June 22, 2026
બિઝનેસ

ભારતના સૌથી પાંચ મોંઘા શેર છે કયા: એક સ્ટોક તો સોના કરતા હતો મોંઘો

Spread the love


MRFથી લઈને એલસિડ સુધી, જાણો કયા શેરનો ભાવ છે લાખોમાં

ભારતીય શેરબજારમાં નિરંતર ઉતારચઢાવ જોવા મળે છે, જેમાં સેન્સેક્સ-નિફ્ટી ક્યારેક રેડ ઝોનમાં હોય છે તો ક્યારેક પોઝિટિવ. સ્ટોકમાર્કેટમાં રોકાણ જોખમ ભરેલું છે, પરંતુ હજુ એવા પણ શેર છે, જે એક જમાનામાં સોનાચાંદીના તોલાના ભાવ કરતા વધુ હતું. સોનાચાંદી કરતા પણ શેરબજારના સૌથી મોંઘા ભાવ જોવા મળ્યા હતા, જેમાં કયા સ્ટોકના ભાવમાં વધારો થયો છે એની વાત જાણીએ, જેમાંથી એક સ્ટોકનો ભાવ તો એક લાખ રુપિયાથી વધુ છે.

ભારતીય સ્ટોકમાર્કેટમાં લિસ્ટેડ દેશનો સૌથી મોંઘો શેર ટાયર બનાવનારી કંપનીનો. આ અઠવાડિયા દરમિયાન માર્કેટમાં ટાયર કંપનીના શેરમાં વધઘટ જોવા મળે રહી છે, જે સાતમી તારીખના 1.29 લાખ રુપિયાનો ભાવ હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 55,130 કરોડ હતું. માર્કેટમાં સૌથી મોંઘો સ્ટોક છે, જ્યારે કંપનીએ હજારો રોકોણકારોને ફાયદો પણ કરાવ્યો છે. વાત કરીએ એમઆરએફ સ્ટોકનો ભાવ 1999માં 1,900 રુપિયા હતા અને લાંબા સમયથી દેશમાં સૌથી મોંઘા સ્ટોકની યાદીમાં મોખરે રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડને જોઈએ તો રોકાણકારોને દરેક સ્ટોકમાં લગભગ 53,000 રુપિયાનો ફાયદો થયો છે.

એમઆરએફ ટાયર પછી બીજો સ્ટોક એલસિડ ઈન્વેસ્ટમેન્ટ શેર, જેને રોકાણકારોને માલામાલ પણ કર્યા છે. 2,780 કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી એલસિડ ઈન્વેસ્ટમેન્ટ કંપનીનો જૂન 2024માં ફક્ત 3.53 રુપિયા હતો, પરંતુ કોલ ઓક્શન પ્રોસેસ પછી નવેમ્બરમાં શેરનો ભાવ 3.30 લાખ રુપિયા થયો હતો, જે એમઆરએફને પાછળ રાખીને નંબર વન બની ગયો હતો. ઐતિહાસિક સપાટી પાર કર્યા પછી સ્ટોકમાં ઘટાડો થતો રહ્યો છે, જે 1.24 લાખ રુપિયાએ ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં બે લાખ રુપિયાનો ઘટાડો થયો પછી મોસ્ટ એક્સપેન્સિવ સ્ટોકની યાદીમાં સામેલ છે.

ત્રીજા ક્રમે બોશ કંપનીનું નામ આવે છે, જે જર્મન એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કંપની છે જેનો બિઝનેસ તમામ સેક્ટરમાં ફેલાયેલો છે. કારબાઈકના એબીએસ, સેન્સર, ઈલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ગુડ્સમાં વોશિંગ મશીન, ફ્રિઝ સહિત અન્ય સામાન બનાવે છે. બોશ શેરનો ભાવ દેશના સૌથી મોંઘા સ્ટોકમાં બોશનો પણ નંબર આવે છે. આ કંપની 1970ના દાયકામાં ભારતીય શેરબજારમાં લિસ્ટ થઈ હતી, જેના એક શેરનો ભાવ 37,915 રુપિયાનો ભાવ છે. 1999માં સ્ટોકનો ભાવ 389 રુપિયા હતો.

ચોથા ક્રમે પેજ ઈન્ડસ્ટ્રીઝ અને પાંચમા ક્રમે થ્રીએમ ઈન્ડિયા લિમિટેડનો નંબર આવે છે. પેજ ઈન્ડસ્ટ્રીઝનો ભાવ 37,255 રુપિયા છે. ઈનરવિયર અને એથલીઝર સેગમેન્ટમાં કામ કરનારી પેજ ઈન્ડસ્ટ્રીઝનો અમેરિકન ફર્મ જોકી ઈન્ટરનેશનલ સાથે કોન્ટ્રાક્ટ છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળથી લઈને યુએઈ સુધી પેજ ઈન્ડસ્ટ્રીઝ આ બ્રાન્ડની સેલ, માર્કેટ અને મેન્યુફેકચરિંગનું કામ કરે છે.
પેજ ઈન્ડસ્ટ્રીઝ સિવાય અમેરિકન ટેક કંપની થ્રીએમ ઈન્ડિયા લિમિટેડ છે. જેનો ભાવ 32,760 રુપિયાની આસપાસનો છે. હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટેશન અને ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ સિવાય કન્ઝ્યુમર પ્રોડક્ટ મેન્યુફેકચરિંગ સાથે સંકળાયેલી છે. 80ના દાયકામાં ભારતીય માર્કેટમાં લિસ્ટેડ કંપની પણ મોંઘા સ્ટોકમાં સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!