત શર્માની અન્ય સિદ્ધિની વાત કરીએ તો આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સવતી પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટનશિપ છોડ્યા પછી મુંબઈની હાલત આ વખતની આઈપીએલમાં કફોડી બની છે.

રોહિત શર્મા ભારતના વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકર (18426) અને વિરાટ કોહલી (14797) પછી ત્રીજા ક્રમે છે. તેમણે અત્યાર સુધી 274 મેચ રમીને 11577 રન બનાવ્યા છે, જેમાં 33 સદી અને 61 અડધી સદી સામેલ છે. રોહિતે 2007 થી લઈને 2026 સુધી 48.84 ની સરેરાશથી આ રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!