શ્રેયસ અય્યરના સુપર કેચે દુનિયાનું જીત્યું દિલ: પંજાબની મુંબઈમાં શાનદાર જીત
વાનખેડેમાં મુંબઈની હાર, પ્રીતિ ઝિંટા અને સલમાન ખાને પાઠવ્યા અભિનંદન
મુંબઈના ઘરઆંગણે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ઈલેવનની મેચ આ વખતની આઈપીએલ માટે ખાસ્સી ચર્ચામાં આવી છે. દરેક મેચમાં હાર જીતના પરિબળો રહે છે, પરંતુ આ મેચ અનેક ઉતારચઢાવ જોવા મળ્યા હતા. પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટથી હરાવ્યું હતું. ગુરુવારે રમાયેલી મેચમાં ટોસ જીતીને પહેલી બેટિંગમાં આવેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં છ વિકેટે 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં 16.3 ઓવરમાં ત્રણે વિકેટે 198 રન બનાવીને મેચ જીતી લીધી, પરંતુ પંજાબના કેપ્ટનની સુપર ઈનિંગને કારણે પંજાબના ચાહકોની સાથે માલિકનું પણ દિલ જીતી લીધું. પ્રિટી ઝિંટાએ ખુદ ટીમના ભારોભાર વખાણ કરીને પણ મેસેજ આપ્યો હતો. ટીમ માટે સુપર કેચ ઝડપનારા શ્રેસે અય્યરે શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી.
અર્શદીપ સિંહે પહેલા બે વિકેટ ઝડપીને મુંબઈ ઈન્ડિયન્સની છાવણી પર દબાણ લાવી દીધું હતું, પરંતુ કિવન્ટન ડીકોકે તોફાની બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર પર લઈ જવામાં સફળતા અપાવી હતી. નમન ધીર અને ડીકોકની સદી બનાવી હતી, ત્યાર પછી કેપ્ટન હાર્દિક પંડ્યાનો આઈકોનિક કેચ ઝડપીને શ્રેયસ અય્યરે જ જાણે મેચ જીતી લીધી હતી.
સૂર્યકુમાર યાદવ ઝીરોમાં આઉટ થયા પછી હાર્દિક પંડ્યાનો શાનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચ જોઈને મેદાન બહાર બેઠેલા રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને પણ આશ્ચર્ય થયું હતું. આ કેચને શાનદાર કેચ બતાવતા પ્રીટિ ઝિંટાએ લખ્યું હતું કે અય્યરે કેચ ઝડપવાની સાથે શાનદાર બેટિંગ કરીને મેચ પર પકડ બનાવી હતી. 35 બોલમાં 66 રનની કેપ્ટન ઈનિંગ રમીને સરપંચ સાથે રિકી પોન્ટિંગના માર્ગદર્શનની પ્રશંસા કરી હતી.
Yes Yes Yessss !!!! Congratulations @PunjabKingsIPL for this win 👊So much maturity from @prabhsimran01 & wow @arshdeepsinghh Happy to see you shine 🤩 Amazing team work under the capable leadership of Sadda Sarpanch @ShreyasIyer15 & @RickyPonting 🔥 That was an awesome catch… pic.twitter.com/MNPsG1U1qU
— Preity G Zinta (@realpreityzinta) April 16, 2026
પંજાબ કિંગ્સ ઈલેવને વાનખેડેમાં છઠ્ઠી વખત મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું, જ્યારે આઈપીએલમાં પંજાબની અઢારમી જીત છે. આઈપીએલની આ વખતની સિઝનમાં પંજાબની પાંચ મેચમાં ચોથી જીત છે. પહેલી મેચમાં કોલકાતાને હરાવ્યું હતું, જ્યારે મુંબઈ પાંચમાંથી ચાર મેચ હાર્યું છે. પાંચમાંથી ચાર મેચ જીતતા પોઈન્ટ ટેબલમાં પંજાબ મોખરે રહ્યું છે, જ્યારે મુંબઈ નવમા ક્રમે રહ્યું છે.
પંજાબની ઐતિહાસિક જીતના બે હીરો રહ્યા હતા. પ્રભસિમરન સિંહ અને અર્શદીપ સિંહ. પ્રભશિમરન સિંહે 39 બોલમાં 80 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો, જ્યારે અર્શદીપ સિંહે ચાર ઓવરના સ્પેલમાં 22 રન આપીને ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. આ અગાઉ પંજાબની જીત અંગે પ્રીતિ ઝિંટાને ભાઈજાન સલમાન ખાનએ પણ સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
