ઓપરેશન સિંદૂર ડિફેન્સ સેક્ટરને ફળ્યુંઃ સંરક્ષણ સ્ટોકમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટરને ‘ચાંદી’
સેનાના પરાક્રમ બાદ HAL અને BEL જેવા શેરોમાં 96% સુધીનું બમ્પર વળતર
ઓપરેશન સિંદૂરની આજે પહેલી વર્ષગાંઠ છે અને આજના એક વર્ષ પહેલા સાતમી મે, 2025ના ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર હુમલા કરીને નેસ્તનાબુદ કરી નાખ્યા હતા. પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે ભારતે ઓપરેશન શરુ કર્યું અને એના 72 કલાકમાં પાકિસ્તાનને હથિયાર મૂકવાની નોબત આવી હતી, જેમાં ભારતીય ટેક્નોલોજી, સંરક્ષણ પ્રણાલી અને હવાઈ દળની વ્યૂહરચના પર સફળતા પર પ્રશંસાની નોંધ લીધી હતી, પરંતુ એની સ્ટોકમાર્કેટ પર જોરદાર અસર થઈ હતી અને હવે ડિફેન્સ કંપનીમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સે ફાયદો થયો હતો.
દેશની દિગ્ગજ ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને બીઈએલ (ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ) જેવી કંપનીને મોટો ફાદો થયો હતો. આ કંપનીમાં રોકાણકારોને લગભગ 90 ટકાથી વધુ વળતર મળ્યું હતું. ઓપરેશન સિંદૂર પછી દેશની ડિફેન્સ કંપનીમાં એચએએલ, બીઈએલ, ડેટા પેટર્ન વગેરે શેરના ભાવમાં વધારો થયો હતો, જેમાં અમુક કંપનીને 40 ટકા રિટર્ન મળ્યું હતું, જ્યારે કોઈ કંપનીને 96 ટકા સુધીનું વળતર મળ્યું હતું.
ડિફેન્સ કંપની ડેટા પેટર્ન્સ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં રોકાણ કરનારાને શાનદાર રિટર્ન મળ્યું હતું. એના સિવાય ડિફેન્સ સેક્ટરની કંપની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ લિમિટેડે પણ એક વર્ષમાં 72 ટકા રિટર્ન મળ્યું હતું. આ કંપનીએ એક વર્ષ પહેલા 1,776 રુપિયા ટ્રેડ કરી રહ્યો હતો, જે હવે એનો ભાવ વધીને 3,082 રુપિયા સુધી પહોંચ્યો હતો.
શાનદાર રિટર્ન આપનારી કંપનીમાં બીઈએલ પણ પાછળ રહી નહોતી. સાતમી મે 2025ના આ કંપનીનો શેરનો ભાવ 310 રુપિયા હતો, જેમાં એક વર્ષમાં 41 ટકા વધ્યો હતો. આજે શેરનો ભાવ વધીને 430 રુપિયાની આસપાસ છે. આ ઉપરાંત,હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પણ એક વર્ષ પહેલા 4,470 રુપિયાથી વધીને 4,714 રુપિયા થયો છે. અલબત્ત, સ્ટોકમાર્કેટમાં જે કોઈ સેક્ટરને ફાયદો થયો હોય કે નહીં, પરંતુ ડિફેન્સ સેક્ટરને ઓપરેશન સિંદૂર ફળી હતું.
