May 13, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી 9 ટકા વધારતા સોનાચાંદીના ભાવમાં થશે તોતિંગ વધારો, કોને પડશે ફટકો?

Spread the love

સરકારના નિર્ણયથી 10 ગ્રામ સોનામાં ₹10,000 સુધીનો તોતિંગ વધારો થવાની શક્યતા

બે દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં એક રેલીને સંબોધતા આગામી એક વર્ષ સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી. આ અપીલની સાથે ઇંધણની બચત કરવાનો પણ અનુરોધ કર્યો હતો. જનતાને શક્ય એટલા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ કરવાની સાથે કારપુલિંગને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી એના પછી ગુજરાતમાં પણ આ જ વાતનું પુનરાર્તન કર્યું હતું. સરકારે સોનું નહીં ખરીદવાના અહેવાલ વચ્ચે સરકારે સોના અને ચાંદીની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરી દીધો છે, જ્યારે એની અસર હવે સોનાચાંદીના વેચાણ પર પડવાની અપેક્ષા છે.

રુપિયાને મજબૂત કરવાનો હેતુ
નાણા મંત્રાયલ તરફથી જાહેર કરવામાં આવેલા નિર્ણયમાં સોના ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે સોના ચાંદી પરના ટેક્સને વધારીને છ ટકાથી પંદર ટકા કર્યા છે. સરકાર તરફથી એક જ ધડાકે નવ ટકા કસ્ટમ્સ ડ્યુટી વધારવાનો ઉદ્દેશથી વિદેશથી આવનારા સોના ચાંદીની ખરીદી ઘટાડવાનો છે અને દેશની વિદેશી હૂંડિયામણ પર વધી રહેલા દબાણને નિયંત્રિત કરવાનો છે. સરકારના આ પગલાથી દેશની ટ્રેડ ડેફિસિટમાં પણ ઘટાડો થશે, જ્યારે અમેરિકન ડોલર સામે રુપિયાના અવમૂલ્યનને પણ નિયંત્રિત કરી શકાશે.

અંદાજે 10,000 રુપિયાનો ફટકો
સરકારે નવ ટકા ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યા પછી સોનાના ભાવમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. હવે સવાલ એ છે કે ડોમેસ્ટિક માર્કેટમાં તેની કેટલી અસર થશે. મે 2026માં સોનાના સરેરાશ (10 ગ્રામ) ભાવ 1.50 લાખની આસપાસ હતા, જેના પર જો નવ ટકા ડ્યૂટી લગાવવામાં આવે તો તેના ભાવમાં 13,500 રુપિયાનો વધારો થવાની અપેક્ષા છે.
સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ 10,000 રુપિયાનો વધારો થઈ શકે છે. સોના સિવાય ચાંદીના ભાવમાં પણ તોતિંગ વધારો થશે. માર્કેટમાં અત્યારે સોનાના ભાવ જૂના રેટ પ્રમાણે છે, ત્યારે સોનાના ભાવમાં હવે ધીમે ધીમે મોંઘવારીનું ગ્રહણ લાગી જવાથી એક બાજુ વેપારીઓને પણ ફટકો પડશે, જ્યારે મિડલ ક્લાસના ગ્રાહકો પણ સોના ચાંદી ખરીદવાથી દૂર થઈ શકે છે.

ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાથી ડિમાન્ડ ઘટશે
ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા માટે સરકારે જાણી જોઈને નિર્ણય લીધો છે. પહેલા વડા પ્રધાન મોદીએ જનતાને સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી, જેમાં દેશનું વિદેશી હૂંડિયામણ મજબૂતાઈના લેવલ પર રહે. વાસ્તવમાં ભારત પોતાના વપરાશના 90 ટકા સોનું વિદેશથી આયાત કરે છે, તેથી મોટી સંખ્યામાં ડોલર દેશની બહાર જાય છે. બુલિયન માર્કેટના વેપારીઓ પણ કહે છે કે પહેલાથી વધતા ભાવની વચ્ચે ટેક્સમાં વધારો થવાથી માર્કેટમાં સોનાની માગ પર અસર જોવા મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!