લતા મંગેશકર જેવા અવાજવાળા ગાયિકા સુમન કલ્યાણપુરના 5 સદાબહાર ગીત
બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં એકથી એક ચઢિયાતા ગાયક બની ગયા. 70-80-90 દાયકા સુવર્ણ કાળ માનવામાં આવે છે. 70ના ગોલ્ડન એરામાં લત્તા મંગેશકર અને આશા ભોસલેએ રાજ કર્યું હતું. બંને બહેનો મ્યુઝિક ડાયરેક્ટરના ફેવરેટ હતા, જેમાં અન્ય ગાયિકાને તો ભાગ્યે જ ગીતો ગાવા મળતા હતા, પરંતુ એ જ સમયગાળામાં એક ગાયિકા પોતાની ટેલેન્ટને આધારે સાબિત કર્યું હતું કે પોતે મહાન ગાયક છે અને એમનું નામ હતું સુમન કલ્યાણપુર. તેમનો અવાજ એટલો શાનદાર હતો કે મ્યુઝિકના શોખીન લોકો પણ કન્ફ્યુઝ હતા કે આ ગીત તો લત્તા મંગેશકરે ગાયું છે. એમનો અવાજ લત્તાજી જેવો જ હતો.
કહેવાય છે કે સુમન કલ્યાણપુર વર્સેલિટી હતા, જે દરેક પ્રકારના ગીત ગાતા હતા. એટલે સુધી કે તેમના કંઠે બાળકોના ગીતો પણ તેઓ ગાઈ શકતા હતા. બોલીવુડમાં રોમાન્ટિક, સેડ અને ફાસ્ટ બીટ પણ ગીતો ગાતા હતા. પોતાની ફિલ્મી કારકિર્દીમાં હિન્દીમાં 850થી વધુ ગીતો ગાયા હતા, જ્યારે પાંચ ગીતો તો આજની જનરેશને પણ સાંભળ્યા હશે.
અને એક ગીત હતું દિલ એક મંદિરનું. જુહી મેરી કલી મેરી લાડલી ગીતની લોકપ્રિયતા એટલી બધી હતી કે બીજા પચાસ વર્ષ પછી પણ લોકોના કંઠે સદાય રહેશે. બીજું મેલોડી ગીત છે ના તુમ હમે જાનોનું નામ લેવું પડે. 1962માં સુમન કલ્યાણપુર અને હેમંત કુમારે ગીત ગાયું હતું અને સંગીત આપ્યું હતું એસડી બર્મન. ગીતના શબ્દો લખ્યા મજરુહ સુલ્તાનપુરીએ. ત્રીજું ગીત બહ્મચારીનું હતું. પાંચ દાયકા જૂનું ગીત પણ આજે પણ સંગીતપ્રેમીઓના હૃદયમાં ચોક્સ વસેલું છે. શમ્મી કપૂર અને મુમતાઝ પર ફિલ્માંકન કરેલું ગીત આજકાલ તેરે મેરે પ્યાર કે ચર્ચે પણ બહુ લોકપ્રિય બન્યું હતું. મોહમ્મદ રફી સાથે ગાયેલું સુમન કલ્યાણપુરે તરખાટ મચાવી દીધો હતો.
એના સિવાય સાથી ફિલ્મનું મેરા પ્યાર ભી તુ હૈ મુકેશ સાથેના ડ્યુએટ ગીતે રાતોરાતો સુમન કલ્યાણપુરને જાણીતા કરી દીધા હતા. આજે પણ આ ગીતે યુ-ટ્યુબ પર લોકપ્રિય ગીતોની યાદીમાં સ્થાન ધરાવે છે. લગભગ 3 મિલિયનથી વધુ વ્યૂઝ ધરાવનારા નૌશાદના મ્યુઝિકવાળા ગીતે વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. એ જ રીતે અન્ય ગીત 1974માં આવેલી રેશમ કી ડોરી ફિલ્મનું ગીત ભાઈ-બહેનના પવિત્ર સંબંધ માટે જાણીતું કર્યું હતું. બહના ને ભાઈ કી કલાઈ સે ગીત આજે પણ બહેનો રક્ષાબંધનના દિવસે તો અચૂક ગાતી હશે.
