LPG સિલિન્ડરની ઝંઝટમાંથી મળશે મુક્તિ? પાણી અને ઇથેનોલના મિશ્રણથી રસોઈ બનાવવાનું વૈજ્ઞાનિક કારણ જાણો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં દાવો કર્યો કે જેમાં એલપીજીની જરુરિયાત લગભગ ખતમ થઈ જશે. નિતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પાણીમાં ફક્ત સાત ટકા ઈથેનોલનું મિશ્રણ કરો તો સ્ટવમાં જેટલી આગ ઊભી થઈ શકે છે, જેમાં ખાવાનું પણ બનાવી શકાય છે.
વાસ્તવમાં જો આ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ શકે તો એલપીજી પરની નિર્ભરતા ઘટાડી શકાય છે, જેનાથી એલપીજી સિલિન્ડર પણ સસ્તા થઈ શકે છે. વાસ્તવમાં પાણી અને ઈથોનલનું મિશ્રણ કરવાથી આગ બની શકે છે કે ખાલી દાવા કરવામાં આવ્યા છે. જાણીએ વાસ્તવિકતા.
પાણીમાં ઈથેનોલનું મિશ્રણ થઈ શકે
હવે સવાલ થાય કે પાણીમાં ઈથેનોલનું મિશ્રણ કરવાથી આગ પ્રગટી શકે છે, યા તો એમાં ખાવાનું બનાવી શકાય તો એનો સીધો જવાબ એ છે કે એ શક્ય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ અને એન્જિનિયરિંગ સિસ્ટમની જરુરિયાત છે, જે ઝડપથી આગ પકડી શકે છે, પરંતુ જ્યારે પાણીમાં મિશ્રણ કરવામાં આવે ત્યારે સમગ્ર સિસ્ટમ બદલાઈ જાય છે.
વિજ્ઞાન અનુસાર પાણીમાં ઈથેનોલને વરાળ બનાવવાનું કામ કરે છે પણ જ્યારે ઈથેનોલની માત્રા ઓછી હોય તો આગ પકડતી નથી. આ જ કારણથી બિયર જેવા ડ્રિન્ક્સમાં આલ્કોહલ હોવા છતાં તેમાં આગ લાગતી નથી.
એક રિસર્ચ અનુસાર સામાન્ય રીતે સાત ટકા જેટલા ઓછા ઈથેનોલના મિશ્રણથી નિરંતર આગને ટકાવી રાખવાનું થોડું મુશ્કેલ છે. મોટા ભાગના ઈથેનોલ સ્ટવ માર્કેટમાં મળે છે, તેમાં 70થી 90 ટકા સુધી પ્યોર ઈથેનોલના ઉપયોગ થાય છે, જેનાથી એલપીજીના માફક બ્લુ આગ ઉત્પન્ન કરે છે.
નિષ્ણાતો માને છે કે ગડકરીનો દાવો ફક્ત ત્યારે જ તકનીકી રીતે શક્ય છે જો ખાસ ડિઝાઇન કરેલા, હાઇ-ટેક સ્ટોવનો ઉપયોગ કરવામાં આવે. આધુનિક ઇથેનોલ સ્ટોવ આજે પ્રેશર બર્નર અથવા પ્રીહિટિંગ સિસ્ટમ્સ જેવી તકનીકોનો ઉપયોગ કરે છે. આ તકનીક ઇથેનોલને પહેલાથી જ વરાળમાં રૂપાંતરિત કરે છે, જે તેને સતત અને સુરક્ષિત રીતે બાળવા દે છે ઓછી માત્રામાં પણ.
ભારતમાં શેરડી અને કૃષિ પેદાશોથી ઈથેનોલનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. જો આ ટેક્નિક સફળ રહી તો એલપીજી સિલિન્ડર પરની ભારતની નિર્ભરતા ઘટી જશે. જોકે, કિચન સુધી સુરક્ષિત રીતે કામ કરવા અને સ્ટવની કિંમતને ઓછી રાખવાનું પડકારજનક છે. આમ છતાં એલપીજીની તુલનામાં ઈથેનોલથી જમવાનું બનાવવાનું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
