May 3, 2026
વાંચન વૈવિધ્યમ

દુનિયાની એવી અનોખી જગ્યા જ્યાં એક પણ મચ્છર જોવા મળતો નથી, જાણો વૈજ્ઞાનિક કારણ?

Spread the love

દુનિયાભરમાં મચ્છરનો ઉપદ્રવ એક અત્યંત સામાન્ય બાબત છે, તમને પણ તમારા ઘરમાં કે આસપાસમાં ક્યારેકને ક્યારેક તો મચ્છરોનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો જ હશે, બરાબર ને? પરંતુ શું તમે કોઈ એવા સ્થળ વિશ કે દેશ વિશે જાણો છો કે જ્યાં મચ્છરોનો ઉપદ્રવ બિલકુલ જ ના હોય? તમને કદાચ એવું પણ થશે ભાઈસાબ આવું તો કઈ રીતે શક્ય છે, પણ દુનિયામાં એક એવો દેશ છે કે જ્યાં એક પણ મચ્છર નથી. ચાલો તમને જણાવીએ આ અનોખા દેશ વિશે અને આ પાછળના કારણ વિશે…

તમને જાણીને નવાઈ લાગશે કે આ પૃથ્વી પર એક એવો દેશ પણ છે જ્યાં મચ્છરોની વસતી બિલકુલ શૂન્ય છે. મચ્છરોથી મુક્ત એવા આ અનોખા દેશનું નામ આઈસલેન્ડ છે. આ દેશ બરફ અને આગના સંગમ માટે જગવિખ્યાત છે અને આ જગ્યા એ પૃથ્વી પરની એવી છેલ્લી જગ્યાઓમાંથી એક છે કે જ્યાં મનુષ્યોએ રહેવાનું શરૂ કર્યું હતું. આઈસલેન્ડની શોધ આશરે 1100 વર્ષ પહેલાં નોર્વેના વાઈકિંગ્સ દ્વારા કરવામાં આવી હતી અને તેને ધરતીની સૌથી નવી વસેલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે.

વૈજ્ઞાનિકોના દાવા મુજબ આઈસલેન્ડમાં મચ્છરો ન હોવા પાછળ ત્યાંનું અસ્થિર વાતાવરણ મુખ્ય કારણ છે. અહીં સતત બરફ જામવાની અને પીગળવાની પ્રક્રિયા ચાલતી રહે છે, જેના કારણે મચ્છરોની ઉત્પત્તિ માટે જરૂરી સ્થિતિ ક્યારેય બની શકતી નથી. આ ઉપરાંત આઈસલેન્ડના પાણી અને માટીની રાસાયણિક સંરચના પણ મચ્છરોના પ્રજનન માટે જરાય અનુકૂળ નથી.

આ ઉપરાંત અહીં બરફના તોફાનોની સાથે જ્વાળામુખી ફાટવા જેવી પ્રક્રિયાઓ પણ જોવા મળે છે, જે મચ્છરના અસ્તિત્વને રોકે છે. સામાન્ય રીતે મચ્છરોને ભીનું અને આર્દ્ર વાતાવરણ પસંદ હોય છે, પરંતુ આઈસલેન્ડનું સમુદ્રી જળવાયુ મચ્છરમુક્ત હોવા પાછળનું એક મોટું કારણ છે. આમ, આઈસલેન્ડ વિશ્વનો એક એવો દેશ છે જ્યાં લોકો મચ્છરના ત્રાસ કે કાનમાં થતા ગણગણાટ વગર આરામથી રહી શકે છે.

જોકે, હાલમાં જ થોડાક સમય પહેલાં આ મચ્છર વિનાના દેશમાંથી ત્રણ મચ્છર મળી આવ્યા હતા. આઈસલેન્ડ ખાતે ત્રણ મચ્છરોનું મળી આવવું એ ખૂબ જ ચિંતકાજનક બાબત હતી અને ક્લાઈમેટ ચેન્જની દિશમાં પ્રકૃતિએ આપેલી જોખમની ચેતવણી હોવાનું એક્સપર્ટ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!